Vapi : બિહારથી આવેલા ટીનેજર 9 વર્ષની દીકરી સાથે કર્યું રાક્ષસી કૃત્ય, વાંચીને કઠણ કાળજાના પણ ફફડી જશે

વાપી (Vapi) ટાઉનના એક વિસ્તારમાં ધોરણ-4માં અભ્યાસ કરતી 9 વર્ષીય બાળકીની હત્યાની ઘટના બનતા આખા વિસ્તારમાં ચકચાર જામી છે. આ બાળકીનો મૃતદેહ શુક્રવારે બપોરે ઘરમાં જ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.

Vapi : બિહારથી આવેલા ટીનેજર 9 વર્ષની દીકરી સાથે કર્યું રાક્ષસી કૃત્ય, વાંચીને કઠણ કાળજાના પણ ફફડી જશે

જય પટેલ, વાપી : વાપી (Vapi) ટાઉનના એક વિસ્તારમાં ધોરણ-4માં અભ્યાસ કરતી 9 વર્ષીય બાળકીની હત્યાની ઘટના બનતા આખા વિસ્તારમાં ચકચાર જામી છે. આ બાળકીનો મૃતદેહ શુક્રવારે બપોરે ઘરમાં જ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ બાળકીના પોસ્ટમોર્ટમમાં તેની હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. મળતી માહિતી પ્રમાણે પહેલાં આ બાળકી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરાયો હતો પણ બાળકી વશ ન થતા પહેલા તેની હત્યા કરવામાં આવી હતી અને હત્યા પછી બાળકીના મૃતદેહ સાથે દુષ્કર્મ (Rape) કરવાનો પ્રયાસ થયો હતો. 

પોલીસ (Police) તપાસમાં ખબર પડી છે કે આ ઘટનાને અંજામ આપી આરોપી માસૂમ બાળકીને દુપટ્ટા વડે પંખાથી લટકાવી ભાગી ગયો હતો. બાળકીની માતા પણ જીઆઇડીસીની જે ટાઇપ વિસ્તારમાં આવેલી એક કંપનીમાં નોકરી કરતી હોવાથી બાળકી બપોર પછી રૂમમાં એકલી જ રહેતી હતી. આ એકલતાનો લાભ લઇને આરોપી રૂમમાં ઘુસી જઇને આ કાંડ કર્યો હતો. 

આરોપી થોડા સમય પહેલાં જ બિહારથી વાપી આવી નોકરીએ લાગ્યો હતો અને મૃતક બાળકીની બાજુમાં તે નિયમિત રીતે આવતો હતો. આ દિવસે પણ અભણ આરોપી બપોરે 2થી 4 વચ્ચે ઘટનાને અંજામ આપી કંઇક થયું જ નથી તે રીતે તેના વિસ્તારમાં ફરી રહ્યો હતો. 2-3 સ્થાનિકે તેને બાળકીના ઘરે ઘટનાના દિવસે ફેરો મારતા જોયો હોય પોલીસને જાણ કરતા એક શકના આધારે પોલીસે અટક કરી પૂછપરછ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news