પ્રમુખ સ્વામી શતાબ્દિ મહોત્સવ, 14 ડિસેમ્બરે પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન, જાહેર જનતા માટે એન્ટ્રી ફ્રી
જો તમે પણ પ્રમુખ સ્વામી નગરની મુલાકાત લેવા ઈચ્છો છો 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી વચ્ચે જઈ શકો છો. એન્ટ્રી ફ્રી છે.
Trending Photos
અતુલ તિવારી, અમદાવાદઃ પ્રમુખ સ્વામી શતાબ્દિ મહોત્સવ અંતર્ગત અમદાવાદના આંગણે ભવ્યાતિભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી એક મહિના સુધી અમદાવાદના આંગણે આ મહોત્સવ યોજાશે. પ્રધાનમંત્રી મોદી 14 ડિસેમ્બરના રોજ અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી શતાબ્દિ મહોત્સવનું ઉદ્ધાટન કરીને આ મહોત્સવ જાહેર જનતા માટે ખુલ્લો મુકશે. આ કાર્યક્રમમાં દેશ-વિદેશથી સંતો-મહંતો અને વીવીઆઈપી મહેમાનો અમદાવાદના મહેમાન બનશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે દુનિયાભરમાંથી હરિભક્તો અમદાવાદમાં આવી રહ્યા છે. ખાસ કરીને યૂએસ, યૂકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ સહિતના દુનિયાભરના દેશોમાંથી હરિભક્તો અને મહેમાનો અહીં આવી રહ્યાં છે.
જો તમે પણ પ્રમુખ સ્વામી નગરની મુલાકાત લેવા ઈચ્છો છો 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી વચ્ચે જઈ શકો છો. એન્ટ્રી ફ્રી છે. મહોત્સવ સ્થળના અનેક આકર્ષણો જીવનઘડતરની પ્રેરણા આપે છે અને લોકોને નૈતિક-આધ્યાત્મિક બાબતો જીવનમાં નવી રીતે શીખવાની તક પૂરી પાડે છે. BAPS સંસ્થા દ્વારા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે. શતાબ્દી મહોત્સવ માટે અમદાવાદમાં ભવ્ય તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ કાર્યક્રમની આજે રૂપરેખા આપવામાં આવી છે. BAPS સંસ્થા દ્વારા 15 ડિસેમ્બર થી 15 જાન્યુઆરી 2023 દરમિયાન ભવ્ય શતાબ્દી મહોત્સવનું આયોજન કરાયું છે. અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર 600 એકરમાં વિશાળ મહોત્સવ સ્થળ બનાવાયું છે. જેમાં પ્રમુખ સ્વામી મહારાજ નગર તૈયાર કરી અનેક સુવિધાઓ ઉભી કરાઈ છે.
પ્રમુખ સ્વામી નગરની શું છે વિશેષતા?
પ્રમુખ સ્વામી નગરની શું વિશેષતા છે તેની વાત કરીએ પ્રમુખ સ્વામી મહારાજની 30 ફૂટ ઊંચી મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. નગરની અંદર અક્ષરધામ મંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. સાથે જ અહીં રાત્રિના સમયે ગ્લો ગાર્ડન પણ માણી શકાશે. 3,600 સ્વયં સેવકોએ ગ્લો ગાર્ડન તૈયાર કર્યું છે અને 8 હજાર 300 લાઈટ સ્કલપચર તૈયાર કર્યાં છે.
બાળનગરીમાં કેવો આકર્ષણો છે?
બાળ નગરી પણ તૈયાર કરવામાં આવી છે. જેમા પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર પણ જોવા મળશે. બાળનગરીમાં 6થી 7 હજાર બાળકો એનું સંચાલન કરશે..
પ્રમુખ સ્વામી નગરના અન્ય આકર્ષણોઃ
પ્રમુખ સ્વામી નગરમાં કુલ બે સભા ગૃહ છે. પ્રમુખ સ્વામી મહારાજ સભા ગૃહ અને નારાયણ સભાગૃહ જેમા વિચાર સમારોહ થશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 15 ડિસેમ્બરે નારાયણ સભા ગૃહનું ઉદ્ઘાટન કરશે. સભા ગૃહમાં 21 પરિષદ, 14 પ્રોફેશનલ અને 7 એકેડેમીક પરિષદો યોજાશે. મેડિકલ, જમવાની, અધ્યામિક્તાની, સ્પોર્ટ્સ સહિત તમામ સુવિધાઓ છે... જો કોઈ પાસે સમય ઓછો છે તો 20 મિનિટમાં સાર સમજવો હોય તો એક લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ છે. પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં આધૂનિક ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે