પોરબંદરના દિવ્યાંગે રાષ્ટ્રીય સ્તરે કરી પોતાની કીર્તિ પ્રસ્થાપિત, આ ક્ષેત્રમાં મેળવી સફળતા

આજે સમગ્ર વિશ્વમાં તમામ ક્ષેત્રોમાં આવા દિવ્યાંગોને પણ તમામ પ્રકારની તક અને પોતાની પ્રતિભા બહાર લાવવા માટે પ્લેટફોર્મ પુરુ પાડવામાં આવી રહ્યું છે.

Updated By: Sep 13, 2018, 04:23 PM IST
પોરબંદરના દિવ્યાંગે રાષ્ટ્રીય સ્તરે કરી પોતાની કીર્તિ પ્રસ્થાપિત, આ ક્ષેત્રમાં મેળવી સફળતા
પોરબંદરના દિવ્યાંગનું ભારતીય ટીમમાં સિલેક્શન

પોરબંદર: કહેવાય છે મન હોય તો માળવે જવાય, કુદરતે ભલે અપંગતાનો અભિશાપ આપ્યો હોય પરંતુ મન મજબુત અને હિંમત હોય તો સફળતા અવશ્ય મળે છે. આવું જ કાંઈક પોરબંદરના દિવ્યાંગ યુવાને પોતાના જીવનમાં સાર્થક કરીને રાષ્ટ્રીયફલક પર પોતાની કીર્તિ પ્રસ્થાપિત કરી રહ્યો છે. ત્યારે ચાલો જોઈએ કોણ છે આ યુવાન અને તેણે ક્યા ક્ષેત્રમા મેળવી છે સફળતા.

સામાન્ય લોકોની જેમ દિવ્યાંગોમાં પણ અનેક પ્રકારના કૌશલ્ય અને આવડત છુપાયેલા હોય છે. આજે સમગ્ર વિશ્વમાં તમામ ક્ષેત્રોમાં આવા દિવ્યાંગોને પણ તમામ પ્રકારની તક અને પોતાની પ્રતિભા બહાર લાવવા માટે પ્લેટફોર્મ પુરુ પાડવામાં આવી રહ્યું છે. આજે ભારત, નેપાલ, પાકિસ્તાન સહિતના તમામ દેશોમાં વ્હીલચેર ક્રિકેટને પણ પ્રોત્સાહન અપાઈ રહ્યું છે અને તે માટે નેશનલ અને આતંરરાષ્ટ્રીય સીરીઝ પણ યોજાઈ રહી છે. આગામી 17થી 20 સપ્ટેમ્બર દરમિયાન દૂબઈ ખાતે ઈન્ડિયા-પાકિસ્તાનની ટીમ વચ્ચે ત્રણ ટી-ટ્વેન્ટી ડેનાઈટ મેચોની સીરીઝનુ આયોજન કરાયુ છે.

જેમા ગુજરાતમાંથી એકમાત્ર પોરબંદરના ભીમા લખમણ ખુંટીનું ભારતીય ક્રિકેટ ટીમમાં એક ઓલરાઉન્ડર અને વાઇસ કપ્તાન પદે સીલેક્શન થયુ છે. આ પસંદગીથી તેઓમા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને પાકિસ્તાનીને સામે ભવ્ય જીત મેળવવા માટે તેઓ પુરી મહેનત કરશે તેવું જણાવતા જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ ભીમા લખમણ ખુંટી ગુજરાત વ્હીલચેર ક્રિકેટ ટીમના કેપ્ટન પણ છે. આ તેમની 4થી આતંરરાષ્ટ્રીય સીરીઝ છે આ પહેલા તેઓ બાગ્લાદેશ, નેપાળ અને મલેશિયામાં પણ રમી ચુક્યો છે. જેમાં નેપાળમાં તે મેન ઓફ ધ સીરીઝ પણ બન્યો હતો. જેમાં તેણે 5 રન આપીને 5 વિકેટ ઝડપી આપી હતી.

પોરબંદર નજીકના બેરણ ગામમાં રહેતા અને ખેડૂત પરિવારમાં જન્મેલા ભીમા ખુંટીને નાનપણથી જ પોલીયો થઇ ગયો હતો. જેના કારણે તેઓ બંને પગે વિકલાંગ હોવા છતાં તેમના માતા-પિતા, ભાઇ અને બહેનોની હુંફ મળતા હિંમતભેર આગળ વધીને ધોરણ 12 સુધી અભ્યાર કર્યો હતો. ભીમાએ માત્ર અભ્યાસ જ નહીં, ક્રિકેટને પણ પોતાનો શોખ બનાવીને 10 વર્ષની ઉંમરથી હાથમાં બેટ પકડીને સામાન્ય બાળકો સાથે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું.

ટેનિસ ક્રિકેટ કરતા સિઝન ક્રિકેટ રમવું કપરૂં હોવા છચાં હિંમત હાર્યા વિના તેણે પોરબંદરના દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં સીઝનની પ્રેક્ટીસ શરૂ કરી હતી. સીઝન પ્રેક્ટીસમાં તે નિપુર્ણતા મેળવીને આજે જ સફળતા મળવી છે તેને લઇને પરિવાર પણ ગર્વ અનુભવી રહ્યો છે. તેના પત્નીએ એવું જણાવ્યું હતું કે, દિવ્યાંગોમાં પણ અનેક શક્તિ અને કાબેલિયત રહેલી હોય છે. જેથી કોઇપણ દિવ્યાંગે હિમંત ન હારવી જોયે અને મહેનત કરવી જોઇએ. તેનો ઉત્તમ ઉદાહરણ તેમના હસબન્ડની સફળતાને જોઇ શકીએ છે.