10 મહિના પહેલા જ લગ્ન થયા હતા, કાર કેનાલમાં ખાબકતા દંપતીનું મોત, લોકોએ બચાવવા દોરડું નાઁખ્યુ પણ...

મોરબી જીલ્લાના હળવદ તાલુકાના અજીતગઢ પાસે ઉત્તરાયણના તહેવારમાં દુખદ પ્રસંગ બન્યો હતો. નર્મદાની માળીયા બ્રાન્ચ કેનાલમાં કાર ખાબકતા પતિ પત્નીનું કમકમાટીભર્યું મોત નિપજ્યુ હતું. અજિતગઢના દંપતીની મંદરકીના નાલા પાસે તેમની કાર કોનાલમાં ખાબકી હતી. આ દંપતીના 10 મહિના પહેલા જ લગ્ન થયા હતા. દંપતી કારમાં સવાર થઈને માળીયા તરફ જઈ રહ્યુ હતું ત્યારે કાર કેનાલમાં ડુબી જતાં બંન્નેના મોત નિપજ્યા હતા. બંન્નેના મૃતદેહ કેનાલમાંથી કાઢી પીએમ માટે ખસેડાયા હતા. 
10 મહિના પહેલા જ લગ્ન થયા હતા, કાર કેનાલમાં ખાબકતા દંપતીનું મોત, લોકોએ બચાવવા દોરડું નાઁખ્યુ પણ...

હિમાંશુ ભટ્ટ/મોરબી :મોરબી જીલ્લાના હળવદ તાલુકાના અજીતગઢ પાસે ઉત્તરાયણના તહેવારમાં દુખદ પ્રસંગ બન્યો હતો. નર્મદાની માળીયા બ્રાન્ચ કેનાલમાં કાર ખાબકતા પતિ પત્નીનું કમકમાટીભર્યું મોત નિપજ્યુ હતું. અજિતગઢના દંપતીની મંદરકીના નાલા પાસે તેમની કાર કોનાલમાં ખાબકી હતી. આ દંપતીના 10 મહિના પહેલા જ લગ્ન થયા હતા. દંપતી કારમાં સવાર થઈને માળીયા તરફ જઈ રહ્યુ હતું ત્યારે કાર કેનાલમાં ડુબી જતાં બંન્નેના મોત નિપજ્યા હતા. બંન્નેના મૃતદેહ કેનાલમાંથી કાઢી પીએમ માટે ખસેડાયા હતા. 

હળવદ તાલુકાના અજીતગઢ ગામે રહેતા રાહુલભાઈ પ્રવીણભાઈ ડાંગર (ઉંમર વર્ષ 22) અને તેમના ધર્મ પત્ની મિતલબેન રાહુલભાઈ આહીર આજે શનિવારે સવારે અજીતગઢ ગામેથી કારમાં માળીયાના મેઘપર ગામે સગાઇના પ્રસંગમાં જવા નીકળ્યા હતા. ત્યારે જુના અને નવા ઘાટીલા નજીક મંદરકી ગામના નાલા પાસે અકસ્માત સર્જાયો હતો. તેમની કાર નર્મદા કેનાલ પાસેથી પસાર થઈ રહી હતી ત્યાર કાર કેનાલમાં ખાબકી હતી. 

કેનાલમાં કાર ખાબક્યા બાદ નવ દંપતીને બચાવવા સ્થાનિક લોકોએ અનેક પ્રયાસો કર્યા હતા. દોરડુ નાઁખીને બંનને બચાવવા પણ પ્રયાસ કર્યા હતા. નવદંપતીએ દોરડુ પણ પકડ્યુ હતુ, પણ તેઓ બહાર નીકળી શક્યા ન હતા. આખરે કાર બંનેને લઈને કેનાલમાં ખાબકી હતી. 

જોકે, ભારે શોધખોળ બાદ મિતલબેન અને રાહુલભાઈ આહિરના મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. રાહુલભાઈ અને મિતલબેનના લગ્ન દસેક માસ પહેલા જ થયા હતા અને સપરમાં દિવસો શરૂ થતાં સગાઈમાં જતી વખતે જ આ કરુણ ઘટના બનતા આહીર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news