Woman Help Desk : દેશભરના પોલિસ સ્ટેશનમાં બનવાશે આ ડેસ્ક, કેન્દ્રનો મોટો નિર્ણય
ગૃહ મંત્રાલયના(Home Ministry) જણાવ્યા અનુસાર, "મહિલા હેલ્પ ડેસ્કનો(Woman Help Desk) ઉદ્દેશ્ય પોલિસ સ્ટેશનને વધુ મહિલા ફ્રેન્ડલી(Woman Friendly) બનાવવાનો છે. હેલ્પ ડેસ્ક, પોલિસ સ્ટેશન પહોંચનારી મહિલાઓની મદદ માટે દરેક સંભવિત પગલાં લેશે. મહિલા હેલ્પ ડેસ્ક પર અધિકારીઓને એવી રીતે તાલીમ આપવામાં આવશે, જેથી તેઓ મહિલાઓ પ્રત્યે વધુ સંવેદનશીલ રહે."
Trending Photos
નવી દિલ્હીઃ મહિલા સુરક્ષા(Woman Security) માટે મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયના(Home Ministry) નિર્ભયા ફંડમાંથી(Nirbhaya Fund) કેન્દ્ર સરકારે રૂ.100 કરોડનું ફંડ રિલીઝ કર્યું છે. આ ફંડમાંથી સરકારે દેશભરના પોલિસ સ્ટેશનમાં(Police Station) મહિલા હેલ્પ ડેસ્ક (Woman Help Desk) બનાવવાનો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલય અનુસાર, આ યોજનાને રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના સહયોગથી લાગુ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી દેશમાં મહિલાઓ પર બળાત્કાર, હત્યા અને જાતિય હિંસાની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે. જેના કારણે દેશભરમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે.
ગૃહ મંત્રાલયના(Home Ministry) જણાવ્યા અનુસાર, "મહિલા હેલ્પ ડેસ્કનો(Woman Help Desk) ઉદ્દેશ્ય પોલિસ સ્ટેશનને વધુ મહિલા ફ્રેન્ડલી(Woman Friendly) બનાવવાનો છે. હેલ્પ ડેસ્ક, પોલિસ સ્ટેશન પહોંચનારી મહિલાઓની મદદ માટે દરેક સંભવિત પગલાં લેશે. મહિલા હેલ્પ ડેસ્ક પર અધિકારીઓને એવી રીતે તાલીમ આપવામાં આવશે, જેથી તેઓ મહિલાઓ પ્રત્યે વધુ સંવેદનશીલ રહે."
ગૃહ મંત્રાલયે આપેલી માહિતા મુજબ, "મહિલા ડેસ્ક પર અનિવાર્ય રીતે મહિલા પોલિસ અધિકારીઓને જ તૈનાત કરવામાં આવશે. આ હેલ્પ ડેસ્ક કાયદાકીય સહાયતા, સલાહ, આશ્રય, પુનર્વસન અને તાલીમ વગેરેની સુવિદાઓ આપવા માટે વકીલો, મનોવૈજ્ઞાનિકો, બિન સરકારી સંગઠનો અને વિશેષજ્ઞોની પેનલની યાદી તૈયાર કરશે. આ તમાનનો ઉપયોગ મહિલાઓની મદદ કરવામાં કરવામાં આવશે."
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે