અમેરિકા: ઓકલાહોમાના વોલમાર્ટમાં ફાયરિંગ, 3 લોકોના મોત 

અમેરિકા(America)ના ઓકલાહોમા(Oklahome)ના વોલમાર્ટ(Walmart)માં આજે સવારે (સ્થાનિક સમય મુજબ) અંધાધૂંધ ફાયરિંગ(Shooting)માં 3 લોકોના મોત થયા છે.

Updated By: Nov 18, 2019, 11:51 PM IST
અમેરિકા: ઓકલાહોમાના વોલમાર્ટમાં ફાયરિંગ, 3 લોકોના મોત 

નવી દિલ્હી: અમેરિકા(America)ના ઓકલાહોમા(Oklahome)ના વોલમાર્ટ(Walmart)માં આજે સવારે (સ્થાનિક સમય મુજબ) અંધાધૂંધ ફાયરિંગ(Shooting)માં 3 લોકોના મોત થયા છે. અધિકારીઓને સવારે લગભગ 10 વાગે ડંકન શહેરના વોલમાર્ટમાં ફાયરિંગના અહેવાલ મળ્યાં. 

ડંકન પોલીસ ડિપાર્ટમેન્ટે કહ્યું કે અમને વોલમાર્ટમાં ફાયરિંગના અહેવાલ મળ્યાછે. આમ મામલે માહિતી ભેગી કરી રહ્યાં છે. ઓકલાહોમા હાઈવે પેટ્રોલે ઘટનામાં 3 લોકોના મોતને સત્તાવાર સમર્થન આપ્યું છે. KOCO ટીવના રિપોર્ટ મુજબ આ ઘટના રિટેલરના પાર્કિંગમાં થઈ. જેમાં બે પુરુષ અને એક મહિલા મૃત અવસ્થામાં મળી આવ્યાં. 

ડંકન પબ્લિક શાળાઓના અધિકારીઓએ કહ્યું કે તમામ શાળાઓને સુરક્ષા કારણોસર બંધ કરાવી દેવાઈ હતી. પરંતુ ત્યારબાદ પોલીસના આદેશ પછી ક્લાસીસ પાછા ચાલુ કરાયા હતાં. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube