ગાંડો હશે તો ચાલશે પણ ગદ્દાર તો નહી જ: ધાનાણીનું એક ટ્વીટ અને રાજકીય ખળભળાટ

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને પગલે ગુજરાતમાં રાજકીય ગરમી વધી ચુકી છે. તેવામાં વિવિધ નેતાઓના નિવેદનોના કારણે પણ પક્ષો અવારનવાર ચર્ચામાં આવતા રહે છે. વિધાનસભાના વિપક્ષી નેતા અને ટ્વીટ ( twitter)ર પર રાજકીય યુદ્ધ ખેલવામાં મોખરે એવા પરેશ ધાનાણી (Paresh Dhanani)એ ફરી એકવાર ટ્વીટ ( twitter) કરીને ચકચાર મચાવી છે. ભાજપનાં જોડાયેલા કોંગ્રેસનાં કેટલાક ધારાસભ્યોને પરેશ ધાનાણી (Paresh Dhanani) અગાઉ જ જયચંદો ગણાવી ચુક્યા છે. જો કે હવે તેમણે ઉમેદવારો અંગે કોંગ્રેસની નીતિ સ્પષ્ટ કરતા હોય તે પ્રકારનું ટ્વીટ ( twitter) કરતા લખ્યું કે, ગાંડો હશે તોય હાલશે, પણ ગદ્દાર તો નહી હાલે. 
ગાંડો હશે તો ચાલશે પણ ગદ્દાર તો નહી જ: ધાનાણીનું એક ટ્વીટ અને રાજકીય ખળભળાટ

અમદાવાદ : રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને પગલે ગુજરાતમાં રાજકીય ગરમી વધી ચુકી છે. તેવામાં વિવિધ નેતાઓના નિવેદનોના કારણે પણ પક્ષો અવારનવાર ચર્ચામાં આવતા રહે છે. વિધાનસભાના વિપક્ષી નેતા અને ટ્વીટ ( twitter)ર પર રાજકીય યુદ્ધ ખેલવામાં મોખરે એવા પરેશ ધાનાણી (Paresh Dhanani)એ ફરી એકવાર ટ્વીટ ( twitter) કરીને ચકચાર મચાવી છે. ભાજપનાં જોડાયેલા કોંગ્રેસનાં કેટલાક ધારાસભ્યોને પરેશ ધાનાણી (Paresh Dhanani) અગાઉ જ જયચંદો ગણાવી ચુક્યા છે. જો કે હવે તેમણે ઉમેદવારો અંગે કોંગ્રેસની નીતિ સ્પષ્ટ કરતા હોય તે પ્રકારનું ટ્વીટ ( twitter) કરતા લખ્યું કે, ગાંડો હશે તોય હાલશે, પણ ગદ્દાર તો નહી હાલે. 

પરેશ ધાનાણી (Paresh Dhanani)એ પોલિટિકલ કેરેક્ટર સાથે એક કેપ્શન ટ્વીટ ( twitter) કર્યું હતું. આ કેપ્શનના કારણે પક્ષ પલટો કરનારા નેતાઓ પર નિશાન તાકવામાં આવ્યું હતું. રાજ્યનાં રાજકીય નિષ્ણાંતો ધાનાણીના સાયબર વોરને પ્રભાવશાળી નેતા તરીકે લેખી રહ્યા છે. જનતાની નજરે આ નેતાઓને ગદ્દાર  સાબિત કરાવવા માટે મથી રહેલા વિપક્ષના નેતા પોતાના ટ્વીટ ( twitter)ર પર એક પછી એક હુમલાઓ કરી રહ્યા છે. 

"ગાંડો" હશે તોય હાલશે.,
પણ "ગદ્દાર" તો નહીં જ.!#ગદ્દાર_જયચંદોને_જવાબ_આપો pic.twitter.com/XRnxOOJpkH

— Paresh Dhanani (@paresh_dhanani) October 20, 2020

ધાનાણીએ ટ્વીટ ( twitter)ર પર લખ્યું કે, ગદ્દારો વિરુદ્ધ ગુજરાતમાં લડાઇ, ગાંડો હશે તોય હાલશે પણ ગદ્દાર તો નહી જ. #ગદ્દાર_જયચંદોને_જવાબ_આપો નો ઉપયોગ કર્યો હતો. આ જ હેશટેગ સાથે તેમણે અગાઉ લખ્યું હતું કે, સમગ્ર ગુજરાતનો સળગતો સવાલ વફાદારો બધા ફરે છે. વાંઝિયા અને ગદ્દારોને જ ઘરે પારણુ કેમ બંધાણું? , કાળાધન ના કોથળે કોણ કોણ તોલાણું? 16-16 કરોડમાં કોણ કોણ વેચાયું ?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news