Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો નવી કિંમત

નિષ્ણાંતો પ્રમાણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1892 ડોલર પ્રતિ ઔંસ પર અને ચાંદી 23.36 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહી હતી. 
 

Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો નવી કિંમત

નવી દિલ્હીઃ સોના અને ચાંદીની કિંમતમાં મોટો ઘટાડો નોંધાયો છે. એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર, આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓછી કિંમતોને અનુરૂપ બુધવારે અહીં સ્થાનીક બજારમાં સોનું 258 રૂપિયાના ઘટાડા સાથે 51233 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી ગયું. પાછલા કારોબારમાં આ કિંમતી ધાતુ 51491 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદી પણ 327 રૂપિયાના ઘટાડા સાથે 64,618 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી ગઈ, જે પાછલા કારોબારમાં 64945 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. 

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની સ્થિતિ
નિષ્ણાંતો પ્રમાણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1892 ડોલર પ્રતિ ઔંસ પર અને ચાંદી 23.36 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહી હતી. એચડીએફસી સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ તપન પટેલ અનુસાર, સોનાની કિંમતોમાં બુધવારે કોમેક્સ પર હાજર સોનાની કિંમત 0.66 ટકાના ઘટાડા સાથે 1892 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહી હતી. 

સોનાનો વાયદા ભાવ
આ વચ્ચે બજાર વિશ્લેષકોએ જણાવ્યું કે વાયદા બજારમાં બુધવારે સટોરિયાએ સોદા વધારવાથી સોનું આઠ રૂપિયાના સામાન્ય વધારા સાથે 51,592 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો. વિશ્લેષકોએ જણાવ્યું કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર જૂન મહિનાની ડિલીવરીવાળા સોનાનો ભાવ આઠ રૂપિયાના વધારા સાથે 51592 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો. તેમાં 14016 લોટનો કારોબાર થયો. 

ચાંદીનો વાયદા ભાવ
તો વાયદા બજારમાં મજબૂત હાજર માંગ વચ્ચે કોમોડિટી બજારના કારોબારીઓએ પોતાના સોદાનો આકાર વધારી દીધો. તેનાથી બુધવારે ચાંદીનો વાયદા ભાવ 155 રૂપિયાના વધારા સાથે 65123 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ચાંદીની મે મહિનાની ડિલીવરીનો કરાર ભાવ 155 રૂપિયાના વધારા સાથે 65123 રૂપિયા કિલોગ્રામ પર પહોંચી ગયો હતો. તેમાં 4568 લોટનો કારોબાર થયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news