RAJKOT: મ્યુકોરમાઇકોસિસની સારવાર માટે ઇન્જેક્શન નહી મળતા, યુવાને સોનુ સુદની મદદ માંગી
Trending Photos
રાજકોટ : ટેક્નોલોજીના સમયમાં સોશિયલ મીડિયાના ફાયદા અને નુકસાન થવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. જો કે જ્યારે સરકારી તંત્ર પણ તમારી મદદ ન કરતું હોય તેવામાં સોશિયલ મીડિયા દ્વારા ટોપના લેવલ સુધી પહોંચવા માટે મદદરૂપ થાય છે. કોડીનારના ડોળાસા ગામના એક યુવકે પોતાના ભાઇની સારવાર માટે 19 લાખ રૂપિયા ખર્ચ્યા છતા મ્યુકોરમાઇકોસિસના ઇન્જેક્શનની જરૂરિયા પેદા થયા બાદ બજારમાં ઉપલબ્ધ ન હોવાથી તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકી હતી.
જેમાં તેણે કલેક્ટર રાજકોટ, સોનુ સુદને ટેગ કર્યા હતા. જેના પગલે કલેક્ટર રેમ્યા મોહને તત્કાલ ઇન્જેક્શનની વ્યવસ્થા સિવિલ હોસ્પિટલમાંથી કરાવી આપી હતી. યુવાને ઇન્જેક્શન મળી ગયા બાદ કલેક્ટરને ટેગ કરીને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. અત્રે નોંધનીય છે કે, ભાવસિંહ ચૌહાણ નામનો વ્યક્તિ 21 એપ્રીલે કોરોનામાંથી સાજો થયો હતો.
રાજય સરકારનો મહત્વનો નિર્ણય, 17 જેટલા શિક્ષકોની તપાસ CID ક્રાઇમને સોપાઇ
જો કે ત્યાર બાદ અચાનક તેને મ્યુકોરમાઇકોસિસ રોગ થઇ જતા રાજકોટની અર્પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. યુવકની સારવાર પાછળ પરિવારે 19 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જો કે મ્યુકોરમાઇકોસિસની સારવાર માટે જરૂરી ઇન્જેક્શન તેમને નહોતા મળી રહ્યા. જેથી આખરે તેના ભાઇએ પોસ્ટ મુકીને મદદ માંગી હતી. જેમાં તેણે રાજકોટ જિલ્લા કલેક્ટર, અભિનેતા સોનુ સુદ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને ટેગ કર્યા હતા.
આ પોસ્ટ બાદ શંકરસિંહ વાઘેલા કે સોનુ સુદ તરફથી કોઇ પ્રતિભાવ મળ્યો નહોતો પરંતુ રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા તત્કાલ કાર્યવાહી કરતા તેમને ઇન્જેક્શન માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં રહેલા નંબરના આધારે સંપર્ક કરી તત્કાલ તેમને ઇન્જેક્શન માટેની વ્યવસ્થા કરી આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે