રાજકોટમાં ચોરી કરતી નેપાળી ગેંગ પકડાઈ, મુખ્ય આરોપીએ સાથીઓને નેપાળથી બોલાવ્યા હતા

રાજકોટ શહેરમાં દિવસેને દિવસે ઘરફોડ ચોરીના બનાવો (crime news) વધી રહ્યા છે. હવે શહરમાં સામાન્ય જનતાના તો ઠીક પરંતુ અધિકારીઓના ઘર પણ સલામત નથી રહ્યા. ચાર દિવસ પહેલા રાજકોટના પૂર્વ અધિક કલેક્ટરના બંગલામાં ચોરીનો બનાવ બન્યો હતો. તસ્કરો ચોરી કરી ઘરમાંથી રૂ. 3.10 લાખના સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ ચોરી ગયા હતા. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર મામલે ચોરી કરનાર નેપાળી ગેંગની ધરપકડ કરી તમામ મુદ્દામાલ કબજે કર્યો છે. 
રાજકોટમાં ચોરી કરતી નેપાળી ગેંગ પકડાઈ, મુખ્ય આરોપીએ સાથીઓને નેપાળથી બોલાવ્યા હતા

નવનીત લશ્કરી/રાજકોટ :રાજકોટ શહેરમાં દિવસેને દિવસે ઘરફોડ ચોરીના બનાવો (crime news) વધી રહ્યા છે. હવે શહરમાં સામાન્ય જનતાના તો ઠીક પરંતુ અધિકારીઓના ઘર પણ સલામત નથી રહ્યા. ચાર દિવસ પહેલા રાજકોટના પૂર્વ અધિક કલેક્ટરના બંગલામાં ચોરીનો બનાવ બન્યો હતો. તસ્કરો ચોરી કરી ઘરમાંથી રૂ. 3.10 લાખના સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ ચોરી ગયા હતા. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર મામલે ચોરી કરનાર નેપાળી ગેંગની ધરપકડ કરી તમામ મુદ્દામાલ કબજે કર્યો છે. 

રાજકોટ શહેરમાં દિવાળીના તહેવારો નજીક આવતાની સાથે જ તસ્કરોને મોકળુ મેદાન મળી જાય છે. શહેર પોલીસની મોટી મોટી નાઈટ પેટ્રોલિંગની વાતો વચ્ચે ગત 24 ઓક્ટોબરે ચોરીનો બનાવ સામે આવ્યો હતો. શહેરમાં 24 ઓક્ટોબરના રોજ બે ઘરફોડ ચોરીના બનાવો શહેરમાં બન્યા હતા. જેમાં પ્રથમ વૈશાલીનગરના મકાનમાં તસ્કરોએ રૂ.1.5 લાખનો હાથ ફેરો કર્યા બાદ રાજકોટમાં અગાઉ અધિક કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂકેલા પરિમલ પંડ્યાના એરપોર્ટ રોડ પર આવેલા બંગલામાં ત્રાટક્યા હતા. જ્યાં સોના-ચાંદીના 3.10 લાખના દાગીનાની ચોરી કરી હતી. જો કે અધિકારીના ઘરના સભ્ય વહેલી સવારે આવી જતા અને બૂમ પાડતા તસ્કરો દીવાલ કૂદી ભાગી ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરતાં કાફલો દોડતી થઈ હતી અને અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરાઈ હતી. પોલીસને શંકા હતી કે આ ચોરીમાં નેપાળી ગેંગ સામેલ છે. જે બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી કે, ચોરીમાં સંડોવાયેલ શખ્સો નેપાળ ભગવાની પેરવીમાં છે. આરોપીઓ ભાગે તે પહેલા 6 સભ્યોને ઝડપી લીધા હતા. પોલીસે આ શખ્સો પાસેથી ચોરી કરેલ મુદ્દામાલ કબ્જે કર્યો છે. 

પોલીસના જણાવ્યા પ્રમાણે, ચોરીમાં સંડોવાયેલ શખ્સો મૂળ નેપાળના છે. જેમાથી વિક્કીસિંગ નામનો શખ્સ શહેરના રૈયા રોડ પર રહી કામ કરે છે. તેણે જ વૈશાલી નગર અને એરપોર્ટ રોડ પરના પૂર્વ અધિક કલેક્ટરના બંગલાની રેકી કરી હતી. વિક્કીસિંગે જ સંજય ઉર્ફે અમરસિંગ પરિયાર, નામરાજ ઢોલી અને મનોજને નેપાળથી ચોરી કરવા માટે જ એક સપ્તાહ પહેલા બોલાવ્યા હતા. ત્યાર બાદ સંજયે સમગ્ર ચોરીનો પ્લાન ઘડ્યો હતો. આરોપી મુખ્ય સૂત્રધાર સંજય પરિયાર અગાઉ પણ તાલુકા પોલીસ મથકમાં ચોરીના જ ગુનામાં ઝડપાઇ ચૂક્યો છે. પોલીસે આ નેપાળી ગેંગ પાસેથી ચોરી કરેલ સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂ. 4 લાખ 63 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.  

હાલ તો પોલીસે નેપાળી ગેંગના 6 સભ્યોની ધરપકડ કરી છે. આ ગેંગે શહેરમાં અન્ય કોઈ સ્થળ પર ચોરી અંજામ આપ્યો છે કે કેમ તે અંગે પૂછપરછ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news