શાળા-કોલેજ-ટ્યુશનમાં સાયકલ લઈને જતા વિદ્યાર્થીઓ સાવધાન, ગણતરીની સેકન્ડોમાં લોક તોડીને ચોરી લે છે આ ગેંગ

આણંદ ગ્રામ્ય પોલીસ મથકની હદમાં તેમજ વલ્લભવિદ્યાનગરમાં છેલ્લા કેટલાક સમયથી શાળાઓ,ટયુસન કલાસ અને શાસ્ત્રી મેદાનની આસપાસમાં પાર્ક કરેલી સાયકલોની ચોરીનાં બનાવોમાં વધારો થયો હતો.

શાળા-કોલેજ-ટ્યુશનમાં સાયકલ લઈને જતા વિદ્યાર્થીઓ સાવધાન, ગણતરીની સેકન્ડોમાં લોક તોડીને ચોરી લે છે આ ગેંગ

બુરહાન પઠાણ/આણંદ: તાલુકાનાં વિદ્યાનગર અને આણંદ ગ્રામ્ય પોલીસ મથકની હદમાંથી સ્પોર્ટસ સાયકલોની ચોરીઓ કરી તરખાટ મચાવનાર સાયકલચોર અને ચોરીની સાયકલો ખરીદનાર શખ્સ સહીત બે આરોપીઓને વલ્લભવિદ્યાનગર પોલીસે ઝડપી પાડી તેઓની પાસેથી ચોરીની 22 સાયકલો કબ્જે કરી વધુ પુછપરછ હાથ ધરી છે. 

આણંદ ગ્રામ્ય પોલીસ મથકની હદમાં તેમજ વલ્લભવિદ્યાનગરમાં છેલ્લા કેટલાક સમયથી શાળાઓ,ટયુસન કલાસ અને શાસ્ત્રી મેદાનની આસપાસમાં પાર્ક કરેલી સાયકલોની ચોરીનાં બનાવોમાં વધારો થયો હતો.જેથી નાયબ પોલીસ અધિક્ષક જે.એન પંચાલનાં માર્ગદર્શન હેઠળ વલ્લભવિદ્યાનગર પોલીસે સાયકલ ચોરીનાં બનાવો અટકાવવા અને સાયકલ ચોરને ઝડપી પાડવા માટે એકશન પ્લાન બનાવી બાતમીદારોને સક્રીય કર્યા હતા દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આણંદ શહેરમાં મોટી ખોડીયાર માતાનાં મંદીર પાસે છાપરામાં રહેતો ઈશ્વર ઉર્ફે ઈસ્સુ બચુભાઈ પટણી દરરોજ જુદી જુદી સાયકલો લાવે છે,અને તેની પાસે ચોરીની સાયકલો છે. 

પોલીસે બાતમી મુજબ ઈશ્વર ઉર્ફે ઈસ્સુને ઝડપી પાડી તેની પુછપરછ કરતા તેણે આણંદ વલ્લભવિદ્યાનગરમાંથી જુદા જુદા સ્થળોએ સાયકલો ચોરી કરીને બોરીયાવીમાં સાયકલ સ્ટોર ચલાવતા રાજેશભાઈ ઉર્ફે દરબાર સાયકલ વાળાને વેચાણ આપી હોવાની કબુલાત કરતા પોલીસની એક ટીમએ બોરીયાવી ગામમાં છાપો મારી રાજેશભાઈ ઉર્ફે દરબાર સાયકલવાળાને ઝડપી પાડી તેની પાસેથી ચોરીની 22 જેટલી સાયકલો કબ્જે કરી હતી. 

 આરોપી ઈશ્વર ઉર્ફે ઈસ્સુ ટયુસન કલાસ અને શાળા કોલેજોની બહાર પડેલી સાયકલોનું ગણતરીની સેકન્ડોમાં લોક તોડી સાયકલ ચોરી કરી ફરાર થઈ જતો હતો અને ત્યારબાદ આ સાયકલો સસ્તાભાવે રાજેશ ઉર્ફે દરબાર સાયકલવાળાને વેચી મારતો હતો.પોલીસે 22 નંગ સાયકલ એક લાખ પાંચ હજારનાં મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news