Gujarat Election 2022: રાજપીપળાના કુંવર માનવેન્દ્રસિંહ ગોહીલનું મોટું નિવેદન, 'હું કોઈ પક્ષ સાથે નથી, માત્ર બાળું શુક્લ સાથે છું'
Gujarat Election 2022: માનવેંદ્રસિંહ ગોહીલે ગતરોજ રાવપુરા વિધાનસભા ભાજપ કાર્યાલય પહોંચી પૂર્વ સાંસદ અને હાલના ઉમેદવાર બાળુ શુકલની શુભેચ્છા પાઠવી હતી અને મીડિયા સાથે વાત કરતા ભાજપના બાળું શુક્લ એ કિન્નરો અને ટ્રાન્સજેન્ડરનો સપોર્ટ જાહેર કર્યો છે.
Trending Photos
Gujarat Election 2022, જયેશ દોશી, નર્મદા: રાજપીપળાના કુંવર અને રાજવી પરિવારના સભ્ય એવા માનવેંદ્રસિંહ ગોહીલે ગતરોજ રાવપુરા વિધાનસભા ભાજપ કાર્યાલય પહોંચી પૂર્વ સાંસદ અને હાલના ઉમેદવાર બાળુ શુકલની શુભેચ્છા પાઠવી હતી અને મીડિયા સાથે વાત કરતા ભાજપના બાળું શુક્લ એ કિન્નરો અને ટ્રાન્સજેન્ડરનો સપોર્ટ જાહેર કર્યો છે.
મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગર્વથી કહું છું, ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટીને પ્લેટફોર્મ મળવા બદલ બાળુ શુક્લના અથાગ પ્રયાસોનો સિંહફાળો છે. જેના આશીર્વાદ તેમને મળી રહ્યા છે. તેમના પ્રયાસો થકી અમને ભારતના નાગરિક તરીકે મતદાનનો અધિકાર મળ્યો છે. વડોદરા ભારતનું પ્રથમ શહેર છે. જ્યાં ગરિમા ગૃહ એટલે કે ટ્રાન્સજેન્ડર શેલ્ટર હોમનું નિર્માણ થયું છે. બાકીના પ્રશ્નોનું નિરાકરણ પણ તેઓ વહેલી તકે કરશે.
આ પણ વીડિયો જુઓ
જોકે એમને એમ પણ જણાવ્યું હતું કે, મેં કોઈ પક્ષ સાથે નથી, માત્ર બાળું શુક્લ સાથે છું અને વડોદરામાં કિન્નરો અને ટ્રાન્સજેન્ડર જે સમુદાયમાં છે, જેવો એ ખુલ્લા મત બાળું શુક્લને આપશે અને હજુ અમારી જે માંગ છે જે ગુજરાત રાજ્યમાં કિન્નર સમાજ સાથે સારો વ્યવહાર નથી થઈ રહ્યો અને જે કિન્નર સમાજ છે, એમના શિક્ષણ રોજગાર, સ્વાસ્થ જેવા હોઈ મહત્વના કામો નથી થઇ રહ્યા. જેને કારણે અમે કોઈ પણ સંજોગો અમે ટ્રાન્સજેન્ડર અને કિન્નરો સીધો સપોર્ટ કરીશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે