રથયાત્રા 2019: CM વિજય રૂપાણી અને ડે.સીએમ નીતિન પટેલે કરી પહિંદ વિધિ, જાણો તેનું મહત્વ
આજે ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રા છે નીકળી રહી છે. રથયાત્રા પહેલાં ભગવાનની મંગળા આરતી સંપન્ન થઈ. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સહપરિવાર ભાગ લીધો. રથયાત્રા શરૂ થાય તે અગાઉ જ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલના હસ્તે પહિંદ વિધિ કરવામાં આવી. આવો જાણીએ આખરે આ પહિંદ વિધિ શું છે અને તે શાં માટે કરવામાં આવે છે.
Trending Photos
અમદાવાદ: આજે ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રા નીકળી રહી છે. રથયાત્રા પહેલાં ભગવાનની મંગળા આરતી સંપન્ન થઈ. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સહપરિવાર ભાગ લીધો. રથયાત્રા શરૂ થાય તે અગાઉ જ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલના હસ્તે પહિંદ વિધિ કરવામાં આવી. આવો જાણીએ આખરે આ પહિંદ વિધિ શું છે અને તે શાં માટે કરવામાં આવે છે.
શુ છે આ પહિંદ વિધિ અને ત્યારથી થઈ તેની શરૂઆત?
અમદાવાદથી જે રથયાત્રા નીકળે છે તેમાં છેલ્લા 28 વર્ષથી રથયાત્રાના પ્રારંભ પૂર્વે પહિંદ વિધિ કરવામાં આવે છે. આ વિધિમાં રાજ્યના રાજા એટલે કે મુખ્યમંત્રી ભગવાન જગન્નાથજીના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરે છે, અને પાણી છાંટે છે. આ વિધિને પહિંદ વિધિ કહેવાય છે. ત્યારબાદ મુખ્યમંત્રી રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે. ગુજરાત રાજ્યમાં પહિંદ વિધિની શરૂઆત 1990થી શરૂ કરવામાં આવી હતી.
વધુ વિગતો માટે જુઓ વીડિયો...
રાજ્યના મુખ્યમંત્રી જ કેમ કરાવે પહિંદ વિધિ?
રથયાત્રા પહેલાં મંગળા આરતી થાય છે અને ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રીના હસ્ત પહિંદ વિધિ કરાવવામાં આવે છે. આ વિધિ ઓરિસ્સાના જગન્નાથ પુરીમાં થતી ‘છેરા પહેરા’ વિધિ પરથી કરવામાં આવે છે. એવી માન્યતા છે કે રાજ્યના રાજા એ જગન્નાથજીના પ્રથમ સેવક ગણાય છે તેથી રથયાત્રા પહેલાં રાજા આવીને સોનાની સાવરણીથી રથયાત્રાનો માર્ગ સાફ કરે છે પછી જ ભગવાન રથમાં બિરાજે છે. આ વિધિને શહેરમાં પહિંદ વિધિ તરીકે ઓળખવામાં આવે છે.
જુઓ LIVE TV
પહિંદ વિધિ કેવી રીતે કરાય છે?
સવારની મંગળા આરતી બાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરવામાં આવે છે, ત્યાર પછી સવારે રાજ્યના રાજા એટલે કે મુખ્યમંત્રી જગન્નાથજીના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરી અને પાણી છાંટે છે. ત્યારબાદ મુખ્યમંત્રી રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે.
કોણે કેટલી વખત કરાવી છે પહિંદ વિધિ
રાજ્યના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, છબીલદાસ મહેતા, સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા, નરેન્દ્રભાઈ મોદી અને આનંદીબહેન પટેલને રથયાત્રાની પહિંદ વિધિ કરવાનો મોકો પ્રાપ્ત થયો છે. હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યપ્રધાન નરેદ્ર મોદીએ રથયાત્રામાં સૌથી વધુ 12 વખત પહિંદ વિધિ કરી છે. કેશુભાઈ પટેલે પણ પ વખત પહિંદ વિધિ કરી છે. આનંદીબહેન પટેલ પ્રથમ મહિલા મુખ્યમંત્રી છે જેમણે પહિંદ વિધિ કરી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે