સાવધાન! ભીષણ 'ભૂકંપ-વાવાઝોડા' માટે તૈયાર રહો; આજે 4500000 માઈલની ઝડપથી ધરતી તરફ આવી રહ્યા છે 2 જોખમ?
અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ એકવાર ફરીથી 2 એસ્ટેરોઈડના ધરતી સાથે ટકરાવવા અંગે એલર્ટ જાહેર કર્યું છે. જો કે તેનાથી ધરતીને કોઈ જોખમ નથી. પરંતુ વૈજ્ઞાનિકોએ કેટલીક ઘટનાઓ ઘટવાની આશંકા વ્યક્ત કરી છે.
Trending Photos
Asteroids Earth Collision: ધરતી પર છેલ્લા ઘણા દિવસથી એસ્ટ્રોઈડનો જાણે ખુબ વરસાદ થઈ રહ્યો છે. અવારનવાર કોઈને કોઈ એસ્ટોરોઈડ ધરતી તરફ આવે છે અને વૈજ્ઞાનિકોને જોખમ મહેસૂસ થવા લાગે છે. એકવાર ફરીથી 2 એસ્ટેરોઈડ ધરતી તરફ આગળ વધી રહ્યા છે. આજે 24 સપ્ટેમ્બરની રાતે બંને એસ્ટેરોઈડ ધરતીની ખુબ નજીકથી પસાર થશે. જો કે બંને ધરતી સાથે અથડાય એવી શક્યતા ખુબ ઓછી છે. પરંતુ આમ છતાં વૈજ્ઞાનિકોએ તેમના ધરતીની નજીકથી પસાર થવા પર કંપન મહેસૂસ થવા, ભૂકંપ-તોફાન જેવી ઘટનાઓ ઘટવાની આશંકા વ્યક્ત કરી છે. આ એસ્ટેરોઈડ ધરતી પાસેથી પસાર થતો જોઈ પણ શકાય છે.
સ્પેશિયલ દૂરબીનથી જોઈ શકાય
ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ મુજબ એક એસ્ટેરોઈડનું નામ 2024 RO11 છે જે લગભગ 120 ફૂટનો છે અને તે લગભગ 4580000 માઈલની ઝડપે ધરતી તરફ આવી રહ્યો છે. બીજા એસ્ટેરોઈડનું નામ 2020GE છે જે લગભગ 26 ફૂટનો છે અને આશરે 410000 માઈલની ઝડપથી ધરતી નજીકથી પસાર થશે. આ અંતર પૃથ્વી અને ચંદ્રમા વચ્ચેના અંતરથી થોડું વધુ છે. નાસાની જેટ પ્રોપલ્શન લેબ આ એસ્ટેરોઈડ પર નજર રાખી રહી છે. જો કે બંને એસ્ટેરોઈડથી ધરતીને કોઈ જોખમ નથી, પરંતુ સ્પેશિયલ દૂરબીનથી લોકો તેની એક ઝલક જોઈ શકે છે. કાલે 25 સપ્ટેમ્બરની રાતે પણ એક એસ્ટેરોઈડ 2024 RK7 ધરતી પાસેથી પસાર થશે અને તે લગભગ 100 ફૂટ વ્યાસનો છે.
Two peanut-shaped asteroids in one month?
That begs the question... How many peanut-shaped asteroids does it take to qualify as a peanut gallery??
More on 2024ON, which safely flew past Earth on Tuesday: https://t.co/WjOqOxAYxG https://t.co/lTenZhZ7Mh pic.twitter.com/v1jgtxJqkM
— NASA JPL (@NASAJPL) September 18, 2024
It’s a bird, it’s a plane, it’s a… peanut? 🥜
This nutty asteroid is about as long as the Eiffel Tower is tall. It was imaged by our Goldstone radar as it safely passed Earth at a distance of 2.8M miles (4.6M km). https://t.co/66hy0ehsPe
(P.S. it's #NationalPeanutDay!) pic.twitter.com/WlxoIFx2IM
— NASA JPL (@NASAJPL) September 13, 2024
શું છે આ એસ્ટેરોઈડ અને કેવી રીતે બને છે?
અત્રે જણાવવાનું કે એસ્ટેરોઈડ ધાતુ અને ખનિજ પદાર્થોનું મિશ્રણ હોય છે અને પથ્થર જેવા દેખાય છે. એસ્ટેરોઈડ ગ્રહોની પરિક્રમા કરતા રહે છે. કેટલાક એસ્ટેરોઈડ ધરતીની નજીકથી પસાર થાય છે તો કેટલાક ફરતા ફરતા ધરતીના વાયુમંડળમાં આવી જાય છે અને ત્યારે તેને ઉલ્કાપિંડ કહેવામાં આવે છે અને લોકો તેને નરી આંખે જોઈ પણ શકે છે. આ ઉલ્કાપિંડોને આકાશમાં ચમકતી રોશની તરીકે જોઈ શકાય છે. એસ્ટેરોઈડ સૌર મંડળના અવશેષ છે જે 4.6 બિલિયન વર્ષ પહેલા બની ગયા હતા. જ્યારે ગ્રહો પોતાના આકારમાં આવી રહ્યા હતા ત્યારે માટી અને ગેસના કણ પરસ્પર ટકરાઈને ગ્રહોના નાના નાના ટુકડા બની ગયા જેને એસ્ટેરોઈડ કહે છે. મોટાભાગના એસ્ટેરોઈડ બૃહસ્પતિ ગ્રહના બેલ્ટમાં રહે છે, જેની ગ્રેવિટીએ આ એસ્ટેરોઈડને ગ્રહ બનવા દીધા નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે