જેલમાં મસાજની મજા માણતા કેજરીવાલના મંત્રીનો વીડિયો વાયરલ! તિહારમાં સત્યેન્દ્ર જૈનને VVIP ટ્રીટમેન્ટ

દિલ્હીની તિહાર જેલમાંથી સત્યેન્દ્ર જૈનના કુલ ત્રણ વીડિયો સામે આવ્યા છે. આને સીસીટીવી ફૂટેજ તરીકે વર્ણવવામાં આવ્યા છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક વ્યક્તિ સત્યેન્દ્ર જૈનના પગ, માથા અને શરીર પર મસાજ કરાવી રહ્યા છે. EDએ થોડા સમય પહેલાં એવો પણ આરોપ લગાવ્યો હતો કે સત્યેન્દ્ર જૈનને તિહાર જેલમાં VVIP ટ્રીટમેન્ટ મળી રહી છે. આ વીડિયો સપ્ટેમ્બર મહિનાનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

જેલમાં મસાજની મજા માણતા કેજરીવાલના મંત્રીનો વીડિયો વાયરલ! તિહારમાં સત્યેન્દ્ર જૈનને VVIP ટ્રીટમેન્ટ

નવી દિલ્હીઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને પગલે હાલ શિયાળાની સિઝનમાં પણ માહોલ ગરમ થઈ ગયો છે. નેતાઓની આક્ષેપબાજીને કારણે હાલ માહોલ તંગ બન્યો છે. એમાંય ગુજરાતની ચૂંટણીની અસર દેશભરમાં જોવા મળી રહી છે. ત્યારે આ સ્થિતિમાં કેજરીવાલના પૂર્વ મંત્રી જેલમાં વીઆઈપી ટ્રીટમેન્ટ લેતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભાજપે પોસ્ટ કરી પર્દાફાશ કર્યો છે. આ વીડિયો સામે આવતાની સાથે જ આમ આદમી પાર્ટીના નેતાઓ અચંભિત થઈ ગયા છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓને કારણે દેશભરમાં એક પ્રકારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જ્યાં એક તરફ આક્ષેપ પ્રતિઆક્ષેપનો દૌર ચાલી રહ્યો છે. ત્યાં કેજરીવાલ સરકારના એક આરોપી મંત્રીનો વીડિયો સામે આવતા હડકંપ મચી ગયો છે. ઉલ્લેખનીય છેકે, આવક કરતાં વધુ સંપત્તિ અને મની લોન્ડરિંગના કેસમાં તિહાર જેલમાં બંધ દિલ્હી સરકારના આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈન ફરી વિવાદમાં આવ્યા છે. ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ પોસ્ટ કરેલા વીડિયોમાં સત્યેન્દ્ર જૈન જેલમાં મસાજ કરાવતા જોવા મળે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, EDએ કોર્ટમાં એફિડેવિટ અને કેટલાક ફોટોગ્રાફ્સ આપીને આ અંગે ફરિયાદ પણ કરી હતી.

દિલ્હીની તિહાર જેલમાંથી સત્યેન્દ્ર જૈનના કુલ ત્રણ વીડિયો સામે આવ્યા છે. આને સીસીટીવી ફૂટેજ તરીકે વર્ણવવામાં આવ્યા છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક વ્યક્તિ સત્યેન્દ્ર જૈનના પગ, માથા અને શરીર પર મસાજ કરાવી રહ્યા છે. EDએ થોડા સમય પહેલાં એવો પણ આરોપ લગાવ્યો હતો કે સત્યેન્દ્ર જૈનને તિહાર જેલમાં VVIP ટ્રીટમેન્ટ મળી રહી છે. આ વીડિયો સપ્ટેમ્બર મહિનાનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

 

— ANI (@ANI) November 19, 2022

 

પહેલો વીડિયો, 13 સપ્ટેમ્બરનો આ વીડિયો 36 સેકન્ડનો છે, જેમાં સફેદ ટી-શર્ટ પહેરેલી એક વ્યક્તિ મંત્રીના પગની માલિશ કરી રહી છે. પલંગ પર પડેલા સત્યેન્દ્ર જૈન કેટલાક કાગળો જોઈ રહ્યા છે. તેમની બાજુમાં રહેલા ઓશીકા પર રિમોટ પડેલું છે. તેમના રૂમમાં મિનરલ વોટરની બોટલો પણ દેખાય છે. બીજો વીડિયો, 14 સપ્ટેમ્બરનો આ વીડિયો 26 સેકન્ડનો છે. આમાં સત્યેન્દ્ર જૈન પલંગ પર આરામથી સૂઈ રહ્યા છે અને એક માણસ તેમના પગ દબાવી રહ્યો છે. તેમના રૂમમાં ખુરસી પર અખબાર કે મેગેઝિન પણ દેખાય છે. ત્રીજો વીડિયો, 14 સપ્ટેમ્બરનો આ વીડિયો પણ 26 સેકન્ડનો છે. આમાં સત્યેન્દ્ર જૈન ખુરસી પર બેઠા છે અને એક વ્યક્તિ તેમના માથામાં માલિશ કરી રહી છે. રૂમમાં એક જોડી બૂટ અને ચંપલની જોડી દેખાય છે. તેમના પલંગ પર રિમોટ પણ દેખાય છે.

 

 

EDએ કહ્યું હતું કે સત્યેન્દ્ર જૈનને તિહાર જેલમાં ઘણી સુવિધાઓ મળી રહી છે. જેલના CCTV ફૂટેજમાં તેઓ બેક એન્ડ ફૂટ મસાજ કરાવતા જોવા મળે છે. જેલ સુપરિન્ટેન્ડન્ટ નિયમોની વિરુદ્ધ જઈને સત્યેન્દ્ર જૈનને મળે છે, તેઓ તેમને પૂછવા જાય છે કે મંત્રીને જેલમાં કોઈ સમસ્યા છે કે કેમ. EDએ કહ્યું હતું કે કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરીને સત્યેન્દ્ર જૈન માટે દરરોજ તેમના ઘરેથી ભોજન મગાવવામાં આવે છે. તેમની પત્ની પૂનમ જૈન અવારનવાર સેલમાં તેમની મુલાકાત લે છે, જે ખોટું છે. તે કેસના અન્ય આરોપીઓ સાથે કલાકો સુધી તેની સેલમાં બેઠકો કરે છે. સત્યેન્દ્ર જૈન જેલમંત્રી હોવાનો ખોટો ફાયદો ઉઠાવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news