મૂસેવાલાની હત્યાની જવાબદારી લેનાર લોરેન્સ બિશ્નોઈ આ બોલીવુડ સુપરસ્ટારને પણ આપી ચૂક્યો છે ધમકી
Gangster Lauren Bishnoi: રવિવારે સાંજે પંજાબી સિંગર અને કોંગ્રેસના નેતા સિદ્ધુ મૂસેવાલાની અંધાધૂંધ ફાયરિંગ કરીને હત્યા કરવામાં આવી. આ હત્યાકાંડની જવાબદારી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરારે લીધી છે. અત્રે જણાવવાનું કે પંજાબ પોલીસના ચીફ વી કે ભવરાએ પણ મૂસેલવાલા હત્યાકાંડમાં લોરેન્સ બિશ્નોઈનું નામ લીધુ છે.
Trending Photos
Gangster Lauren Bishnoi: રવિવારે સાંજે પંજાબી સિંગર અને કોંગ્રેસના નેતા સિદ્ધુ મૂસેવાલાની અંધાધૂંધ ફાયરિંગ કરીને હત્યા કરવામાં આવી. આ હત્યાકાંડની જવાબદારી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરારે લીધી છે. અત્રે જણાવવાનું કે પંજાબ પોલીસના ચીફ વી કે ભવરાએ પણ મૂસેલવાલા હત્યાકાંડમાં લોરેન્સ બિશ્નોઈનું નામ લીધુ છે. તેમણે કહ્યું કે સિંગરની હત્યા આપસી અદાવતનું પરિણામ લાગે છે.
કોણ છે આ લોરેન્સ બિશ્નોઈ
સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ હવે લોરેન્સ બિશ્નોઈ ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે લોરેન્સ બિશ્નોઈ એક કુખ્યાત બદમાશ છે અને તેની ગેંગના સભ્યો પંજાબ ઉપરાંત દિલ્હી, હરિયાણા, હિમાચલ અને રાજસ્થાન જેવા રાજ્યમાં પણ છે. અમારી સહયોગી ચેનલ ઝી ન્યૂઝને લોરેન્સ બિશ્નોઈનો એક એક્સક્લુઝિવ વીડિયો મળ્યો છે જેમાં તેની ગેંગના અનેક સભ્યો જોવા મળે છે. આ વીડિયો 2021નો છે. જ્યારે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે બિશ્નોઈ અને તેની ગેંગના અન્ય રાજ્યોના સભ્યોને મકોકા કેસમાં રિમાન્ડ પર લીધા હતા. આ તમામ ગેંગસ્ટર હરિયાણા, પંજાબ, હિમાચલ, દિલ્હી, રાજસ્થાન પોલીસ માટે માથાનો દુ:ખાવો બની બેઠા છે. કારણ કે જેલમાંથી પણ તેઓ પોતાનું નેટવર્ક અન્ય રાજ્યોમાં ચલાવી રહ્યા છે.
लॉरेंस गैंग को एक साथ देखिए... ये #Exclusive विजुअल साल 2021 का है, जब @delhipolice स्पेशल सेल ने लॉरेंस बिश्नोई और उसके गैंग के अलग-अलग राज्यों के गैंगस्टर्स को मकोका के केस में रिमांड पर लिया था... @CellDelhi #LawrenceBishnoiGang #SidhuMooseWala pic.twitter.com/ru2wKb0SZe
— Zee News Crime (@ZeeNewsCrime) May 30, 2022
વીડિયોમાં બ્લેક ટીશર્ટમાં જોવા મળે છે
આ એક્સક્લુઝિવ વીડિયોમાં લોરેન્સ બિશ્નોઈ ઉપરાંત અન્ય રાજ્યોના ગેંગસ્ટર્સ પણ છે. બિશ્નોઈ બ્લેક ટીશર્ટ, ગ્રીન શૂઝ અને નાના વાળમાં જોવા મળી રહ્યો છે. એડિડાસનું ટીશર્ટ અને સફેદ જૂતામાં સંપત નેહરા જોવા મળે છે. પંજાબનો સૌથી અમીર ડોન ગણાતો જગ્ગુ ભગવાનપુરિયા પણ આ વીડિયોમાં જોવા મળે છે. જેના પંજાબના અનેક નેતાઓ સાથે સંબંધ હોવાનું કહેવાય છે. આ ઉપરાંત હરિયાણાનો ગેંગસ્ટર કાલી રાજપૂત અને રાજૂ બસોદી પણ જોવા મળે છે.
બોલીવુડ ભાઈજાનને આપી ચૂક્યો છે ધમકી
લોરેન્સ બિશ્નોઈ હાલ તો દિલ્હીની તિહાડ જેલમાં છે. પરંતુ આમ છતાં ત્યાંથી પણ તે પોતાની ગેંગ ઓપરેટ કરતો જોવા મળે છે. વર્ષ 2018માં લોરેન્સ બિશ્નોઈએ જેલમાં રહેવા દરમિયાન બોલીવુડ અભિનેતા સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી. લોરેન્સ બિશ્નોઈ ગેંગના અન્ય ગેંગસ્ટર સંપત નહેરાએ સલમાનના ગેલેક્સી અપાર્ટમેન્ટવાળા ઘરની રેકી પણ કરી હતી. પરંતુ ઘટનાને અંજામ આપે તે પહેલા જ હરિયાણા પોલીસે તેની ધરપકડ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે