સુરત: કાપોદ્રામાં રત્નકલાકારો હડતાળ પર ઉતર્યા, કરી 'આ' માગણી

દક્ષિણ ગુજરાતના સુરત શહેરમાં રત્નકલાકારો હડતાળ પર ઉતરી ગયા હોવાના અહેવાલ છે. આ રત્નકલાકારોની માગણી છે કે તેમની રવિવારની રજાને બોનસ તરીકે ગણવામાં આવે. રત્નકલાકારોએ બે કલાક કામ બંધ રાખીને આ અંગે વિરોધ નોંધાવ્યો. 
સુરત: કાપોદ્રામાં રત્નકલાકારો હડતાળ પર ઉતર્યા, કરી 'આ' માગણી

સુરત: દક્ષિણ ગુજરાતના સુરત શહેરમાં રત્નકલાકારો હડતાળ પર ઉતરી ગયા હોવાના અહેવાલ છે. આ રત્નકલાકારોની માગણી છે કે તેમની રવિવારની રજાને બોનસ તરીકે ગણવામાં આવે. રત્નકલાકારોએ બે કલાક કામ બંધ રાખીને આ અંગે વિરોધ નોંધાવ્યો. 

મળતી માહિતી મુજબ સુરતના કાપોદ્રા વિસ્તારની આ ઘટના છે. ધામી બ્રધર હીરાના કારખાનાના કારીગરોએ પોતાની માગણીને લઈને વિરોધ કર્યો. આ કલાકારોની એવી માગણી છે કે તેમની રવિવારની રજાને બોનસ તરીકે ગણવામાં આવે. આ ઉપરાંત તેઓએ કારખાનાના મેનજર ઉપર આરોપ લગાવ્યો કે તે માલિક સુધી તેમની ફરિયાદો પહોંચાડતો નથી. 

પોતાની માગણીને વાચા આપવા માટે આ રત્ન કલાકારોએ ભેગા થઈને પ્રદર્શન કર્યું. બે કલાક સુધી કામ બંધ રાખીને વિરોધ વ્યક્ત કર્યો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news