યુવતી જ્યારે તરૂણી હતી ત્યારે તેની બિભત્સ તસ્વીરો પાડી, મોટી થયા બાદ તેના પર આચર્યું દુષ્કર્મ !

Updated By: Oct 20, 2020, 07:13 PM IST
યુવતી જ્યારે તરૂણી હતી ત્યારે તેની બિભત્સ તસ્વીરો પાડી, મોટી થયા બાદ તેના પર આચર્યું દુષ્કર્મ !
ડાબી તરફ આરોપી મેહુલ સોલંકી, જમણી તરફ પ્રતિકાત્મક તસ્વીર

* રાજકોટમાં વધુ એક યુવતી બની હવસનો શિકાર
* બિભત્સ ફોટોગ્રાફ મોબાઈલમાં રાખી કરતો બ્લેક મેઈલ
* નરાધમ આરોપીને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો

રક્ષિત પંડ્યા/રાજકોટ : શહેરમાં વધુ એક યુવતી હવસખોરનો શિકાર બની છે. સગીર વયની ઉંમરે યુવતીના બિભત્સ ફોટોગ્રાફ મોબાઈલ અને પેન ડ્રાઇવમાં રાખી અવાર નવાર બ્લેક મેઈલ કરી દુષ્કર્મ આચર્યું હતું. આખરે બ્લેકમેઇલિંગથી કંટાળેલી યુવતીએ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે આરોપીને સકંજામાં લઈ તપાસ શરૂ કરી છે. 

ખેડૂતો માટે મોટા સમાચાર: સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી મોકૂફ રાખવામાં આવી

રાજકોટ પોલીસના સકંજામાં રહેલા આ શખ્સનું નામ છે મેહુલ ડુંગર સોલંકી. તેના પર આરોપ છે સગીર વયની ઉંમરે યુવતીને લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ આચર્યું. રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ દુષ્કર્મ થયાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે પોલીસે ગણતરીની કલાકોમાં જ માયાણીનગર પાસે રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા મેહુલ ડુંગર સોલંકીને ઝડપી લીધો હતો. આરોપી મેહુલની IUCAW યુનિટે પોકસો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ગાંડો હશે તો ચાલશે પણ ગદ્દાર તો નહી જ: ધાનાણીનું એક ટ્વીટ અને રાજકીય ખળભળાટ

આરોપી મેહુલ ડુંગર સોલંકી પોતે પરણિત છે અને 2 વર્ષ પૂર્વે યુવતીના સંપર્કમાં આવ્યો હતો. જે સમયે યુવતીને લગ્નની લાલચ આપી ઘરે બોલાવી સગીરાના બિભત્સ ફોટોગ્રાફ પાડ્યા હતા. પેન ડ્રાઇવ અને લેપટોપમાં ફોટા અને વીડિયો હોવાનું કહી અવાર નવાર ધમકીઓ આપી દુષ્કર્મ આચર્યું હોવાનો યુવતીએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો. આજે યુવતી પુખ્ત વયની થતા લગ્નનું કહેતા આરોપી પરણિત હોવાનું સામે આવતા યુવતીએ ફરિયાદ નોંધાવી છે. 

અમદાવાદ : ગરીબના પેટનું સરકારી અનાજ વેચવા જાય એ પહેલા પોલીસે પકડી લીધું  

અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ પણ આરોપી મેહુલ સોલંકી માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યા છે. હાલ આરોપીને સકંજામાં લઈ પોલીસે તપાસ શરૂ કરી છે. હવસખોર મેહુલ સોલંકીને પોલીસે સકંજામાં લઈને જેલના સળીયા ગણતો કરી દીધો છે. જોકે આ ઘટના સમાજ માટે લાલબત્તી સમાન કહી શકાય. ત્યારે અવારનવાર થતાં દુષ્કર્મોની ઘટના સમાજ માટે કલંક રૂપ પણ સાબિત થઇ શકે તેમ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube