રાજ્યમાં ખેડૂતો અને યુવાનો બેહાલ, મહિલાઓની સુરક્ષા ભગવાન ભરોસેઃ રાજીવ સાતવ

ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે(Rajiv Satav) રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકારને (BJP Government) આડે હાથ લીધી હતી. તેમણે કહેયું કે, પાંચ વર્ષમાં દેશમાં ખેડૂતો(Farmer) કે યુવાનો(Youth) માટે કામ નથી થયું. રાજ્યમાં ગુજરાતમાં સરકારે પાક વીમા મળવાની જાહેરાત કરી હતી પણ ખેડૂતોને પાક વીમો મળ્યો નથી. આજે સરકારી ભરતીઓમાં કૌભાંડથી યુવાનો પરેશાન છે.

Updated By: Nov 30, 2019, 11:35 PM IST
રાજ્યમાં ખેડૂતો અને યુવાનો બેહાલ, મહિલાઓની સુરક્ષા ભગવાન ભરોસેઃ રાજીવ સાતવ
ફાઈલ ફોટો

ગૌરવ પટેલ/ અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસ(Gujarat Congress) દ્વારા આયોજીત જનવેદના સંમેલનમાં ભાગ લેવા પહોંચેલા ગુજરાત કોંગ્રેસ(Gujarat Congress) પ્રભારી રાજીવ સાતવે(Rajiv Satav) રાજ્ય અને કેન્દ્રની ભાજપ(BJP) સરકારને આડે હાથ લીધી હતી. તેમણે કહેયું કે, પાંચ વર્ષમાં દેશમાં ખેડૂતો(Farmer) કે યુવાનો(Youth) માટે કામ નથી થયું. રાજ્યમાં ગુજરાતમાં સરકારે પાક વીમા મળવાની જાહેરાત કરી હતી પણ ખેડૂતોને પાક વીમો મળ્યો નથી. આજે સરકારી ભરતીઓમાં કૌભાંડથી યુવાનો પરેશાન છે.

રાજીવ સાતવે જીડીપીના(GDP) ઘટેલા દર અંગે જણાવ્યું કે,  GDPના આંકડા પ્રથમ વખત નીચલા સ્તરે પહોંચ્યો છે. દરેક ક્વાર્ટરમાં GDP ઘટી રહ્યો છે. વડાપ્રધાને આ મુદ્દે ધ્યાન આપવું જોઈએ. મંદીના કારણે અર્થવ્યવસ્થા ધ્વસ્ત થઈ ગઈ. મોદી સરકારે અર્થતંત્રને ઊંચું લાવવા માટે મનમોહનસિંહની સરકારે સલાહ લેવાની જરૂર છે. 

ગુજરાતમાં દારૂબંધીઃ અશોક ગેહલોત અને વિજય રૂપાણીના એક-બીજા પર પ્રહાર

રાજીવ સાતવે ઉમેર્યું કે, કોંગ્રેસ પ્રજાના પ્રશ્નોને અને મુદ્દાઓને લઈને રાજ્યવ્યાપી જનવેદના આંદોલન કરશે. આ ઉપરાંત, 14 ડિસેમ્બરે રાષ્ટ્રીય સ્તરનું આંદોલન દિલ્હી ખાતે યોજાશે. જેમાં ગુજરાતમાંથી આગેવાનો અને કાર્યકરો દિલ્હીના આંદોલનમાં ભાગ લેવા આવશે. 

રાજ્યમાં બીન સચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરીતી મુદ્દે રાજીવ સાતવે રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા હતા. ગુજરાત કોંગ્રેસ પ્રભારીએ કહેયું કે, બિન સચિવાલય ભરતીમાં ગેરરીતિનું કૌભાંડ બહાર આવ્યું છે. ગુજરાતમાં 11મી પરીક્ષામાં આ પ્રકારનું કૌભાંડ બહાર આવ્યું છે. સાતવે આક્ષેપ કર્યો કે, મધ્યપ્રદેશમાં વ્યાપમ્ થયું હતું. એ પ્રકારે ગુજરાતમાં વ્યાપમથી મોટું ભરતી કૌભાંડ થઇ રહ્યું છે. રાજ્ય સરકારની સરકારી ભરતીની 11 પરીક્ષાઓમાં ભ્રષ્ટાચાર થયો છે, જેને મહેનત કરનાર યુવાનોના સપના પર સરકારે પાણી ફેરવ્યું છે. 

DPS-East સ્કૂલ વિવાદઃ પ્રિન્સિપાલ, ચેરમેન અને ટ્રસ્ટી સામે પોલીસ ફરિયાદ થતાં ચકચાર

શિવસેના સાથે મળીને ચુંટણી લડવી કે કેમ તે ચુંટણી સમયે નક્કી કરવામાં આવશેનું નિવેદન રાજીવ સાતવે આપ્યું હતું. મહારાષ્ટ્રમાં વિપક્ષમાં બેસવાનો જનાધાર મળ્યો હોવા છતાં સરકાર બનાવ્યાના સવાલ અંગે સાતવે કહેયું કે, મહારાષ્ટ્રમાં ભાજપ 220ની વાત કરતી હતી, પણ 105માં સમેટાઈ ગઈ. તેમજ ગુજરાતમાં 150ની વાતો કરી હતી. 100ની અંદર રહી ગઈ, હરિયાણામાં 75 પારની વાતો કરી અને 30-35માં સમેટાઈ ગઈ. 

2017થી અત્યાર સુધીમાં ભાજપ પાસે હવે કેટલાક રાજ્યો જ બચ્યા છે તે સવાલ છે. ભાજપના જુના સહયોગીઓ ભાજપને છોડીને જઇ રહ્યા છે. સહયોગી છોડીને કેમ જાય છે તેનું મંથન ભાજપે કરવું જોઈએ. ભાજપમાં વરિષ્ઠ નેતાઓનું સન્માન નથી થતું. ભાજપ માર્ગદર્શક મંડળનું સાંભળતી નથી. મહારાષ્ટ્રમાં અમારા કોમન મીનીમમ પ્રોગ્રામમાં બધું સ્પષ્ટ છે. શિવસેનાએ કોમન મિનિમમ પ્રોગ્રામનો સ્વીકાર કર્યો છે. અત્યારે કોમન મિનિમમ એજન્ડા હેઠળ સરકાર ચાલે છે. આગામી ચૂંટણી શિવસેના સાથે લડવી કે નહીં તે ચૂંટણી સમયે નક્કી થશે.

કોંગ્રેસના જનવેદના આંદોલન સામે ભાજપની વ્હારે આવી ભગીની સંસ્થા RSS

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી
જનવેદના સંમેલનમાં ભાગ લેવા અમદાવાદ પહોંચેલા ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે કહ્યું કે, રાજ્યમાં મહિલાઓ પર બળાત્કારની ઘટનાઓ વધી રહી છે. સરકાર મહિલા સુરક્ષાની વાતો કરે છે, પણ કોઇ નક્કર પગલાં લેવાતા નથી. રાજકોટમાં મહાત્મા ગાંધી સ્થાપિત સ્કુલમાંથી દારૂ મળવા અંગે તેમણે કહેયું કે, ગુજરાતમાં ઘણા વિષય છે, જેમાં સરકાર નિષ્ફળ રહી છે. સરકાર પ્રશાસનના દમ પર જુઠી વાતો છુપાવે છે. રાજ્યમાં ખેડૂત ત્રસ્ત છે તો યુવાનો બેરજગાર છે, સરકારે એક પણ ક્ષેત્રમાં કામ કર્યું નથી. રૂપાણી સરકાર માત્ર જૂઠ બોલો અને વારંવાર બોલો પર ચાલી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....