રાજકોટના ધમધમતા વિસ્તારમાં બની મોટી દુર્ઘટના, યાજ્ઞિક રોડ પર કોમ્પ્લેક્સની છત ધરાશાયી, ફસાયેલાને કાટમાળમાંથી બહાર કઢાયા

દિવાળીની ધોમ ખરીદી વચ્ચે રાજકોટમાં મોટી દુર્ઘટના બની છે. રાજકોટના હાર્દ સમા ગણાતા યાક્ષિક રોડ પર એક કોમ્પ્લેક્સનો સ્લેબ તૂટી પડવાની ઘટના બીન છે. જેની નીચે અનેક દુકાનો દબાઈ ગઈ છે. ત્યારે આ દુકાનોની અંદરના અનેક માણસો ફસાયાની આશંકા છે. 

Updated By: Oct 28, 2021, 03:13 PM IST
રાજકોટના ધમધમતા વિસ્તારમાં બની મોટી દુર્ઘટના, યાજ્ઞિક રોડ પર કોમ્પ્લેક્સની છત ધરાશાયી, ફસાયેલાને કાટમાળમાંથી બહાર કઢાયા

ગૌરવ દવે/રાજકોટ :દિવાળીની ધોમ ખરીદી વચ્ચે રાજકોટમાં મોટી દુર્ઘટના બની છે. રાજકોટના હાર્દ સમા અને ગ્રાહકોથી ધમધમતા યાજ્ઞિક રોડ પર એક કોમ્પ્લેક્સનો સ્લેબ તૂટી પડવાની ઘટના બીન છે. જેની નીચે અનેક દુકાનો દબાઈ ગઈ છે. ત્યારે આ દુકાનોની અંદરના અનેક માણસો ફસાયાની આશંકા છે. ત્યારે હાલ મોટાપાયે રેસ્ક્યૂ કામગીરી શરૂ કરવામાં આવી છે. દુકાનોની અંદરના અનેક લોકો કાટમાળ નીચે દબાયા છે. જેમની બચાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધી પાંચ લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામા આવ્યા છે. કોમ્પ્લેક્સની બહાર મૂકાયેલા વાહનોનો પણ કચ્ચરધાણ નીકળી ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના સૌથી વધુ પ્રખ્યાત યાજ્ઞિક રોડ પર આ ઘટના બની છે. જેમાં જર્જરિત ઈમારતની છત ધરાશાયી થઈ છે. પાંચ વર્ષથી આ જર્જરિત ઈમારતનો એક ભાગ નમી પડ્યો હતો, છતાં કોઈ પગલા લેવાયા ન હતા. બિલ્ડીંગ નમેલી હોવા છતા તેમાં દુકાનો ધમધમતી હતી. હાલ અંદર કેટલા લોકો ફસાયા છે તેની માહિતી સામે આવી નથી, પરંતુ સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડની મદદથી મોટાપાયે રેસ્ક્યૂ કામગીરી ચાલી રહી છે. ઈમારતના કાટમાળ નીચે અનેક વાહનો પણ દબાયા છે. 

આ પણ વાંચો : ગુજરાતીઓના મિની કાશ્મીર સુધી પહોંચવા સરકારે કરી ખાસ સુવિધા, દિવાળીમાં નીકળી પડો

આ ઈમારત એટલી જોખમી રીતે તૂટી પડી છે કે, જોઈને ડર લાગે. છતાં તેમાં દુકાનો ધમધમતી હતી. ઘટના બનતા જ મોટી સંખ્યામાં ટોળા એકઠા થયા હતા. સ્થાનિકો દ્વારા લોકોને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, હજી સુધી કોઈ જાનહાનિ થઈ હોવાનુ સામે આવ્યુ નથી. આ દુર્ઘટનાનો ભોગ બનેલા કૈલેશભાઈ કામદારે જણાવ્યું હતું કે, 2 સેકન્ડનો ફેર પડ્યો, નહિતર મારું મોત નિશ્ચિત હતું. આ છત પડતા ત્યાં પાર્ક કરેલા 7 જેટલા વાહનોને મોટી નુકસાની પહોંચી હતી. જેથી લોકોના જીવ પડીકે બંધાયા હતા. 

ઉલ્લેખનીય છે કે, સમગ્ર મામલે તંત્રની બેદરકારી સામે આવી છે. પાંચ વર્ષથી આ જર્જરિત ઈમારતને નોટિસ આપવા આવી છે, છતા તેને ખાલી કરાવવાની કોઈ તસ્દી તંત્ર દ્વારા લેવામાં આવી ન હતી. ત્યારે સવાલ એ છે કે, ગુજરાતના મહાનગરોમાં સતત આવી ઘટનાઓ વધી રહી છે. સરકારી કર્મચારીઓને માત્ર નોટિસ આપવા માટે જ રાખવામાં આવ્યા છે. તંત્ર કેમ જોખમી ઈમારતોને નોટિસ આપીને ભગવાન ભરોસે મૂકી દે છે. આખરે કેમ આવી ઈમારતોને ખાલી કરાવાતી નથી. શું કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવામાં આવે છે.