ઘોર કળિયુગ! અડધી રાત્રે પુત્ર અને પુત્રવધૂના રૂમમાંથી આવતો હતો અવાજ, માતાએ ટકોર કરતા રાક્ષસી દીકરાએ જનેતાની હત્યા કરી

2 દિવસ પહેલા રાત્રિની ઘટના છે. ઘરમાં એવું કંઈક બન્યું અને દીકરો અનુ તેની માતા ચંપાબેનને લાકડાના ધોકા વડે માર મારવા લાગ્યો હતો અને તે ભૂલી ગયો હતો કે તે તેની માતાને માર મારી રહ્યો છે. તે એક રાક્ષક બની ગયો હતો.

ઘોર કળિયુગ! અડધી રાત્રે પુત્ર અને પુત્રવધૂના રૂમમાંથી આવતો હતો અવાજ, માતાએ ટકોર કરતા રાક્ષસી દીકરાએ જનેતાની હત્યા કરી

નરેશ ભાલીયા/જેતપુર: તાલુકામાં સમાજ માટે લાલબત્તી સમાન એક કિસ્સો બન્યો અને આ બનાવને લઈને એક તિરસ્કાર જોવા મળી રહ્યો છે. તાલુકાના બાવવા પીપળીયા ગામમાં એક દીકરાએ તેની વૃદ્ધ માતાને મોતને ઘાટ ઉતારી દીધી છે. આ ઘટનામાં માત્ર અડધી રાત સુધી રૂમમાંથી ટીવીનો અવાજ આવતો હતો, જેથી માતાએ TV જોવાની મનાઈ કરતા ઉશ્કેરાયેલા પુત્ર અનુ માથાસૂરિયા નામના શખ્સે માથાના ભાગે લાકડાના ફટકા મારી પોતાની માતાની હત્યાને અંજામ આપ્યો હતો. હાલ તો પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને હત્યારા પુત્ર વિરુદ્ધ કાર્યવાહી હાથધરી છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, જેતપુરના બાવવા પીપળીયા ગામના રહેવાસી અનુભાઈ નાનજીભાઈ માથાસુરીયા અને તેણે તેમની માતાની હત્યા કરી નાંખી છે. 2 દિવસ પહેલા રાત્રે તેમણે તેની માતાને લાકડાના ધોકા વડે માથાના ભાગે ઘા માર્યા અને ગંભીર રીતે ઘાયલ હાલતમાં રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં તેમની માતા ચંપાબેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેતપુર તાલુકા પોલીસે ચંપાબેનના દીકરા અનુને ઘરપક્કડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે,

No description available.

શુ છે ઘટના? શા માટે એક દીકરાએ માતાને મારી મોતને ઘાટ ઉતારી..
2 દિવસ પહેલા રાત્રિની ઘટના છે. ઘરમાં એવું કંઈક બન્યું અને દીકરો અનુ તેની માતા ચંપાબેનને લાકડાના ધોકા વડે માર મારવા લાગ્યો હતો અને તે ભૂલી ગયો હતો કે તે તેની માતાને માર મારી રહ્યો છે. તે એક રાક્ષક બની ગયો હતો. અનુનું રાક્ષક બનવા પાછળ કોઈ મોટું કારણ ન હતું, તે માત્ર તેની માતાની એક નાની એવી ટકોર હતી. ઘટનાની રાત્રે નરાધમ અનુના દીકરો અને બાળકો મોડે સુધી TV જોઈ રહ્યા હતા, અને મોડી રાત જેવું થઈ ગયું હતું ત્યારે સતત TV જોતા પૌત્રને TV બંધ કરવા કહ્યું કે બહુ મોડી રાત થઈ ગઈ છે અને TV નો અવાજ બંધ કરી સુઈ જાવ.. માતા ચંપાબેને જ્યારે પૌત્રને TV બંધ કરવા જેવી બાબત જણાવી ત્યારે ગુસ્સે ભરાયેલા અનુએ લાકડાના ધોકા વડે માતાને ફટકારી હતી અને ગંભીર રીતે ઘાયલ કરી નાંખી હતી, ત્યારબાદ માતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

કોણ છે હત્યારો પુત્ર અનુ નાનજીભાઈ માથાસૂરિયા
આ ઘટનામાં માતાનો હત્યારો જેતપુર તાલુકાના બાવા પીપળીયા ગામમાં રહે છે, અને તે બે સંતાનોનો પિતા છે. તેણે એક પુત્ર અને એક પુત્રી છે, સાથે તેની માતા પણ રહે છે. આખું કુટુંબ મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. હત્યારા પુત્ર અનુને લઈને એક પરિવારનો આખો માળો વિખાઈ ગયો છે, જેમાં 2 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે અને પુત્ર અનુ માતાની હત્યા માટે જેલમાં જવું પડ્યું છે. 

સામાજિક અધઃ પતન
હાલની પરિસ્થિતિમાં રોજે રોજ એવા સમાચાર આવી રહ્યા છે જેમાં એક બાપના દીકરી ઉપર અત્યાચાર, પત્નીનો પતિ ઉપર અત્યાચાર, પતિની પત્નીની હત્યા અને હવે એક પુત્રના હાથે માતાની હત્યા. રોજે રોજ બનતી આવી ઘટના એ સમાજ માટે લાલ બત્તી સમાન છે, જે બતાવે છે કે સમાજ અધઃપતન તરફ જઈ રહ્યો છે. ત્યારે આપણી સમાજ વ્યવસ્થામાં ઘરખમમ ફેરફાર તે જરૂરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news