રાજકોટ: પતિ દારૂ પીને ધરાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો, સસરાએ કહ્યું, 'રૂપિયા વાળાના સંતાનો દારૂ પીવે તેમાં કોઈ મોટી વાત નથી'

પીડિયા પરિણીતાને લગ્ન જીવનને 12 વર્ષ થયાં છે. બે સગીર દીકરીઓ છે ત્યારે પતિ ભાવેશ રંગાણી સગીર દીકરીઓની હાજરીમાં જ પત્ની પાસે સેક્સની માંગણી કરતો હોવાનો આરોપ લગાવ્યો છે. 

રાજકોટ: પતિ દારૂ પીને ધરાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો, સસરાએ કહ્યું, 'રૂપિયા વાળાના સંતાનો દારૂ પીવે તેમાં કોઈ મોટી વાત નથી'

ગૌરવ દવે/રાજકોટ: શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતી પરિણીતાએ પતિ દારૂના નશામાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હોવાની પોલીસમાં રાવ કરી છે. પીડિયા પરિણીતાને લગ્ન જીવનને 12 વર્ષ થયાં છે. બે સગીર દીકરીઓ છે ત્યારે પતિ ભાવેશ રંગાણી સગીર દીકરીઓની હાજરીમાં જ પત્ની પાસે સેક્સની માંગણી કરતો હોવાનો આરોપ લગાવ્યો છે. 

પરિણીતાનું કહેવું છે કે, પતિ ભાવેશને દેણું વધી જતા ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. મકાન વેંચીને રૂપિયાનું દેણું ચૂકતે કર્યું હતું. જોકે દારૂની લત એટલે હદે લાગી હતી કે પતિ ભાવેશ દારૂ પી સોશ્યલ મીડિયામાં ન્યૂડ વીડિયો જોતો હતો અને પત્ની પાસે સંતાનોની હાજરીમાં જ સેક્સની માંગણી કરતો હતો. 

પીડિતાએ વધુમાં જણાવ્યું હતું કે, બન્ને દીકરીની હાજરીમાં જાહેરમાં શૌચક્રિયા કરી લેતો જેને કારણે દીકરીઓ પણ આવું શીખતી હતી. દીકરીઓની હાજરીમાં પરિણીતાને ફરજીયાત સાથે સેક્સ કરવા દબાણ કરતો હતો. 

પરિણીતાએ સસરાને જાણ કરતા સસરાએ કહ્યું હતું કે, રૂપિયા વાળાના સંતાનો દારૂ પીવે તેમાં કોઈ મોટી વાત નથી. જોકે પરિણીતાને ત્રણ દિવસ ઘરમાં પુરીને માર મારવામાં આવ્યો હતો અને ગોંધી રાખી હોવાની પોલીસને ફરિયાદ મળતા બી ડિવિઝન પોલીસે પીડિતાને મુક્ત કરાવી હતી. ઘરમાંથી પોલીસને દારૂની ખાલી બોટલો મળી હતી. જેથી ભાવેશ રંગાણી દારૂ પીતો હોવાની પોલીસ પાસે કબૂલાત આપી હતી. 

પીડિતા મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવવા ગઈ હતી ત્યારે બેલીમ મેડમ નામના પોલીસ કર્મીએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અચરવાના ગુનો નોંધવાની ના પાડી દીધી હતી અને માત્ર માનસિક ત્રાસનું ફરિયાદ નોંધવાનું કહ્યું હતું. જોકે હવે પીડિતાને પોલીસ ક્યારે ન્યાય અપાવે છે તે જોવું રહ્યું..
 

Trending news