રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં માર્કેટ યાર્ડ 9 દિવસ બંધ રાખવાનો લેવાયો નિર્ણય, જાણો શું છે મહત્વનું કારણ?

રાજકોટ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રવિવારે ચણા, કપાસ, લસણ, જીરૂ ઘઉં, રાઈ અને રાયડાની મોટા પ્રમાણમાં આવક થઈ હતી, તો ડુંગળીની પણ મોટા પ્રમાણમાં આવક થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં માર્કેટ યાર્ડ 9 દિવસ બંધ રાખવાનો લેવાયો નિર્ણય, જાણો શું છે મહત્વનું કારણ?

ગૌરવ દવે/રાજકોટ: રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં માર્ચ એન્ડીગના કારણે સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ નવ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આગામી 24 માર્ચથી વેકેશન ચાલુ થશે અને 2 એપ્રિલથી યાર્ડ રાબેતા મુજબ શરૂ થશે.

રાજકોટ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રવિવારે ચણા, કપાસ, લસણ, જીરૂ ઘઉં, રાઈ અને રાયડાની મોટા પ્રમાણમાં આવક થઈ હતી, તો ડુંગળીની પણ મોટા પ્રમાણમાં આવક થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની બમ્પર આવકો થઈ રહી છે. 

પરંતુ રાજકોટ, ગોંડલ સહિતના માર્કેટિંગ યાર્ડમાં નવ દિવસ સુધી કામકાજ ઠપ રહેવાના સમાચાર ખેડૂતો માટે મુશ્કેલી વધારી શકાય છે. હવે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેડૂતોને પોતાનું ઉત્પાદન આગામી 24 માર્ચ પહેલા અથવા તો 2 એપ્રિલ પછી યાર્ડમાં લઈ જવું પડશે અને તો જ તેઓ વેચી શકશે.

મહત્વનું છે કે, ગોંડલ માર્કેટિંગ યાર્ડ પણ 24 માર્ચથી 2 એપ્રિલ સુધી બંધ રહેશે. માર્ચના હિસાબ-કિતાબને લઈ માર્કેટયાર્ડ બંધ રાખવામાં આવશે. 2 એપ્રિલથી રાબેતા મુજબ કામગીરી શરૂ થશે. ખેડૂતોને 2 માર્ચથી જણસીઓ લાવવા સૂચના આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news