ખેલૈયાઓ માટે ખાસ જાણવા જેવા સમાચાર, રાજકોટના અર્વાચીન ગરબામાં હવે સરળતાથી પ્રવેશ નહીં મળે!
રાજકોટના અર્વાચીન ગરબાના આયોજકોએ પાસ માટે આધારકાર્ડ લેવા અને પાસમાં નંબરને બદલે નામ લખવા જાહેરનામું બહાર પાડવા માંગ કરવામાં આવી છે.
Trending Photos
રાજકોટ: રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં નવલી નવરાત્રિનું આગવું મહત્વ છે. ત્યારે નવરાત્રી પહેલા હિન્દૂ જાગરણ મંચ આવ્યું મેદાને આવ્યું છે. અર્વાચીન ગરબાના આયોજનોને લઈને પોલીસ કમિશ્નરને એક રજુઆત કરવામાં આવી છે. અર્વાચીન ગરબાના આયોજકોએ પાસ માટે આધારકાર્ડ લેવા અને પાસમાં નંબરને બદલે નામ લખવા જાહેરનામું બહાર પાડવા માંગ કરવામાં આવી છે.
હિન્દૂ જાગરણ મંચ દ્વારા નવરાત્રી પછી લવ જેહાદના કેસોમાં વધારો થતો હોવાનું એક મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં મંગેશ દેસાઈએ જણાવ્યું હતું કે, અર્વાચીન ગરબામાં વિધર્મીઓને ગરબા લેવા દેવામાં આવે તેનો વિરોધ નથી. પરંતુ હિન્દૂ યુવતીઓને ખબર પડે કે તેની સાથે ગરબા લેનાર કોણ છે તેવો ઉદ્દેશ છે.
મહત્વનું છે કે, નવરાત્રિને આડે હવે થોડા જ દિવસો બાકી છે ત્યારે નવરાત્રિ પહેલા હિન્દુ જાગરણ મંચ મેદાને આવ્યું છે. હિન્દુ જાગરણ મંચ દ્વારા અર્વાચીન રસોત્સવને લઈ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરને રજુઆત કરવામાં આવી છે. અર્વાચીન રસોત્સવના આયોજકોએ ખેલૈયા અથવા જોવા માટે આવતા લોકોના પાસ માટે આધારકાર્ડ લેવા અને પાસમાં નંબરને બદલે નામ લખવા જાહેરનામું બહાર પાડવા માંગ કરવામાં આવી છે.
આ તકે હિન્દુ જાગરણ મંચના સંયોજક મંગેશ દેસાઇએ જણાવ્યુ હતું કે નવરાત્રી પછી લવ જેહાદના કેસોમાં વધારો થતો જોવા મળે છે. અર્વાચીન રસોત્સવમાં વિધર્મીઓને ગરબા લેવા દેવામાં આવે તેનો વિરોધ નથી. પરંતુ હિન્દૂ યુવતીઓને ખબર પડે કે તેની સાથે ગરબા લેનાર કોણ છે તેવો અમારો ઉદ્દેશ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે