રાજકોટમાં રાષ્ટ્રધ્વજનું અપમાન કરનારને ZEE 24 કલાકે ઉંધા કરી ત્રિરંગાને આપ્યું સમ્માન

તમને જણાવી દઈએ કે, ZEE 24 કલાક ઉંધા રાષ્ટ્રધ્વજ બતાવી શકે નહીં, જેના કારણે રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવા દ્રશ્યો ઉંધા બતાવ્યા છે.

રાજકોટમાં રાષ્ટ્રધ્વજનું અપમાન કરનારને ZEE 24 કલાકે ઉંધા કરી ત્રિરંગાને આપ્યું સમ્માન

રાજકોટ: રાજ્યમાં હાલ ઠેર ઠેર અમૃત મહોત્સવની ઉજવણીના કાર્યક્રમો ચાલી રહ્યા છે. પરંતુ અમૃત મહોત્સવની ઉજવણીના અતિરેક્તમાં રાષ્ટ્રધ્વજનું અપમાન થઈ રહ્યું છે. રાજકોટમાં રાષ્ટ્રધ્વજનું અપમાન થયાનો એક કિસ્સો સામે આવ્યો છે. આજે રાજકોટ જિલ્લા પંચાયતની આજે સાધારણ સભા મળી હતી. જેમાં વડાપ્રધાન મોદીની યોજના તિરંગો ઉત્સવની પણ ઉજવણી કરવામાં આવી હતી. આજ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં રાષ્ટ્રધ્વજનું અપમાન થયું હતું. તમામ સભ્યોને આપવામાં આવેલા રાષ્ટ્રધ્વજનો બ્રોચ ઉંધો પહેરવામાં આવ્યો હતો. 

તમને જણાવી દઈએ કે, ZEE 24 કલાક ઉંધા રાષ્ટ્રધ્વજ બતાવી શકે નહીં, જેના કારણે રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવા દ્રશ્યો ઉંધા બતાવ્યા છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) August 5, 2022

આ વિશે મળતી માહિતી પ્રમાણે, જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં તમામ સભ્યો અને અધિકારીઓને રાષ્ટ્રધ્વજનો બ્રોચ આપવામાં આવ્યા હતાં. તમામ સભ્યોએ રાષ્ટ્રધ્વજનો બ્રોચ લગાડયા તો હતા, પરંતુ મોટા ભાગના સભ્યોએ ઉંધા બ્રોચ લગાડી રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યુ હતું. આમ છતાં અમુકે તો હસતા મોઢે ફોટા પણ પડાવ્યા હતાં. 

નોંધનીય છે કે, પીએમ નરેન્દ્ર મોદીએ ત્રિરંગા ઉત્સવ અંતર્ગત હર ઘર રાષ્ટ્રધ્વજ યોજનાને આવકારવા પોતાની રીતે આપવામાં આવેલા રાષ્ટ્રધ્વજનો બ્રોચ લગાડયા હતાં. પરંતુ સભ્યોને રાષ્ટ્રધ્વજ કેમ ફરકાવવામાં આવે તેની જાણ સુદ્ધા નથી. આ ઘટનામાં મોટા ભાગના સભ્યોએ રાષ્ટ્રધ્વજના બેઝને ઉંધા પહેર્યા હતાં. એટલું જ નહીં, કંઈક મોટું કામ કર્યું હોય તે રીતે સભ્યોએ હસતા મોઢે ઉંધા લગાડેલા રાષ્ટ્રધ્વજને દર્શાવી ફોટોસેશન કરાવતા નજરે ચડ્યા હતા.

નોંધનીય છે કે, જિલ્લા પંચાયતના કુલ 36 સભ્યોમાંથી 25% અર્થાત 9 સભ્યો ઊંધા ફ્લેગ બેઝ લટકાવી 'ત્રિરંગા'નું સન્માન ચુકી ગયા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news