કોરોના સામેની જંગમાં લોકોની મદદે આવ્યા રાજનેતાઓ, શરૂ કર્યો ભોજનયજ્ઞ
હાલમાં ગુજરાતમાં કોરોનાનો આતંક વધી રહ્યો છે ત્યારે લોકોની મદદ કરવા માટે રાજનેતાઓ આગળ આવ્યા છે.
Trending Photos
અમિત રાજપૂત અમદાવાદ : હાલમાં ગુજરાતમાં કોરોનાનો આતંક વધી રહ્યો છે ત્યારે લોકોની મદદ કરવા માટે રાજનેતાઓ આગળ આવ્યા છે. અમદાવાદના અસારવા વિધાનસભામાં ધારાસભ્ય પ્રદીપ પરમારનો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. અહીં ગરીબ ભૂખ્યા નાગરિકો પુરી શાક અને બુંદીનું ભોજન આપવામાં આવી રહ્યું છે. આ સિવાય તેમના દ્વારા સિવિલ હોસ્પિટલ, ચાલીઓ, ઝૂંપડપટ્ટીઓ અને માર્ગ પર સુતા ગરીબોને પણ નિશુલ્ક ભોજનની સુવિધા આપવામાં આવી રહી છે.
આ કટોકટીના સમયમાં પૂર્વ વિસ્તારોમાં માનવતાનો કિસ્સો સામે આવ્યો છે. અહીં બાપુનગર વિસ્તારમાં સ્થાનિક ધારાસભ્ય હિંમતસિંહ પટેલ અને સેવાભાવી નાગરિકોની મદદથી ગરીબો માટે રસોડું શરૂ કરવામાં આવ્યું છે જેમાં તેમને મફતમાં જમાડવામાં આવે છે. આ વ્યવસ્થામાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા ઘરેથી એક વ્યક્તિ આવીને ફૂડ પેકેટ લઈ જાય છે. આ ફૂડ પેકેટમાં પુરી શાક, દાળ ભાત અને ફરસાણ આપવામાં આવે છે.
આ વ્યવસ્થા પછી ધારાસભ્ય હિંમતસિંહ પટેલે પરપ્રાંતીય અમદાવાદ ન છોડે એવી અપીલ કરી છે તેમજ કહ્યું છે કે સંકટના સમયમાં કોંગ્રેસ પક્ષ પણ સરકારની સાથે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે