આગામી 3 કલાકમાં ગુજરાતમાં ભુક્કા કાઢશે વરસાદ, આ જિલ્લાઓ પાણીથી તરબતર
હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાકમાં 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગરમી વચ્ચે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. અત્યાર સુધી ઘણા તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. તમે પણ જાણો નવી આગાહી.
Trending Photos
Gujarat Weather News: ગુજરાતમાં ભરઉનાળે ચોમાસું બેઠું છે. અમદાવાદમાં વાતાવરણ પલટાયું છે અને ધૂળની ડમરીઓ ઉડી છે તો વલસાડમાં કરા સાથે તો ભાવનગર-અમરેલીમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં પણ વરસાદ પડ્યો છે. કાળઝાળ ગરમીના કારણે ત્રસ્ત ગુજરાતને વરસાદથી થોડી રાહત મળી છે. ગુજરાતના સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ગાજવીજ સાથે જોરદાર વરસાદ પડ્યો હતો, જ્યારે રાજ્યના વરસાદી વિસ્તારોમાં સૂર્ય વાદળોમાં છુપાતાં દિવસે અંધારા જેવો માહોલ થયો હતો. આકાશમાંથી વરસી રહેલી આગથી લોકોને રાહત મળી હતી.
કાળઝાળ ગરમીથી ત્રસ્ત ગુજરાતના ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકોને મોટી રાહત મળી છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થયો છે. આ સાથે તાપમાનમાં અનેક ડિગ્રીનો ઘટાડો થયો હતો. બપોર બાદ સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ અને તાલાલા વિસ્તારમાં સારો એવો વરસાદ થયો હતો. આ વરસાદને કારણે કેરીનો પાક વહેલો બજારમાં પહોંચે તેવી આશા સેવાઈ રહી છે. જોરદાર વાવાઝોડાની સૌથી વધુ અસર ગુજરાતના બોટાદમાં જોવા મળી હતી. આગામી 3 કલાક ગાજવીજ અને ભારે પવન સાથે છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી , પાટણ અને મહેસાણામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે.
સૌરાષ્ટ્રમાં હવામાનમાં ફેરફાર થયો છે
આકરી ગરમીથી ત્રસ્ત ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે પડેલા વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી હતી. હવામાન વિભાગે ખેડૂતોને સલાહ આપી છે કે આગામી બે-ત્રણ દિવસ સુધી મોટા ભાગના સ્થળોએ વરસાદ પડશે. ભારે પવનને કારણે તેમના પાકને પણ નુકસાન થઈ શકે છે. સોમવારે બપોરે ત્રાટકેલા વાવાઝોડાની સૌથી વધુ અસર બોટાદ જિલ્લામાં થઈ હતી. બોટાદની ડિસ્ટ્રિક્ટ કોર્ટનો પાર્કિંગ શેડ ભારે પવનના કારણે ઉડી ગયો હતો. હવામાં ઉડતા ડિસ્ટ્રિક્ટ કોર્ટના પાર્કિંગ શેડનું આ દ્રશ્ય કેમેરામાં કેદ થયું હતું. બોટાદના ખસ રોડ પર જિલ્લા અદાલત આવેલી છે. ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થયું ત્યારે તાપમાન 43 ડિગ્રી હતું. ગુજરાતમાં 60.13 ટકા મતદાન થવા પાછળ કાળઝાળ ગરમીને પણ મુખ્ય કારણ માનવામાં આવે છે.
દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. દાહોદ શહેરમાં કાળા ડીબાંગ વાદળો સાથે વાવાઝોડું જોવા મળ્યું હતું. દાહોદ શહેર ભારે પવન સાથે વાવઝોડું જોવા મળ્યું, મીરાખેડી ખાતે બરફના કરા પડ્યા હતા. છાપરી કતવારા, રામપુરા સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. અમરેલી પંથકમાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો છે. અમરેલી શહેર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. અમરેલી શહેરમા ભારે પવન ફૂકાતા ધુળની ડમરીઓ ઉડી હતી. અમરેલી નજીક આવેલા વરસડા ગામમાં મીની વાવાઝોડુ ફુંકાયુ હતું.
વરસડા ગામમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. બોટાદ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. બરવાળા તેમજ બોટાદ તાલુકામાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ બોટાદ જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.અમદાવાદમાં એકાએક વાતાવરણાં પલટો આવ્યો છે. જજીસ બંગલો, સેટલાઈટ, ગુરૂકુળ,પકવાન સહિતના વિસ્તારોમાં ઘનઘોર વાદળો છવાયા છે. લસાડમાં ગિરનારા ગામે ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. વરસાદ સાથે કરા પડવાથી લોકોમાં કૂતુહલનો માહોલ જોવા મળ્યો. કપરાડા તાલુકાના ગિરનારા ગામે પવનની તેજ ગતિને કારણે આશ્રમશાળાના પતરા ઉડ્યા તો ગામમાં 15 જેટલા વૃક્ષો પણ નમી ગયા તો વીજ પોલને પણ ભારે નુકસાન થયું હતું.
હવામાન વિભાગનું એલર્ટ
ભારતીય હવામાન વિભાગ (IMD)એ ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી. વિભાગે તેની આગાહીમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં ઝરમર વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે ગુજરાતના કચ્છમાં 16 થી 20 મે દરમિયાન ગરમ હવામાનની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસો સુધી આકાશ વાદળછાયું રહેશે. 18 મે પછી ફરી સૂર્ય ફરી આગ વરસાવાનું શરૂ કરશે. આવી સ્થિતિમાં અમદાવાદ સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં આકરા તાપથી રાહતની અપેક્ષા છે. નર્મદાના સરીબાર, કોકમ અને મોહબી ગામમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાને લઇને ખેડૂતોની વધી ચિંતા, વરસાદને કારણે ઉનાળુ પાકમાં ખેડૂતોને નુકસાન થવાની ભીતિ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે