જીવતા તો ભેગા ન થઇ શક્યા પણ મરીને સ્વર્ગમાં ભેગા થઇશું, સુરતમાં પ્રેમી પંખીડાઓએ કર્યો આપઘાત

શહેરના કાપોદ્રા ખાતેના ધરતીનગર નજીક પ્રેમી પંખીડા દ્વારા ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. આ ઘટના અંગે માહિતી મળતાની સાથે જ કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. બંન્નેની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી છે. પોલીસ દ્વારા આગળની તપાસ આદરવામાં આવી છે. સુરત શહેરમાં હત્યા, બળાત્કાર, આપઘાતના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જેવું હવે કાંઇ જોવા નથી મળી રહ્યું. પોલીસ સદંતર નિષ્ફળ તઇ ચુકી છે. 
જીવતા તો ભેગા ન થઇ શક્યા પણ મરીને સ્વર્ગમાં ભેગા થઇશું, સુરતમાં પ્રેમી પંખીડાઓએ કર્યો આપઘાત

સુરત : શહેરના કાપોદ્રા ખાતેના ધરતીનગર નજીક પ્રેમી પંખીડા દ્વારા ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. આ ઘટના અંગે માહિતી મળતાની સાથે જ કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. બંન્નેની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી છે. પોલીસ દ્વારા આગળની તપાસ આદરવામાં આવી છે. સુરત શહેરમાં હત્યા, બળાત્કાર, આપઘાતના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જેવું હવે કાંઇ જોવા નથી મળી રહ્યું. પોલીસ સદંતર નિષ્ફળ તઇ ચુકી છે. 

સુરત શહેરમાં આપઘાતના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે. તેવામાં વધારે એક ઘટના બનતા ચકચાર મચી ગઇ છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ધરતીનગર સોસાયટી પાસેની તાપી નદીના ઓવરાના નજીકથી એક યુવક અને યુવતીના મૃતદેહ હવામાં તરતા જોવા મળ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા મૃતદેહ જોવા મળ્યા બાદ કાપોદ્રા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેમા બંન્ને પ્રેમી પંખીડા હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસ આસપાસના લોકોનાં નિવેદન નોંધી રહી છે. 

પ્રેમી પંખીડાઓ ક્યાંથી આ વિસ્તારમાં આવ્યા અને ક્યારે ઝેરી દવા ગટગટાવી, આ તમામ બાબતો કાપોદ્રા પોલીસ ઉડાણપુર્વક તપાસ ચલાવી રહ્યા છે. કાપોદ્રાના તાપી કિનારે બંન્ને યુવકોના મૃતદેહો મળી આવ્યા છે. જો કે હાલ તો આ સમગ્ર મુદ્દે અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યા છે. પોલીસ હજી સુધી આ બંન્નેની ઓળખ કરી શકી નથી. જો કે આ વિસ્તારમાં આ લોકો નહી હોવાનું સામે આવ્યું છે. નાનકડા ગામમાં આવી ઘટના બનતા ચકચાર મચી ગઇ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news