મળી મળીને તમને કોંગ્રેસનો જ ઉમેદવાર મળ્યો, શિસ્તબદ્ધ પાર્ટીમાં સાબરકાંઠા સળગ્યું

Sabarkantha Loksabha Seat : સાબરકાંઠામાં ભીખાજીના સમર્થકોનો વિરોધ, ભીખાજીને ટિકિટ આપ્યા બાદ ઉમેદવારી પરત ખેંચાતા વિરોધ, ભાજપ ઉમેદવાર ભીખાજીના સમર્થનમાં કાર્યકરો ઉમટ્યા, સાબરકાંઠામાં ટિકિટ ભીખાજીને જ આપવા કરી માગ 

મળી મળીને તમને કોંગ્રેસનો જ ઉમેદવાર મળ્યો, શિસ્તબદ્ધ પાર્ટીમાં સાબરકાંઠા સળગ્યું

Loksabha Election 2024 : સાબરકાંઠા લોકસભા બેઠક ફરી ચર્ચામાં આવી છે. ભાજપે જાહેર કરેલા મહિલા ઉમેદવાર સામે વિરોધનો સૂર ઉઠ્યો છે. ભાજપે પહેલા અહીંથી ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી, જેમણે પાછી પાની કરતા શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે. ત્યારે હવે શોભનાબેન કાર્યકર્તા પણ ન હોવાથી વિરોધ કરાયો છે. તાલુકા પંચાયતના સભ્યએ પત્ર લખી વિરોધ કર્યો છે. હિંમતનગર તાલુકા પંચાયતના સભ્ય જિતેન્દ્રસિંહએ પત્ર લખી વિરોધ કર્યો છે. મૂળ કોંગ્રેસની નેતાના પત્નીને ટિકિટ આપતા ભાજપના કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જોવા મળી છે. જેને પગલે મેઘરજમાં બંધ રાખીને રેલી કાઢવામાં આવી છે. ભાજપના કાર્યકરોએ કહ્યું કે, કોંગ્રેસનો ભરતીમેળો ભાજપને જ ભારે પડ્યો છે. 

મૂળ કોંગ્રેસની નેતાના પત્નીને ટિકિટ આપતા વિરોધ
ભાજપે સાબરકાંઠા બેઠક પર હવે મહિલા ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. ક્ષત્રિય ઠાકોર ઉમેદવારને પસંદ કરીને નવા ચહેરાને તક આપી છે. સાબરકાંઠા બેઠક પરથી સતત બે ટર્મથી દિપસિંહ રાઠોડ સાંસદ રહી ચૂક્યા છે, હવે ભાજપે દિપસિંહ બાદ શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે. શોભનાબેનના પતિ મહેન્દ્રસિંહ બારૈયા પણ પ્રાંતિજ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. જો કે, મહેન્દ્રસિંહ પહેલા કોંગ્રેસમાં હતા. મહત્વનું છે કે સાબરકાંઠા બેઠક પર ભાજપે પહેલા ભીખાજી ઠાકોરની જાહેરાત કરી હતી. જોકે બાદમાં ભીખાજી ઠાકોરે સોશિયલ મીડિયામાં ચૂંટણી લડવા અંગે અનિચ્છા દર્શાવી હતી. જેના પછી ભાજપે શોભનાબેન બારૈયાના નામની જાહેરાત કરી હતી. જેના પછી ભીખાજી ઠાકોરના સમર્થકોમાં રોષ ફાટી નીકળ્યો છે.

ભીખાજીના સમર્થકો રોષમાં
સાબરકાંઠામાં ભીખાજી ઠાકોર પાસેથી ઉમેદવારી પરત લઈ લેતા તેમના સમર્થકોનો વિરોધ સૂર ઉઠ્યા છે. ભીખાજીને ટિકિટ આપ્યા બાદ ઉમેદવારી પરત ખેંચાતા વિરોધ ઉઠ્યો છે. ભાજપ ઉમેદવાર ભીખાજીના સમર્થનમાં કાર્યકરો ઉમટી પડ્યા છે. સાબરકાંઠામાં ટિકિટ ભીખાજીને જ આપવા માંગ કરી રહ્યાં છે. 

ભીખાજી ઠાકોરના સમર્થનમાં મેઘરજમાં દેખાવ 
ભીખાજી ઠાકોર પાસેથી ઉમેદવારી લઈ લેતા તેમના કાર્યકરોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. ભીખાજીની ના છતાં સમર્થકો માનવા તૈયાર નથી. જેને પગલે આજે અરવલ્લીના મેઘરજમાં મોટો વિરોધ જોવા મળ્યો છે. ભીખાજીના સમર્થનમાં ભવ્ય રેલી કાઢવામા આવી છે, જેમાં 2500થી વધારે લોકો રેલીમાં જોડાયા છે. 2000થી વધારે કાર્યકરો કમલમમાં રાજીનામા આપશે. વેપારીઓએ ધંધા-રોજગાર બંધ રાખીને વિરોધ દર્શાવ્યો છે. કાર્યકરોએ કહ્યું કે, કોંગ્રેસનો ભરતીમેળો ભાજપને જ ભારે પડ્યો છે.

sabarkantha_protest_zee.jpg

હિંમતનગર કાર્યાલય પર વિરોધ 
સાબરકાંઠા ભાજપના ઉમેદવાર સામે વિરોધ યથાવત છે. સાબરકાંઠા અરવલ્લીના ભાજપના કાર્યકરોનો ખુલીને વિરોધ સામે આવ્યો છે. મૂળ કોંગ્રેસની નેતાના પત્નીને ટિકિટ આપતા વિરોધનો વંટોળ ઉઠ્યો છે. વર્ષોથી ભાજપમાં સક્રિય રહેલા કાર્યકરોમાં આક્રોશ જોવા મળ્યો છે. વર્ષોથી કામ કામ કરતા કાર્યકરોને ભૂલી જવાયાનો આરોપ ઉઠ્યો છે. હિંમતનગરના જિલ્લા કાર્યાલય પર વિરોધ કરવા એકઠા થયા છે. હોદ્દેદારો અને કાર્યકર્તાઓ આવ્યા રજુઆત કરવા પહોંચ્યા છે. જિલ્લા પ્રમુખે તમામની રજુઆત સાંભળવા બેઠક કરી છે. તો બીજી તરફ, હિંમતનગર તાલુકા પંચાયતના વક્તાપુર બેઠકના સદસ્યએ લેખિતમાં ઉમેદવારને લઈને પત્ર વાયરલ કર્યો છે. 

શોભનાબેનને ટિકિટ આપવામાં પ્રફૂલ પટેલનો રોલ
ઉત્તર ગુજરાતની સાબરકાંઠા બેઠક પરથી ભીખાજી ઠાકોરે ઉમેદવારી પરત ખેંચ્યા બાદ ભાજપે શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે . જેને પગલે ભીખાજીના સમર્થકોમાં રોષ ફેલાયો છે. નવા ઉમેદવારની જાહેરાત પછી જ સોશિયલ મીડિયામાં વોર શરૂ થઈ છે. ભીખાજીની ટિકિટ કાપવામાં પ્રફુલ પટેલની  મુખ્ય ભૂમિકા હોવાનું ભીખાજીના સમર્થકો માની રહ્યા છે. જેથી પ્રફુલ પટેલ સામે સોશિયલ મીડિયામાં વિરોધ શરૂ થયો છે. કોંગ્રેસમાંથી આવેલા મહેન્દ્રસિંહના પત્નીને ટિકિટ આપી દેતા હવે વિવાદ સપાટી પર આવ્યો છે. જો ભાજપમાંથી ટિકિટ લેવી હોય તો શોર્ટ કટ રસ્તો એ છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવવું. આ લખાણ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. તો સોશિયલ મીડિયામાં એક ઓડિયો પણ વાયરલ થઈ છે. ભીખાજીએ મીડિયા સામે કબુલાત કરી હતી કે, તેમને પોતાની ઇચ્છાથી નહીં પરંતુ ભાજપ પક્ષની સૂચના મુજબ જ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો હતો. ચૂંટણી પ્રચાર રોકવા પક્ષમાંથી સૂચના આવી હોવાની ભીખાજીએ કબુલાત કરી હતી. ભીખાજી ઠાકોરે મીડિયા સમક્ષ જણાવ્યુ હતુ કે, ચૂંટણી નહીં લડવાના નિર્ણયથી દુઃખી છું. સ્વચ્છ પ્રતિભા, વિસ્તારમાં કરેલી કામગીરી જોઈ પક્ષે મોકો આપ્યો હતો. પરંતુ કેટલાક લોકોની હેરાનગતિથી આ નિર્ણય લેવાયો હોવાનું તારણ આપ્યું હતું. તેમને કહ્યું કે, મારો કોઇ ગૉડફાધર ના હોવા છતા મેં રાજકીય ઓળખ બનાવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news