રાજકોટ પોલીસનાં કોન્સ્ટેબલે મહિલા બુટલેગરની હપ્તો નહી આપતા છેડતી કરી

દેશભરમાં મહિલા સુરક્ષાના લીરે લિરા ઉડી રહ્યા છે, ત્યારે જ રાજકોટ જિલ્લાના વીરપુર પોલીસના પુરુષ કોસ્ટેબલ ઉપર મહિલા બુટલેગરનો હાથ પકડીને છેડતીની ફરિયાદ જેતપુર કોર્ટ અને આસિસ્ટન સુપ્રિટેંડેન્ટ ઓફ પોલીસ સમક્ષ થયેલ છે

Updated By: Dec 5, 2019, 11:47 PM IST
રાજકોટ પોલીસનાં કોન્સ્ટેબલે મહિલા બુટલેગરની હપ્તો નહી આપતા છેડતી કરી

રાજકોટ: દેશભરમાં મહિલા સુરક્ષાના લીરે લિરા ઉડી રહ્યા છે, ત્યારે જ રાજકોટ જિલ્લાના વીરપુર પોલીસના પુરુષ કોસ્ટેબલ ઉપર મહિલા બુટલેગરનો હાથ પકડીને છેડતીની ફરિયાદ જેતપુર કોર્ટ અને આસિસ્ટન સુપ્રિટેંડેન્ટ ઓફ પોલીસ સમક્ષ થયેલ છે, અને કોન્સ્ટેબલ ને રક્ષણ પૂરું પાડવા જેતપુર ડિવિઝન દ્વારા કવાયત આદરવા માં આવી છે.જિલ્લા ના વીરપુર તાલુકા પોલીસના જેપુર ગામ માં જિલ્લા પંચાયત ના કુવા પાસે રહેતા અને પોતાનું ગુજરાન દેશી દારૂ વેચી ને કરે છે. દક્ષાબેનના પતિ દીપકભાઈ કામ કાજ કરવા માટે સક્ષમ નથી. જેથી ગુજરાન ચલાવવા માટે દેશી દારૂનું વેચાણ કરે છે.

રાજકોટમાં મહિલાના માથામાં જુની અદાવતમાં કુકરમારીને હત્યા કરી
દક્ષા બેન તેના જેપુર ગામના ઘેર એકલા હતા, ત્યારે તેની ઘેર વીરપુર પોલીસના પુરુષ કોન્સ્ટેબલ પરેશ સિંધવ ગયા હતા. તેઓ દારૂ વેચે છે માટે પોલીસનો હપ્તો આપો. જેન લઈને દક્ષા બેને તેને કહેલું કે મારા પતિ ઘરે નથી તો પછી આવજો. જેથી કોન્સ્ટેબલ પરેશ સિંધવે તેને કહેલ કે આજે પૈસા નહીં તું મારી સાથે સંબંધ બનાવ કહીને દક્ષાબેનનો હાથ પકડ્યો હતો. તેની સાથે બળજબરી કરવાનો પ્રયત્ન કર્યો હતો.  જો આ વાત કોઈને કહી છે તો તારા વરના ટાંટિયા ભાંગી નાખીશ, તેમ કહીને ગાળો ભાંડી હતી. દક્ષાબેન ભાગીને ઘરમાં ગયા હતાને બુમાં બૂમ કરી હતી. જેને લઈને તેની ભાણકી આવી જતા પરેશ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આ સમગ્ર બાબતની ફરિયાદ તેવોએ વીરપુર પોલીસમાં કરવા પહોંચ્યા હતા. પરંતુ વીરપુર પોલીસે ફરિયાદ ના લેતા અંતે તેવો એ જેતપુર કોર્ટ અને જેતપુર ના ASP ને કરી હતી. 

સુરતમાં 200 રૂપિયામાં 'વહીવટ' કરતા TRB જવાનનો વીડિયો વાઇરલ

પરીક્ષા ચોરીમાં ઝડપાયેલા વિદ્યાર્થીએ માફી પત્ર લખતા પ્રિંસિપાલ સાથે કર્યું એવુ કામ કે...

સમગ્ર ઘટના ના પગેલ દક્ષા બેને વીરપુર પોલીસ માં ફરિયાદ નોંધવા ગયા હતા પરંતુ વીરપુર પોલીસે ફરિયાદ નહિ નોંધી ને કાઢી મુક્યા હતા, જેને લઈને તેવો એ તેમના વકીલ શ્રી નો સંપર્ક કરતા તેવો એ તેની ફરિયાદ જેતપુર કોર્ટ માં કરી હતી અને ત્યાર બાદ બીજી ફરિયાદ જેતપુર ના આસિસ્ટં સુપ્રીટેન્ડેડટ ઓફ પોલીસ ને પણ કરી હતી જેના પગલે હરકત આવી ને પોલીસે ફરિયાદ દાખલ કરી હતી પરંતુ સમગ્ર રીતે જોતા પોલીસ હીન કૃત્ય કરનાર કોસ્ટેબલ ને છાવરતી હોય તેવું દેખાય રહ્યું છે.મહિલા બુટલેગર ઘરે એકલી હોય ત્યારે પુરુષ કોસ્ટેબલે તેના ઘરે જઈ ને બળજબરી નો પ્રયાસ કર્યો અને હવે પોલીસ તેના કોસ્ટેબલને છાવરી રહી છે અને તપાસ ચાલુ છે વગેરે જે વા નિવેદનો કરી રહી છે ત્યારે જોવા નું એ રહ્યું કે આ રક્ષક જ ભક્ષક બન્યો છે તો તેને કેવી સજા થાય છે 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube