Gujarat Election 2022: મારી પાસે 5-5 મિનિટનો હિસાબ છે, છતાંયે ખરી ખોટી કરશે તો હું કોર્ટમાં કેસ કરીશ: જાડેજા
Gujarat Election 2022: ભાજપની જાહેરસભામાં અબડાસાના ઉમેદવારે પોતાના હિસાબ મામલે ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
Trending Photos
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે રાજકારણમાં ગરમાવો આવવો સ્વાભાવિક છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ એક બીજા પર વાર કરીને નિવેદનબાજી કરી રહ્યા છે. ત્યારે ભાજપની જાહેરસભામાં અબડાસાના ઉમેદવારે પોતાના હિસાબ મામલે ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
હાલ રાજ્યમાં સ્ટાર પ્રચારકો ચૂંટણી સભાઓ અને રેલીઓ કરી રહ્યા છે, ત્યારે કચ્છમાં ભાજપની જાહેરસભા યોજાઈ હતી. જેમાં અબડાસાના ભાજપ ઉમેદવારે પોતાના હિસાબ મામલે ચીમકી ઉચ્ચારી હતી. અબડાસાના ભાજપ ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સાચી ખોટી કરશે તો હું કોર્ટમાં કેસ ઠોકી દઈશ. મારા પાસે 5-5 મિનિટનો હિસાબ છે, મીડિયાને સામે મેં હિસાબ આપ્યો છે. છતાંયે ખરી ખોટી કરશે તો હું કેસ કરીશ. જાહેર મંચ પરથી નેતાજીએ આ નિવેદન બોલતા ચકચાર મચી ગઈ હતી. મારું જીવન ખુલ્લી કિતાબ છે, હું કોઈની ચા પણ પીતો નથી.
1962માં કચ્છમાં સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર આ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. 1957થી 1990 સુધીની ચૂંટણીઓમાં આ બેઠક કોંગ્રેસ પાર્ટી માટે ગઢ સમાન હતી. 1990માં આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર તારાચંદ છેડા કોંગ્રેસનાં નિમાબેન આચાર્યની સામે ચૂંટણી જીત્યા હતાં, પરંતુ 1995માં નિમાબેન આચાર્યએ ફરીથી આ બેઠક પર ઉમેદવારી કરીને ભાજપના તારાચંદ છેડાને હરાવ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, 1962માં કચ્છમાં સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર આ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. 1957થી 1990 સુધીની ચૂંટણીઓમાં આ બેઠક કોંગ્રેસ પાર્ટી માટે ગઢ સમાન હતી. 1990માં આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર તારાચંદ છેડા કોંગ્રેસનાં નિમાબેન આચાર્યની સામે ચૂંટણી જીત્યા હતાં, પરંતુ 1995માં નિમાબેન આચાર્યએ ફરીથી આ બેઠક પર ઉમેદવારી કરીને ભાજપના તારાચંદ છેડાને હરાવ્યાં હતાં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે