અહીં ફરે છે રંગીન રિક્ષાઓ! અંદર સવાર સુંદરીઓ કરાવે છે સ્વર્ગની સફર! રિક્ષામાં બેઠાં પછી ક્યાં ખોવાઈ જાય છે પેસેન્જર?

અહીં ફરે છે રંગીન રિક્ષાઓ! અંદર સવાર સુંદરીઓ કરાવે છે સ્વર્ગની સફર! રિક્ષામાં બેઠાં પછી ક્યાં ખોવાઈ જાય છે પેસેન્જર?

ઝી બ્યૂરો, અમદાવાદઃ અમદાવાદમાં હાઈપ્રોફાઈલ એસ.જી.હાઈવેથી લઈને મોંઘેરા મણીનગર સુધીના શહેરના પૂર્વ અને પશ્ચિમ બન્ને ભાગોમાં આવેલાં અનેક વિસ્તારોમાં દેહવ્યાપારનું દુષણ દિવસેને દિવસે વધી રહ્યું છે. રૂપરૂપના અંબાર જેવી સ્વરૂપવાન કોલેજિયન યુવતીઓથી લઈને બાંગ્લાદેશથી આવેલી મલ્લુ આંટીઓ કરે છે ચામડીનો વેપાર. કોઈ મજબુરીમાં તો કોઈ મોજ-શોખ માટે કરી રહયું છે પોતાના શરીરનો સોદો. જોકે, સ્થિતિ કોઈપણ હોય પણ આ ગંદા કામના કારણે ગંદુ થઈ રહ્યું છે અમદાવાદ.

No description available.

જો કોઈ પુરુષ રસ્તા પર ઉભેલો હોય તો અચાનક રીક્ષા તેની પાસે આવીને ઉભી રહે છે અને અંદરથી અવાજ આવે છે ચલના હૈ ક્યાં? રીક્ષામાં નજર કરશો તો સ્વરૂપવાન રૂપસુંદરીઓ કંઈક ઈશારો કરતી જોવા મળશે. અમે વાત કરી રહ્યાં છીએ અમદાવાદના મણીનગર વિસ્તારમાં આવેલાં અને શેહરની શાન ગણાતા કાંકરિયા લેક વિસ્તારની. કાંકરિયા લેક પાસે ઉભેલાં પુરુષ મુસાફરોને આ પ્રકારનો અનુભવ જરૂર થયો હશે. લાંબા સમયથી આ વેપાર અહીં ચાલતો આવે છે. જોકે, તેની પુરે પુરી ખરાઈ કરવા માટે અને કોની રહેમનજર હેઠળ આ ચામડીનો વેપાર અહીં ચાલે છે તેની તપાસ કરવા માટે અમારી ટીમે વધુ એક સ્ટીંગ ઓપરેશન કર્યું. 

No description available.

સામે આવી ચોંકાવનારી હકીકત:-
ત્યારે સામે આવી ચોંકાવનારી હકીકત. રૂપલલનાઓ કંઈ રીક્ષામાં ફરી રહી છે? રીક્ષાનો નંબર, રૂપલલના રિક્ષા ચાલકને રોજના કેટલા રૂપિયા આપે છે? અને સૌથી મોટો સવાલ આ ગંદો ધંધો કોની રહેમનજર હેઠળ ચાલે છે?  ZEE24કલાકે આ તમામ સવાલોનો જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો. તમામ રીક્ષાના નંબરો અને વિગતો અમારી પાસે છે. કેટલી બાબતો માનવીય અભિગમ રાખીને અહીં અમે ગોપનિય રાખી છે. અમારો આશય માત્ર શહેરમાં ચાલતી આ બદીને દૂર કરવાનો છે. અને આની પાછળ યુવતીઓ પાસે ગંદો ધંધો કરાવીને પૈસા કમાતા લોકોને પાઠ ભણાવવાનો છે. તમને કાંકરિયાની ફરતે ઘણી-બધી રિક્ષાઓ દેખાશે, રિક્ષામાં રીક્ષાચાલક હશે અને એકલી યુવતી બેસેલી જ જોવા મળશે. તમે રોડની સાઈડમાં ઉભા હશો કે તરત જ રીક્ષા તમારી બાજુમાં આવીને ઉભી રહેશે. અંદરથી અવાજ આવશે...'ચલના હૈ ક્યાં? ખાલી 500 રૂપિયે મેં મજા કરાયેગી....'

ફિક્સ રીક્ષાચાલકો રાખે છે કોલગર્લઃ-
કાંકરિયા પાસે આવી એક,બે નહીં પરંતુ અનેક રીક્ષાઓ ફરી રહી છે. યંગ છોકરીઓ અને ભાભીઓ 400થી 500 રૂપિયામાં તમારી નીચે સુઈ જાય છે. હાં તમે એ પણ વિચારતા હશો કે આ છોકરીએ ક્યાં લઈ જાય છે..ત્યારે સૂત્ર તરફથી માહિતી મળી કે ગીતા મંદિર પાસે આવેલી બાલાજી હોટલમાં....એક યુવાને નામ ન આપવાની શરતે કહ્યું-- રૂપલલના ફીક્સ રિક્ષાચાલકો રાખે છે અને રીક્ષા ચાલકને ભાડા પેટે રોજના 700 થી 1000 રૂપિયા આપે છે. રીક્ષા ચાલકો, કોલ ગર્લ અને ગેસ્ટ હાઉસવાળા બધાનું સેટિંગ હોય છે. ક્યાંકને ક્યાંક પોલીસ પણ આ બધી જ વસ્તુઓ જાણે છે. જોકે, શહેરમાં ચાલતા મોટાભાગના ગેસ્ટ હાઉસ અને હોટલો પોલીસ અધિકારીઓ, નેતાઓ અને મોટા માથાઓની હોવાનું લોકમુખે ચર્ચાય છે. જોકે, હમામની અંદર સૌ કોઈ નગ્ન છે. આ કોઈ આક્ષેપ નથી આ વાસ્તવિકતા છે.

શું સ્થાનિક પોલીસ અજાણ છે કે પછી જાણી જોઈને બધુ છાનું રખાય છે? આખરે પોલીસ આ બધુ દૂષણ ક્યારે બંધ કરાવશે. એસી ચેમ્બરમાં બેસેલા અધિકારી ક્યારે આળશ ખંખેરશે અને દૂષણ ડામશે? અમારી ટીમે કરેલાં સ્ટીંગ ઓપરેશન દરમિયાન પોલીસની ગાડી કહેવાતું પેટ્રોલિંગ કરતી જોવા મળી હતી. આ કોલ ગર્લ અને આવી ઢગલાબંધ રીક્ષાઓ ત્યાંના મુસાફરોને રોજ દેખાય છે, અમને પણ રસ્તા પર આવી ઢગલો રીક્ષાઓ મળી, પણ પોલીસને આવી કોઈ રીક્ષાઓ જડતી નથી!

આવી રંગીન રીક્ષાઓથી પરેશાન છે સ્થાનિકો:-
સ્થાનિકો અને બહારથી આવતા પ્રવાસીઓ પણ આ બધુ જોઈને ખુબ જ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જાય છે. પણ આપણી બાહોશ પોલીસ પોતાના ટાર્ગેટ પુરા કરવામાં વ્યસ્ત હોય તેવું જણાઈ રહ્યું છે. વહેલી સવારથી લઈને અંધારપટ્ટ થાય ત્યાં સુધી રોજ અહીં મોજ-મસ્તી માણવાની લ્હાયમાં યુવાનોથી લઈ આધેડ વયના મસ્તરામ રોડના કિનારે 'સુખ' શોધવા આટાંફેરા કરતા દેખાય છે. બીજી તરફ જીશ્મ ફરોશીનો ધંધો કરતી આ યુવતીઓ પણ એનકેન પ્રકારે પોતાનું મન મારીને આ ગંદા ધંધામાં ગરકાવ થતી દેખાય છે.

ઉલ્લેખનીય છેકે, અમદાવાદમાં ક્યાં-ક્યાં ચાલે છે દેહવ્યાપારની દુકાન! સરનામું અને તસવીરો સાથે આ રહ્યાં પુરાવા! હવે પોલીસ શું કરશે? આ હેડિંગ સાથે ઝી 24 કલાકની ટીમ દ્વારા અગાઉ અમદાવાદના દેહવ્યાપારની દુકાનોનો પર્દાફાશ કરકવામાં આવ્યો હતો. ત્યાર પછી અમદાવાદના એસ.જી.હાઈવે પર આવેલાં ગોતા પાસે સાંજ પડતાં જ જાડીઓમાં શેની ગોતમ ગોત થાય છે? જાડીઓમાંથી કોણ કહે છે આને કા હૈ ક્યાં? આ હેડિંગ સાથેના સમાચારો પણ અગાઉ અમારી ટીમે સ્ટીંગ ઓપરેશન કરીને તમારા સુધી પહોંચાડ્યાં હતાં.

હાઈપ્રોફાઈલ પાર્ટીઓ માટે અને પૈસાદાર ગ્રાહકોને ખુશ કરવા માટે થાઈલેન્ડ, ફિલિપાઈન્સ, બેંગકોંક, ઓસ્ટ્રીયા, દુબઈ અને નેપાળથી હીરોઈન જેવી યુવતીઓને ગુજરાતના અમદાવાદ સહિતના વિવિધ શહેરોમાં બોલાવવામાં આવે છે. તમામ વિસ્તારની તસવીરો અને વીડિયો સહિતના પુરાવા સાથેનો સચોટ અહેવાલ પણ અમે આ અગાઉના વિશેષ અહેવાલમાં રજૂ કર્યો હતો.

સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર સ્થાનિકો અને આ રૂપલલનાઓ વચ્ચે બબાલો પણ થઈ છે. રીક્ષાચાલકને માર પણ મારવામાં આવ્યો છે. તેમ છતાં પણ મસ્તી માણવા આવતા ગ્રાહકો, શરીરનો સોદો કરતી રૂપલલનાઓ, રીક્ષાની આડમાં દલાલી કરતા આવા રીક્ષા ચાલકો અને ગેસ્ટ હાઉસવાળા સુધરતા નથી. પોલીસ પણ કેમ આ ગંદા ધંધાને બ્રેક મારતી નથી એ સૌથી મોટો સવાલ છે. અહીં સવાલ માત્ર કાંકરિયા વિસ્તાર પુરતો સીમિત નથી રહ્યો. કંઈક આજ પ્રકારના ગોરખધંધા હવે શહેરના અન્ય વિસ્તારોમાં પણ ઠેર-ઠેર શરૂ થઈ ગયાં છે. અને જો આ પ્રકારની બદી ને આગળ વધતી અટકાવવામાં નહીં આવે તો આગળ જતાં અહીં પણ થાઈલેન્ડ અને પતાયા જેવા માર્કેટ ઉભા થઈ જશે.

આપણાં સ્વચ્છ સુંદર અને ઐતિહાસિક અમદાવાદ શહેરને બચાવવા માટે અમે સતત પ્રયાસ કરતા રહીએ છીએ. જીવનું જોખમ લઈને પણ અમારા બાહોશ પત્રકારો આ પ્રકારના સમાચારો આપના સુધી પહોંચાડતા રહેશે. અને પોલીસ-પ્રશાસન અને તંત્રના બહેરા કાને અમે તમારી વાત પહોંચાડવાનો પ્રયાસ કરતા રહીશું, સમાજમાં ચાલતી આવી બદીઓ આવા દૂષણોને દૂર કરવાનો અમારા થકી બનતો પ્રયાસ કરતા રહીશું. કારણકે, ZEE 24 કલાક નું એક જ મૂળ મંત્ર છે... 'અમે સાંભળીએ તમારી વાત...'

(નોંધ- આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી તમામ તસવીરો માત્ર પ્રતિકાત્મક છે)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news