મોરબી ફરવા ગયેલા શિવમે આખો પરિવાર ખોયો, માતા-પિતા-ભાઈનો મૃતદેહ જોઈને ધ્રુજી ગયો

Morbi Bridge Tradedy : મોરબી હોનારત બાદ નદી કાંઠે બેસીને પરિવારને શોધતા શિવમ આજે માતા-પિતા અને ભાઈના મૃતદેહોને ઘરમાં જોઈને ધ્રુજી ઉઠ્યો હતો

મોરબી ફરવા ગયેલા શિવમે આખો પરિવાર ખોયો, માતા-પિતા-ભાઈનો મૃતદેહ જોઈને ધ્રુજી ગયો

ગૌરવ દવે/રાજકોટ :મોરબી હોનારત પછી એક બાળકનો વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયો જોઈને કંપારી છુટી જાય. એક બાળક માતાપિતા-ભાઈ સાથે મોરબીના ઝુલતા પુલ પર ગયો હતો. જ્યારે આજે રાજકોટમાં તેના ઘરે તેના સિવાય બાકી ત્રણના મૃતદેહો પાછા આવ્યા. એ બાળક સમજી પણ શક્તો નથી કે શુ થઈ ગયું. મોરબીની દુર્ઘટના રાજકોટના પરમાર પરિવારની છીનવી લઈ ગઈ. રાજકોટના પરમાર પરિવારે ત્રણ સદસ્યો ગુમાવ્યા, જેમની આજે સ્મશાન યાત્રા નીકળી હતી. એક સાથે આખા પરિવારની સ્મશાન યાત્રાથી વાતાવરણમાં ચારેતરફ આક્રંદ છવાયો હતો. રાજકોટના રેલનગર વિસ્તાર આખો હીબકે ચઢ્યો હતો. એક જ પરિવારના ૩ લોકોના મોતથી માતમ છવાયો હતો. સ્મશાન યાત્રામાં મોટી સંખ્યમાં રેલનગરવાસીઓ જોડાયા હતા. 

રાજકોટનાં રેલનગર નજીક આવેલા અવધપાર્ક ખાતે રહેતું શિવમ નામનું બાળક માતા-પિતા અને ભાઈ સહિતના પરિવાર સાથે મોરબી તેના નાનીના ઘરે ફરવા ગયું હતું અને ત્યાંથી બધા ઝૂલતા પુલ ઉપર ફરવા ગયા હતા. દરમિયાન આ દુર્ઘટના બનતાં શિવમનાં માતા સંગીતાબેન, પિતા ભૂપતભાઈ અને ભાઈ વિરાજનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જોકે શિવમનો ચમત્કારિક બચાવ થયો હતો. એક જ પરિવારનામાં પતિ-પત્ની અને પુત્રના મોતથી આજે રાજકોટમાં એકસાથે ત્રણેયની સ્મશાન યાત્રા નીકળી હતી. 

કોના કોના મોત 

  • ભૂપતભાઇ પરમાર, શિવમના પિતા 
  • સંગીતાબેન પરમાર, શિવમના માતા
  • વિરાજ પરમાર 14 વર્ષ, શિવમનો ભાઈ 

માસુમ વ્યથા વર્ણવતા રડી પડ્યો હતો 
માસૂમે પોતાની વ્યથા વર્ણવતા કહ્યું હતું કે, અમે અહીં ફરવા માટે આવ્યા હતા. અમારા પરિવારમાં એક નાનો ભાઈ હતો. મમ્મી- પપ્પા હતો. ફોઈનો છોકરો હતો. મારા મામા હતા, તેમના નાના નાના બે છોકરા હતા. મારા માસા અને માસી સાથે હતા. પુલ પર બધા હાથથી હલાવતા હતા, એટલે બ્રિજ નીચે પડ્યો હતો. બાળકે રડતા આવજે કહ્યું હતું કે, મારા મમ્મી અને પપ્પા પાણીમાં છે, તેમને બચાવી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news