આવી ગયુ PSI ની શારીરિક કસોટીનું પરિણામ, જાણો ક્યાં જોઈ શકાશે

IPS હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી કે, પીએસઆઈની શારીરિક કસોટીની પરીક્ષાનું પરિણામ આવ્યું છે. શારીરિક કસોટીમા પાસ થયેલા ઉમેદવારોની માહિતી વેબસાઈટ પર મૂકવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યભરાં 3 ડિસેમ્બરના રોજ પીએસઆઈની શારીરિક કસોટીનું પરીક્ષા લેવામાં આવી હતી. 

આવી ગયુ PSI ની શારીરિક કસોટીનું પરિણામ, જાણો ક્યાં જોઈ શકાશે

ઝી મીડિયા/બ્યૂરો :IPS હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી કે, પીએસઆઈની શારીરિક કસોટીની પરીક્ષાનું પરિણામ આવ્યું છે. શારીરિક કસોટીમા પાસ થયેલા ઉમેદવારોની માહિતી વેબસાઈટ પર મૂકવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યભરાં 3 ડિસેમ્બરના રોજ પીએસઆઈની શારીરિક કસોટીનું પરીક્ષા લેવામાં આવી હતી. 

આઈપીએસની શારીરિક કસોટીનું પરિણામ વેબસાઈટ પર મૂકવામાં આવ્યુ છે. આ વિશે આઈપીએસ હસમુખ શાહે ટ્વીટ કરીને લખ્યુ કે, પો.સ.ઇ. ભરતીની શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગત https://psirbgujarat2021.in વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ છે.

— Hasmukh Patel (@Hasmukhpatelips) January 15, 2022

જોકે, આ સાથે એક ખાસ સૂચના પણ મૂકવામાં આવી છે કે, આ પરિણામ અંગે કોઈ વાંધો હોય તો તે 21 જાન્યુઆરી, 2022 સુધી અરજી કરી શકે છે. આ માટે પો.સ.ઇ. ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-13, સરિતા ઉધાનની નજીક, સેકટર-9, ગાંધીનગર -382007 ખાતે રજી.પો.એ.ડી. અથવા સ્પીડ પોસ્ટ અથવા કુરીયરથી મોકલી આપવાની રહેશે. કોવીડ-19 ના કારણે રૂબરૂમાં અરજી સ્વીકારવામાં આવશે નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news