લાશોની લાઈનો, પરિવારોનું હૈયાફાટ રૂદન...રાજકોટમાં 27ના મોતથી હૈયું કંપાવે મૂકે તેવું મંજર

રાજકોટના નાના મૌવા વિસ્તારમાં આવેલા TRP ગેમ ઝોનમાં મોતનું તાંડવ ખેલાયું હતું.  જી હાં...અમદાવાદના TRP મોલમાં આવેલા ગેમ ઝોનના આગના બનાવ બાદ હવે રાજકોટના ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી. જ્યારે આગ લાગી ત્યારે ગેમ ઝોનમાં અનેક બાળકો અને તેમના માતા પિતા હાજર હતા.

લાશોની લાઈનો, પરિવારોનું હૈયાફાટ રૂદન...રાજકોટમાં 27ના મોતથી હૈયું કંપાવે મૂકે તેવું મંજર

Rajkot Gaming Zone: રાજકોટના ગેમ ઝોનમાં નાના ભૂલકાઓ સહિત 24 લોકોના જીવ સાથે રમત રમાઈ. જીહાં...આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કેમ નાના મૌવા રોડ પરના TRP ગેમ ઝોનમાં આગ બાદ ખેલાયેલા મોતના તાંડવમાં અનેક બાળકોને જીવ ખોવાના વારો આવ્યો છે. કોણે ગેમ ઝોનના નામે બાળકોના જીવ સાથે કરી રમત?

— Zee 24 Kalak (@Zee24Kalak) May 25, 2024

રાજકોટના નાના મૌવા વિસ્તારમાં આવેલા TRP ગેમ ઝોનમાં મોતનું તાંડવ ખેલાયું હતું.  જી હાં...અમદાવાદના TRP મોલમાં આવેલા ગેમ ઝોનના આગના બનાવ બાદ હવે રાજકોટના ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી. જ્યારે આગ લાગી ત્યારે ગેમ ઝોનમાં અનેક બાળકો અને તેમના માતા પિતા હાજર હતા. ગેમ ઝોનમાં લાગેલી આગ ગણતરીની મિનિટોમાં જ વિકરાળ બની ગઈ હતી. આગના ધૂમાડા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા. તો ફાયર વિભાગે મેજર કોલ જાહેર કરતા ફાયરની ગાડીઓની ખડકલો થઈ ગયો હતો.

આ પહેલાં પણ અમદાવાદના ગેમ ઝોનમાં આગનો બનાવ બન્યો હતો. બોપલમાં આવેલા TRP મોલમાં ગેમ ઝોન ચાલતું હતુ. જ્યાં ભીષણ આગ લાગતા અફરા તફરી મચી ગઈ હતી. તો બીજી ઘટના રાજકોટમાં બની છે. જ્યાં હવે આગ લાગતા ગેમ ઝોનમાં આગનો બનાવ બન્યો છે. આગ પહેલાં ગેમ ઝોનના બહારના ડોમમાં પડેલા પ્લાયવુડના લાકડાઓમાં લાગી હતી અને આ આગ ગણતરીની મીનિટમાં જ ગેમ ઝોનની અંદર પહોંચી ગઈ હતી.

— Zee 24 Kalak (@Zee24Kalak) May 25, 2024

આગના બનાવ બાદ ગેમ ઝોનની સુરક્ષા સામે સૌથી મોટા સવાલ ઉભા થયા છે. કેમ કે ઝી 24 કલાકે એક પ્રત્યક્ષ દર્શી સાથે વાત કરી છે. આ પ્રત્યક્ષ દર્શી ઋત્વિજભાઈએ જે ખુલાસા કર્યા તે ખૂબ ચોંકાવનારા છે. ઋત્વિજ ભાઈએ દાવો કર્યો કે અંદર કન્ટ્રક્શનનું કામ ચાલુ હતુ. પ્લાયના લાકડાઓમાં આગ લાગી હતી. સુરક્ષાના કોઈ સાધન નહોતા. 30-40 સેકન્ડમાં આખા ગેમઝોનમાં આગ ફેલાઈ ગઈ હતી. રૂમમાં 7 બાળકો હતા, એ આગમાં ફસાઈ ગયા હતા. ગેમ ઝોનમાં 60થી 70 હાજર હતા. માત્ર 2 જ ઈમરજન્સીના ગેટ હતા. એ ઈમરજન્સીના ગેટ પર તાળાં હતા. સુરક્ષા કર્મચારીઓ કોઈને બચાવવા ન રોકાયા. આગ લાગતાં સુરક્ષાકર્મીઓ ભાગી ગયા હતા. ઈમરજન્સીના ગેટ ખુલ્યા હોત તો અનેક જીવ બચી ગયા હોત. 

— Zee 24 Kalak (@Zee24Kalak) May 25, 2024

આ પહેલાં પણ ગેમ ઝોનમાં આગના બનાવો બની ચુક્યા છે ત્યારે હવે રાજકોટના ગેમ ઝોનમાં આગના તાંડવ બાદ હવે તપાસ કરવાનું તંત્ર માત્રને માત્ર નાટક કરી રહ્યુ છે. આખા બનાવ પરથી એ જ સવાલ થાય છે કે જો તંત્ર દ્વારા પહેલા પગલા લેવાયા હોત તો આ ગેમ ઝોન મોતની ગેમ ઝોન ન બની હોત.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news