ગુજરાતની 8 બેઠક રાહુલ ગાંધીનો ટાર્ગેટ : 2009નું કરવા માંગે છે પુનરાવર્તન, જાણો કઈ છે સીટ

Bharat Nyay Yatra : ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી બાદ હવે રાહુલ ગાંધી લોકસભા માટે ભારત ન્યાય યાત્રા શરૂ કરવા જઈ રહ્યાં છે... જેનુ મુખ્ય ફોકસ ગુજરાત અને ગુજરાતની કેટલીક લોકસભા બેઠકો હશે
 

ગુજરાતની 8 બેઠક રાહુલ ગાંધીનો ટાર્ગેટ : 2009નું કરવા માંગે છે પુનરાવર્તન, જાણો કઈ છે સીટ

Gujarat Congress : કોંગ્રેસે હજુ સુધી 14 રાજ્યો અને 85 જિલ્લામાંથી પસાર થતી ભારત ન્યાય યાત્રાનો સત્તાવાર રોડમેપ જાહેર કર્યો નથી, પરંતુ પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને યાત્રાનો રોડમેપ બનાવવામાં આવ્યો છે. કોંગ્રેસ સંગઠનને પુનર્જીવિત કરવા માટે રાહુલ ગાંધી 350 દિવસ બાદ ફરી પદયાત્રા શરૂ કરવા જઈ રહ્યા છે. કોંગ્રેસે આ પદયાત્રાને ભારત ન્યાય યાત્રા નામ આપ્યું છે. ઉત્તર-પૂર્વના મણિપુરથી શરૂ થયેલી આ પદયાત્રા મહારાષ્ટ્રના મુંબઈમાં સમાપ્ત થશે. 67 દિવસની આ પદયાત્રામાં રાહુલ 6200 કિમી ચાલશે.

રાહુલ ગાંધીનો ટાર્ગેટ લોકસભા 
કોંગ્રેસના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલના જણાવ્યા અનુસાર, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે યાત્રાને લીલી ઝંડી બતાવશે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય લોકોને રાજકીય, આર્થિક અને સામાજિક ન્યાય આપવાનો છે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીની મુલાકાત પૂર્વથી પશ્ચિમ ભારત સુધીની 100 બેઠકોને આવરી લેશે, જ્યાં 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો હતો.

રાહુલની રાણનીતિ કામ કરશે?
ગુજરાત અને રાજસ્થાનમાં કોંગ્રેસ સામે શૂન્યમાંથી બહાર આવવાનો પડકાર છે. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને બંને રાજ્યોમાં શૂન્ય બેઠકો મળી હતી. બંને જગ્યાએ લોકસભાની કુલ 51 બેઠકો છે. રાજસ્થાનમાં રાહુલ ગાંધીની યાત્રા પૂર્વી રાજસ્થાનના મોટાભાગના જિલ્લાઓમાંથી પસાર થશે, જ્યાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. કોંગ્રેસ ગુજરાતની 8 બેઠકો પરથી રાહુલ ગાંધીની યાત્રાની રણનીતિ પર કામ કરી રહી છે. તેમાં વલસાડ, બારડોલી, છોટા ઉદેપુર અને ભરૂચ મુખ્ય લોકસભાની સીટો છે. 2009માં કોંગ્રેસે વલસાડ, બારડોલી અને દાહોદ જેવી બેઠકો જીતી હતી.

મુંબઈ છેલ્લું સ્ટોપ છે, અહીં 2009ની સીટો પર નજર 
મણિપુરથી નીકળનારી ભારત ન્યાય યાત્રા માર્ચના ત્રીજા સપ્તાહમાં મહારાષ્ટ્ર પહોંચશે. પ્રવાસનું છેલ્લું સ્ટોપ મુંબઈ છે. કોંગ્રેસની નજર 2009ની લોકસભા બેઠકો પર છે. 2009માં કોંગ્રેસે મુંબઈમાં 6માંથી 5 બેઠકો જીતી હતી. એક પર સાથી NCPનો વિજય થયો હતો. 2019માં શિવસેનાએ મુંબઈમાં 6માંથી 3 બેઠકો જીતી હતી અને ભાજપે 3 પર જીત મેળવી હતી. કોંગ્રેસ યાત્રા દ્વારા ગઠબંધનમાં વધુ બેઠકો પર પોતાનો દાવો મજબૂત કરવાનો પ્રયાસ પણ કરી રહી છે, જેથી 2009 જેવું પ્રદર્શન કરી શકાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news