વિપક્ષના જોરદાર વિરોધ વચ્ચે GNCTD બિલ રાજ્યસભામાંથી પાસ, AAPએ કહ્યું- લોકતંત્રની હત્યા

આમ આદમી પાર્ટી તથા અન્ય રાજકીય પાર્ટીઓના વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે લોકસભા બાદ  રાષ્ટ્રીય રાજધાની રાજ્યક્ષેત્ર શાસન (સંશોધન) વિધેયકને રાજ્યસભામાંથી પાસ કરાવી લીધું છે. 

વિપક્ષના જોરદાર વિરોધ વચ્ચે GNCTD બિલ રાજ્યસભામાંથી પાસ, AAPએ કહ્યું- લોકતંત્રની હત્યા

નવી દિલ્હીઃ દિલ્હીમાં એલજી અને ચૂંટાયેલી સરકારના અધિકાર ક્ષેત્રોને સ્પષ્ટ કરનાર બિલને લઈને બુધવારે વિપક્ષના હંગામાને કારણે રાજ્યસભાની કાર્યવાહી અનેકવાર સ્થગિત થઈ હતી. વિપક્ષી સભ્યોએ 'તાનાશાહી બંધ કરો' ના નારા લગાવી બિલનો વિરોધ કર્યો. આમ રાજ્યસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે રાષ્ટ્રીય રાજધાની રાજ્યક્ષેત્ર શાસન (સંશોધન) વિધેયક એટલે કે  Government of National Capital Territory of Delhi (Amendment) Bill, 2021 (GNCTD Bill) પાસ થઈ ગયું છે. મહત્વનું છે કે આ બિલને સોમવારે રાજ્યસભાની મંજૂરી મળી ગઈ હતી. 

રાજ્યસભામાં વિપક્ષે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર આ બિલ દ્વારા દિલ્હીમાં પાછલા દરવાજાથી પોતાની સરકાર ચલાવવા ઈચ્છે છે. આમ આદમી પાર્ટીએ તેને ચૂંટાયેલી સરકારના અધિકાર સમાપ્ત કરનારુ ગણાવ્યું છે. કોંગ્રેસે પણ આ બિલનો આક્રમક વિરોધ કર્યો છે. 

— ANI (@ANI) March 24, 2021

GNCTD Bill પર વિપક્ષના હંગામાને કારણે રાજ્યસભાની કાર્યવાહી સાંજે આશરે 6 કલાકે 10 મિનિટ માટે સ્થગિત થઈ હતી. ગૃહની કાર્યવાહી શરૂ થઈ તો 5 મિનિટ બાદ હંગામાને કારણે ફરી 10 મિનિટ માટે સ્થગિત કરવામાં આવી હતી. 6.25 કલાકે ગૃહની કાર્યવાહી શરૂ થઈ અને કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવીએ બિલને ગેરબંધારણીય ગણાવતા તેનો વિરોધ કર્યો હતો. 

ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયને સરકાર પર બંધારણનો ભંગ કરવાનો આરોપ લગાવતા બિલનો વિરોધ કર્યો. તેમણે કહ્યુ કે, આ બિલ એટલું મહત્વનું છે કે તેઓ બંગાળ વિધાનસભા ચૂંટણી પ્રચારથી ખુદને દૂર રાખી આનો વિરોધ કરવા ગૃહમાં આવ્યા છે. બ્રાયને એઆઈએડીએમકે, ટીઆરએસ, બીજૂ જનતા દળ જેવા દળોને પણ આ બિલનો વિરોધ કરવાની અપીલ કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news