સાઇટ હેક કરીને સમય કરતા વહેલી મેચ જોઇને સટ્ટો રમાડતી રાધનપુરની યુવતી ઝડપાઇ

ઇંદોરની સાઇબર સેલે આઇપીએલની મેચ દરમિયાન સ્ટાર સ્પોર્ટ ચેનલની અધિકારીક વેબસાઇટ હેક કરીને સટ્ટો રમાડવાનાં આરોપમાં પૂનમ ચૌધરી નામની યુવતીની ધરપકડ કરી છે. મુળ રાધનપુરની પુનમને ગુજરાત પોલીસની મદદથી અમદાવાદ એરપોર્ટ ખાતેથી ઝડપી લેવામાં આવી હતી. આ સટ્ટાકાંડમાં પૂનમનો એન્જિનિયર પતિ જો કે હજી સુધી ફરાર છે. આ સટ્ટાકાંડમાં પુનમનો પતિ હરેશ મુખ્ય માસ્ટર માઇન્ડ હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

સાઇટ હેક કરીને સમય કરતા વહેલી મેચ જોઇને સટ્ટો રમાડતી રાધનપુરની યુવતી ઝડપાઇ

અમદાવાદ : ઇંદોરની સાઇબર સેલે આઇપીએલની મેચ દરમિયાન સ્ટાર સ્પોર્ટ ચેનલની અધિકારીક વેબસાઇટ હેક કરીને સટ્ટો રમાડવાનાં આરોપમાં પૂનમ ચૌધરી નામની યુવતીની ધરપકડ કરી છે. મુળ રાધનપુરની પુનમને ગુજરાત પોલીસની મદદથી અમદાવાદ એરપોર્ટ ખાતેથી ઝડપી લેવામાં આવી હતી. આ સટ્ટાકાંડમાં પૂનમનો એન્જિનિયર પતિ જો કે હજી સુધી ફરાર છે. આ સટ્ટાકાંડમાં પુનમનો પતિ હરેશ મુખ્ય માસ્ટર માઇન્ડ હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

મધ્યપ્રદેશનાં ઇન્દોરમાં હોલકર સ્ટેડિયમ ખાતે ઇન્દોરનાંહોલકર ક્રિકેટ સ્ટેડિમમાં 12 અને 14મી મેનાં રોજ કીંગ્સ ઇલેવન પંજાબની સાથે સાથે કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેચ દરમિયાન બ્રોડકાસ્ટિંગના સિગ્ન હેક કરીને નિર્ધારિત સમય કરતા 8થી9 સેકન્ડ વહેલી મેચ જોઇને સટ્ટો રમતા હતા અને રમાડતા હતા. ઉપરાંત આ સમગ્ર કૌભાંડમાં સટ્ટામાં તેમનો સાથ આપનાર અંકિત નામના વ્યક્તિને ઇન્દોર ખાતેથી જ ઝડપી લેવામાં આવ્યો છે. 

પુછપરછ દરમિયાન ઇન્દોર પોલીસ સામે અંકિતે તમામ ભાંડો ફોડ્યો હતો. જેમાં રાધનપુરનો હરેશ ચોધરી આ સમગ્ર કાવત્રાનો માસ્ટર માઇન્ડ હોવાનું ખુલ્યું હતું. ત્યાર બાદ તેમાં તેનો સાથ આપનાર પૂનમ ચોધરી હોવાનું બહાર આવ્યું હતું. આ મેચોમાં કરોડોનો સટ્ટો રમાયો હોવાનુ અનુમાન પોલસ લગાવી રહી છે. જો કે હવે પુનમ ઝડપાઇ જતા વધારે માહિતી બહાર આવે તેવી શક્યતાઓ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news