Rajpipla News

રાજપીપળામાં ખાંડા સાથે પરણી રાજપુતાણી, પ્રથાને અમર રાખવા આપ્યું અનોખું બલીદાન
Dec 12,2021, 22:46 PM IST
રાજપીપળામાં પેવર બ્લોકના ખાતમુહૂર્તમાં સાંસદ સભ્ય - પાલિકા સભ્ય વચ્ચે શાબ્દિક ટપાટપી
  નગરપાલિકા વિસ્તારમાં રાજેન્દ્રનગર સોસાયટીમાં 2.8 કરોડના ખર્ચે પેવર બ્લોક નખાવવાની કામગીરીનું બે દિવસ પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતં. જેનો વિરોધ સ્થાનિકો કરી રહ્યા છે. પેવર બ્લોક નંખાશે તો ઘરોમાં પાણી ભરાશે તેવી સ્થાનિકોમાં દહેશત છે. જો કે વિરોધ વચ્ચે આજે શનિવારે પાલિકાતંત્ર ઉપરાંત સાંસદ પુનમ માડમ, મનસુખ વસાવા દ્વારા ખાતમુહર્તના કામ કરતા બધા રાજેન્દ્રનગર સોસાયટીમાં એકત્ર થયા હતા. જેમાં રાજપીપળા નગરપાલિકાના અપક્ષ કોર્પોરેટર મહેશ વસાવાએ અમને જાણ કેમ ન કરવામાં આવી તે બાબતે વિરોધ કરતા સાંસદ મનસુખ વસાવા રોષે ભરાયા હતા. ત્યાર બાદ બંન્ને વચ્ચે ઉગ્ર શાબ્દિક ટપાટપી પણ થઇ હતી. 
Oct 10,2020, 21:15 PM IST
ડેડીયાપાડામાં જંગલ ખેડવા મુદ્દે ફોરેસ્ટ, શાકવા અને કોલીવાડા ગામના લોકોમાં માથાકુટ
Sep 3,2020, 17:29 PM IST
રાજપીપળામાં દબાણ હટાવવા મુદ્દે સ્થાનિકોનાં બદલે બે અધિકારીઓ વચ્ચે બોલાચાલી
ગુજરાત હાઇકોર્ટનાં આદેશ બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસનાં વિસ્તારો કેવડિયા, વગાડીયા, નવાગામ, લીંમડી સહિતનાં વિસ્તારોમાં દબાણો હટાવવાની કામગીરી તંત્ર દ્વારા ચાલુ કરવામાં આવી છે. જેની કામગીરી દરમિયાન સ્થાનિકોનાં બદલે સરકારી અધિકારીઓ વચ્ચે જ બોલાચાલી થઇ ગઇ હતી. ડેપ્યુટી કલેક્ટર નિલેશ દુબે તથા ગરુડેશ્વરનાં નાયબ મામલતદાર મેહુલ વસાવા વચ્ચે બે દિવસ પહેલા બોલાચાલી થઇ હતી. જેનો વીડિયો વાઇરલ થયો હતો. નાયબ મામલતદાર મેહુલ વસાવાએ ડેપ્યુટી કલેક્ટર દ્વારા અયોગ્ય વર્તન થયાનાં આક્ષેપ સાથે જિલ્લા પોલીસ વડાને લેખિત રજુઆત કરી છે. ઉપરાંત તમામ નાયબ મામલતદારો દ્વારા ડેપ્યુટી કલેક્ટર સામે પગલા ભરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન આપવાની સાથે ડેપ્યુટી કલેક્ટરનો ભારે વિરોધ કર્યો હતો. 
Feb 3,2020, 23:47 PM IST

Trending news