પરપ્રાંતીઓને વતન મોકલવાના બહારે નકલી ટોકનનું કૌભાંડ રામોલ પોલીસે ઝડપ્યુ, લોકડાઉનનો લાભ લઈ ઠગાઇ

દેશભરમાં કોરોના મહામારીને પગલે અનેક લોકો ચિંતામાં મુકાયા છે. જેને પગલે અનેક પર પ્રાંતીયો હવે પોતાના વતનમાં જવાનું મન બનાવી લઈ હજારોની સંખ્યામાં લોકો પલાયન થઈ રહ્યા છે. ખાસ કરી બિહાર, ઉત્તરપ્રદેશ , મધ્યપ્રદેશ અને ઝારખંડ સહિત અન્ય રાજ્યોના શ્રમિકો મહોલના પગલે પોતના વતન જવા કઈ પણ કરી રહ્યા છે. પછી ભલે લાંબી લાઈનોમાં ઉભા રહેવું.
પરપ્રાંતીઓને વતન મોકલવાના બહારે નકલી ટોકનનું કૌભાંડ રામોલ પોલીસે ઝડપ્યુ, લોકડાઉનનો  લાભ લઈ ઠગાઇ

મૌલિક ધામેચા / અમદાવાદ: દેશભરમાં કોરોના મહામારીને પગલે અનેક લોકો ચિંતામાં મુકાયા છે. જેને પગલે અનેક પર પ્રાંતીયો હવે પોતાના વતનમાં જવાનું મન બનાવી લઈ હજારોની સંખ્યામાં લોકો પલાયન થઈ રહ્યા છે. ખાસ કરી બિહાર, ઉત્તરપ્રદેશ , મધ્યપ્રદેશ અને ઝારખંડ સહિત અન્ય રાજ્યોના શ્રમિકો મહોલના પગલે પોતના વતન જવા કઈ પણ કરી રહ્યા છે. પછી ભલે લાંબી લાઈનોમાં ઉભા રહેવું.

જમવા કે પાણી માટે પણ ફાંફા મારવા પડે તેમ છતાં પોતાના  વતન જવા ઈચ્છી રહ્યા છે. ત્યારે આવા સમયે પણ કેટલાક લોકો પરપ્રાંતીયો ની  મજબૂરીનો ફાયદો ઉપાડી છેતરપીંડી કરી રહ્યાં છે. આવી જ એક ટોળકીના ત્રણ શખ્સોની  રામોલ પોલીસે ધરપકડ કરી છે, અને આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે આ ત્રણેય આરોપીઓએ અત્યાર સુધી 3 લાખના બનાવટી ટોકન આપી કૌભાંડ આચરી ચુક્યા છે.

મહત્વનું છે કે આ શખ્સોએ  શ્રમિકોને વતનમાં મોકલવા ઉત્તર ભારતીય વિકાસ પરિષદ નામની સંસ્થા ના નામે નકલી ટોકન આપી રૂપિયા પડવાનો ધંધો શરૂ કરી દીધો હતો. જેને પગલે  પોલીસે આરોપી સંજય મિશ્રા, આદિત્ય શુકલા અને અશોક સિંહ રાજપૂત નામના 3 લોકોની ધરપકડ કરી 25 હજાર કબ્જે કરી  વધુ કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news