રાજકોટમાં ખાણીપીણીના શોખીનો સાવધાન, આરોગ્ય વિભાગના ચેકિંગમાં વાસી શ્રીખંડ મળ્યો

રાજકોટ શહેર ખાણીપીણી માટે પ્રખ્યાત છે. પરંતુ આ ખાણીપીણી જ ક્યાંક આરોગ્યને નુકસાન નોતરી શકે છે. રાજકોટમાં કેટલાક ખાણીપીણી પર આરોગ્યને જોખમી વસ્તુઓ વેચાઈ રહી છે, અને લોકો તેની જાણ બહાર તેને ખાઈ પણ રહ્યાં છે. રાજકોટમાં આરોગ્ય વિભાગના ચેકિંગમાં વાસી શ્રીખંડ, વાસી ચટણી અને વાસી પપૈયાનો સાંભારો મળી આવ્યો છે. 
રાજકોટમાં ખાણીપીણીના શોખીનો સાવધાન, આરોગ્ય વિભાગના ચેકિંગમાં વાસી શ્રીખંડ મળ્યો

ઝી મીડિયા/બ્યૂરો :રાજકોટ શહેર ખાણીપીણી માટે પ્રખ્યાત છે. પરંતુ આ ખાણીપીણી જ ક્યાંક આરોગ્યને નુકસાન નોતરી શકે છે. રાજકોટમાં કેટલાક ખાણીપીણી પર આરોગ્યને જોખમી વસ્તુઓ વેચાઈ રહી છે, અને લોકો તેની જાણ બહાર તેને ખાઈ પણ રહ્યાં છે. રાજકોટમાં આરોગ્ય વિભાગના ચેકિંગમાં વાસી શ્રીખંડ, વાસી ચટણી અને વાસી પપૈયાનો સાંભારો મળી આવ્યો છે. 

દરોડામાં વાસી શ્રીખંડ મળ્યો 
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મેગા ચેકિંગ હાથ ધરાયુ હતું. જેમાં ઈંડાનુ વેચાણ કરતી રેકડીઓ તથા ફરસાણની દુકાનો પર ચેકિંગ કરવામાં આવ્યુ હતું. કૃષ્ણનગર મેઇન રોડ, જામનગર રોડ પર આવેલી ભાગ્યલક્ષ્મી ફરસાણ માર્ટના દરોડામાં વાસી વસ્તુઓ હાથ લાગી હતી. અધિકારીઓએ 6 કિલો વાસી શ્રીખંડ, 4 કિલો લીલી ચટણી, 2 કિલો પપૈયાનો વાસી સંભારો તપાસી હતી, જે આરોગ્ય માટે નુકસાનકારક હતી. આરોગ્ય વિભાગ દ્વારા તમામ વાસી વસ્તઓનો નાશ કરાયો હતો. 

ઈંડાની લારી, ચિકન, અને કેળાના ગોડાઉન પર ચેકિંગ
આ ઉપરાંત ભીલવાસ રોડ, ફુલછાબ ચોક, સદર બજારમાં ઇંડાનું વેચાણ કરતી રેકડીઓમાં ચેકિંગ કરાયુ હતું. 11 ઇંડાની રેકડીઓમાં ચેકિંગ અને કરવામાં આવેલી કાર્યવાહી કરાઈ હતી. આ તમામ રેંકડીઓમાં લાયસન્સ મામલે કાર્યવાહી કરાઈ હતી. આ ઉપરાંત અનેક દુકાનો પરથી વિવિધ ફૂડના નમૂના લેવામાં આવ્યા હતા. ચિકનની દુકાનો પરથી પણ નમૂના લેવામાં આવ્યા છે. આ ઉપરાંત કેળાના ગોડાઉન પર પર સઘન ચેકિંગ હાથ ધરાયુ હતું. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ આ તમામ સેન્ટર પરથી નમૂના લેવાયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news