International Womens Day: MPમાં એક દિવસ માટે ગૃહમંત્રી બની કોન્સ્ટેબલ મીનાક્ષી, જનતાની સમસ્યાઓ પર આપ્યા નિર્દેશ

મહિલા કોન્સ્ટેબલ મીનાક્ષી વર્માને મધ્યપ્રદેશની એક દિવસ માટે ગૃહમંત્રી બનાવવામાં આવી. મહિલા કોન્સ્ટેબલ મીનાક્ષી ગૃહમંત્રી ડો. નરોત્તમ મિશ્રાના નિવાસ કાર્યાલય પર સુરક્ષામાં તૈનાત છે. 

International Womens Day: MPમાં એક દિવસ માટે ગૃહમંત્રી બની કોન્સ્ટેબલ મીનાક્ષી, જનતાની સમસ્યાઓ પર આપ્યા નિર્દેશ

ભોપાલઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women's Day) પર મહિલા કોન્સ્ટેબલ મીનાક્ષી વર્મા (Minaxi varma) ને એક દિવસ માટે મધ્યપ્રદેશના ગૃહમંત્રી બનાવવામાં આવ્યા. મહિલા કોન્સ્ટેબલ મીનાક્ષી ગૃહમંત્રી ડો. નરોત્તમ મિશ્રાના આવાસ કાર્યાલય પર સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત છે. તેમને ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પોતાની ખુરશી પર બેસાડ્યા. મીનાક્ષીએ નરોત્તમ મિશ્રાની જેમ જનતાની સમસ્યાને સાંભળીને ઓએસડીને કાર્યવાહીના દિશા-નિર્દેશ આપ્યા હતા. 

ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ મહિલા કોન્સ્ટેબલ મીનાક્ષી વર્માનું સન્માન કર્યુ હતું. આ સન્માન મીનાક્ષી વર્મા માટે મોટુ હતું. કારણ કે મહિલા દિવસ તેના માટે આ રીતે યાદગાર બનશે તેણે ક્યારેય વિચાર્યું નહતું. જ્યારે તેને ખ્યાલ આવ્યો કે તેને એક દિવસ માટે નરોત્તમ મિશ્રાની જેમ કામ કરવાની તક મળશે તો તે ચોંકી ગઈ હતી.

"I have given my chair to Meekankshi for the day on the occasion of #InternationalWomensDay," State Home Minister Narottam Mishra says. pic.twitter.com/zBD722giKd

— ANI (@ANI) March 8, 2021

જનતાની સમસ્યા સાંભળી, એડીજીને આપ્યા નિર્દેશ
મીનાક્ષી વર્માએ જનતાની સમસ્યાઓ સાંભળી અને ઓએસડી એડીજીપી અસોક અવસ્થીને નિરાકરણ માટે નિર્દેશ આપ્યા હતા. દરરોજની જેમ ગૃહમંત્રીના બંગલા પર ઘણા લોકો પોત-પોતાની સમસ્યાને લઈને પહોંચ્યા હતા. આજે જ્યારે નરોત્તમ મિશ્રા સીટ પર ન દેખાયા તો લોકો પણ હેરાન થયા હતા. ગૃહમંત્રીની સીટ પર મહિલા કોન્સ્ટેબલને જોઈને લોકો ચોંકી ગયા હતા. પરંતુ જ્યારે તેમને ખ્યાલ આવ્યો કે કે આજે મિશ્રાના સ્થાને મહિલા કોન્સ્ટેબલ કામ કરશે તો સ્થિતિ સામાન્ય થઈ હતી. 

સામાન્ય લોકોની જેમ બાજુમાં બેઠા નરોત્તમ મિશ્રા
ત્યારબાદ લોકોએ પોતાની સમસ્યા મીનાક્ષીને જણાવી હતી. મીનાક્ષીએ પણ ગૃહમંત્રીની જેમ તમામ ફરિયાદો સાંભળી અને તેના ઉકેલ માટે આદેશ આપ્યા હતા. આ દરમિયાન નરોત્તમ મિશ્રા સામાન્ય લોકોની જેમ ખુરશી પર બેઠા હતા. જે ફરિયાદો મીનાક્ષીની પાસેથી ફોરવર્ડ થઈ જઈ રહી હતી તેને તેઓ પણ જોઈ રહ્યાં હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news