પરિવારના વિવાદની વાત આવતા જ જાહેરમાં ભડક્યા રીવાબા જાડેજા, જાણો શું કહી દીધું

Ravindra Jadeja Family Controversy : પરિવાર વિખવાદ પર ધારાસભ્ય રિવાબા જાડેજા રહ્યાં મૌન......રિવાબા જાડેજાએ કહ્યું કે  આ અંગે હું કાંઈ કહેવા નહી માગતી.... પ્રધાનમંત્રી આવાસ લોકાર્પણ કાર્યક્રમને લઈને ચર્ચા કરવી જોઈએ... 

પરિવારના વિવાદની વાત આવતા જ જાહેરમાં ભડક્યા રીવાબા જાડેજા, જાણો શું કહી દીધું

Ravindra Jadeja And Rivaba Jadeja : ગુજરાતના ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પરિવારનો વિવાદ હવે જગજાહેર થયો છે. હાલ આ પારિવારિક ઝગડો ચર્ચાના એરણે ચઢ્યો છે. ત્યારે જામનગરમાં એક કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય રીવાબા જાડેજાને પરિવારના વિવાદ વિશે પૂછતા તેમણે કંઈ પણ બોલવાનું ટાળ્યુ હતું. 

તાજેતરમાં ધારાસભ્ય રિવાબાના સસરાએ રવિન્દ્ર અને રિવાબા અંગે ટિપ્પણી કરી હતી. ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પરિવારનો વિવાદ હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ત્યારે આજે જામનગરમાં પ્રધાનમંત્રી આવાસ લોકાર્પણ કાર્યક્રમ વખતે નિવેદન આપતી વખતે ધારાસભ્ય રિવાબા જાડેજા ભડક્યા હતા. તેમણે કહ્યું હતું કે, હાલ જે કાર્યક્રમ છે તેના મુદ્દે જ વાત કરીએ તો સારું. અહીં હું કાંઈ કહેવા માંગતી નથી. 

પિતાએ કહ્યું - રવીન્દ્ર અને તેની પત્ની સાથે અમારે કોઈ સંબંધ નથી
રવીન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ આક્ષેપો કર્યાં છે. રવિન્દ્ર જાડેજાના પિતાએ દાવો કર્યો હતો કે રીવાબાએ પરિવારને વિખવાદ ઉભો કર્યો છે. રવીન્દ્ર અને તેની પત્ની સાથે અમારે કોઈ સંબંધ નથી. ક્રિકેટર ન બનાવ્યો હોત તો અમારી આવી હાલત ન થાત. મારી દીકરી નયનાબાએ ભાઈ માટે ઘણા બલિદાન આપ્યા છે. 

ક્રિકેટર ન બનાવ્યો હોત તો સારું થાત - રવીન્દ્ર જાડેજાના પિતા 
અનિરુદ્ધસિંહ જાડેજાએ આક્ષેપો કરતા કહ્યું કે, તમને એક સત્ય વાત કરી દઉં? મારે રવિ કે તેની પત્ની સાથે કોઈપણ પ્રકારના સંબંધ નથી. અમે તેને નથી બોલાવતાં અને એ લોકો અમને નથી બોલાવતાં. રવિભાઈના લગ્ન કર્યા ત્યાર પછી બે-ત્રણ મહિનામાં જ વિખવાદ ઊભો થઈ ગયો હતો. હાલ હું જામનગરમાં એકલો રહું છું, જ્યારે રવીન્દ્રનો પંચવટી બંગલો અલગ છે. તે જામનગરમાં જ રહે છે, પણ મેં તેને જોયો નથી. પત્નીએ શું જાદુ કરી દીધું છે ખબર નહિ. દીકરો મારો છે, મારું પેટ બળીને રાખ થઈ જાય છે, ન પરણાવ્યો હોત તો સારું હતું. ક્રિકેટર ના બનાવ્યો હોત તો સારું હતું, નહીંતર અમારી આવી હાલત ન હોત.

રવીન્દ્ર જાડેજાનો ખુલાસો 
ત્યારે ક્રિકેટર રવીન્દ્ર જાડેજાની સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સમગ્ર ઇન્ટરવ્યુને એકતરફી ગણાવ્યો છે. રવીન્દ્ર જાડેજાએ કહ્યું કે, વાહીયાત ઈન્ટરવ્યૂમાં જણાવેલી તમામ બાબતો અર્થહીન તેમજ અસત્ય છે. એક પક્ષે કહેવાયેલી વાત છે. જેને હું નકારું છું. મારા ધર્મપત્નીની છબી ખરડાવવાના જે પ્રયાસો કરવામાં આવેલ છે તે ખરેખર નિંદનીય તેમજ અશોભનીય છે. મારી પાસે પણ કહેવા માટે ઘણું છે જે હું પબ્લિકલી ના કહું ત્યાં સુધી જ સારું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news