ક્ષત્રિય રાજપૂત સમાજની મહિલાઓએ બોલાવી તલવાર રાસ-ગરબાની રમઝટ

 આ બહેનો છેલ્લા ઘણા દિવસથી નિયમીત તલવાર રાસની તૈયારી કરી રહી છે તેથી તલવાર રાસ નિહાળવા લોકોને ઉમટી પડ્યા હતા સાથે સાથે ક્ષત્રિય રાજપૂત સમાજની બહેનો દ્વારા માતાજી ગરબી તેમજ નાની બાળાઓ દ્વારા માતાજીનાં જુદા-જુદા સ્વરૂપ જોવા મળ્યા હતા.

ક્ષત્રિય રાજપૂત સમાજની મહિલાઓએ બોલાવી તલવાર રાસ-ગરબાની રમઝટ

ભાવનગર: ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં આવેલા અખિલેશ સર્કલ પાસે ભોલાનાથ સોસાયટી ખાતે નવરાત્રી દરમિયાન રાત્રીના સમયે ક્ષત્રિય રાજપૂત સમાજની બહેનો દ્વારા તલવાર રાસ રજુ કરવામાં આવ્યા હતા. આ બહેનો છેલ્લા ઘણા દિવસથી નિયમીત તલવાર રાસની તૈયારી કરી રહી છે તેથી તલવાર રાસ નિહાળવા લોકોને ઉમટી પડ્યા હતા સાથે સાથે ક્ષત્રિય રાજપૂત સમાજની બહેનો દ્વારા માતાજી ગરબી તેમજ નાની બાળાઓ દ્વારા માતાજીનાં જુદા-જુદા સ્વરૂપ જોવા મળ્યા હતા.

હિન્દુ ધર્મમાં માતાજીના નવલા નોરતાનુ ખુબ જ મહત્વ રહેલુ છે અને નવરાત્રી નવ દિવસ માતાજી પૂજા-અર્ચના સાથે રાસ-ગરબા રમવામાં આવતા હોય છે. ભાવનગર શહેર અને જિલ્લામાં હાલ ઠેર- ઠેર નવરાત્રિમાં રાસ-ગરબાના કાર્યક્રમ થયા છે, જેમાં શહેરના શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલ અખિલેશ સર્કલ પાસે ભોલાનાથ સોસાયટીમાં સમાજની બહેનો માટે તેમજ આ વિસ્તારની મહિલાઓ માટે તલવાર રાસ-ગરબાનુ સુંદર આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં માતાજીના ગીત પર યુવતી અને મહિલાઓ તલવાર રાસ-ગરબાની રમઝટ બોલાવતી હોય છે.
 
બહેનોની સુરક્ષા અને બહેનોને દુર રાસ-ગરબા રમવા ન જવુ પડે તેવા હેતુથી પ્રથમવાર રાસ-ગરબાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ અને પ્રથમ વર્ષથી જ ખુબ મોટી સંખ્યામાં બહેનો અહી રાસ-ગરબા રમવા આવે છે. બહેનોની સુરક્ષાનુ ખાસ ધ્યાન રાખવામાં આવે છે તેથી પુરૂષોને અંદર પ્રવેશ આપવામાં આવતો નથી. તેમજ નવરાત્રીની શરૂઆત માતાજીની આરતીથી કરવામાં આવે છે અને ત્યારબાદ રાસ-ગરબાનો ધમધમાટ શરૂ થાય છે. 

જેમાં નવરાત્રીના શરૂઆતના એક-બે દિવસ બહેનોની સંખ્યા ઓછી હોય છે પરંતુ ત્યારબાદ પ૦૦-૬૦૦ બાળા, યુવતી, મહિલાઓ રાસ-ગરબા રમવા આવે છે અને માતાજીના ગીતો પર ગરબા રમવાનો આનંદ માણે છે. ઉલ્લેખનીય છે કે, નવરાત્રીમાં જેમ જેમ દિવસ પસાર થતા જાય છે તેમ તેમ દરેક સ્થળે રાસ-ગરબા આયોજનમાં બહેનોની સંખ્યા વધી રહી છે અને કુમ કુમના પગલા પડયા…માડીના હેત ભર્યા…જોવા લોકો ટોળે વળ્યાં રે…વગેરે માતાજીના ગીતો પર બહેનો ઉત્સાહભેર રાસ-ગરબા રમતી નજરે પડી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news