VIDEO: રાજ્યમાં આગામી 2 દિવસ ભારે, આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અતિભારે વરસાદ જોવા મળ્યો છે. અનેક જિલ્લામાં મેઘમહેરથી પૂર જેવી સ્થિતિ જોવા મળી. હજુ બે દિવસ એટલે કે 18 અને 19 તારીખે પણ અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

VIDEO: રાજ્યમાં આગામી 2 દિવસ ભારે, આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અતિભારે વરસાદ જોવા મળ્યો છે. અનેક જિલ્લામાં મેઘમહેરથી પૂર જેવી સ્થિતિ જોવા મળી. હજુ બે દિવસ એટલે કે 18 અને 19 તારીખે પણ અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ ઉપરાંત ભારે વરસાદથી અમદાવાદ અને દાહોદ સહિતના શહેરોમાં ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. રાજ્યમાં કુલ 251 તાલુકામાંથી 233 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં ખેડાના કપડવંજ તાલુકામાં 6 ઈંચ વરસાદ, પંચમહાલ જિલ્લાના ગોધરામાં સાડા પાંચ ઈંચ વરસાદ, 14 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસદા વરસ્યો છે. જ્યારે 36 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત 66 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 140 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ પડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

કયા કયા વિસ્તારોમાં પડી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી બે દિવસ બાદ વધુ એક સિસ્ટમ સર્જાશે. હજુ પણ 24 કલાક અતિભારે વરસાદ પડે તેવું અનુમાન છે. જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત માછીમારોને પણ દરીયો ન ખેડવા સૂચના અપાઈ છે. ભારે વરસાદને પગલે અનેક જળાશયોમાં પણ પાણીની આવક નોંધાઈ છે. 

હજુ 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આજથી બે દિવસ બાદ વધુ એક સિસ્ટમ સર્જાશે. ઉત્તર અને દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલમાં વરસાદ પડે તેવી આગાહી છે. આ ઉપરાંત સાબરકાંઠા, મહેસાણા, પાટણ, આણંદ, મહેસાણા, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચમાં વરસાદ વરસી રહ્યો છે. ડાંગ, નવસારી, સુરતમાં પણ ભારે વરસાદ છે. સુરેન્દ્રનગર, અમરેલીમાં પણ વરસાદી જમાવટ છે. રાજ્યના અનેક વિસ્તારમાં ભારેથી અતિભારેની આગાહી થયેલી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news