સખપર ગામની સગીરાને બે મિત્રોએ બનાવી દીધી ઢીંગલી, ઇચ્છે ત્યારે વાડીઓમાં લઇ જઇને કરતા...

તાલુકાના મોટા સખપર ગામની સગીરાને ગામના જ બે બે શખ્સોએ લલચાવી ફોસલાવીને બંને શખ્સોએ અલગ અલગ સમયે અને અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ સગીરાને દુખાવો થતા તેણે પરિવારને વાત કરી હતી. સગીરાએ બંને શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી તાત્કાલિક બંને શખ્સોની ધરપકડ કરી છે. 

Updated By: Mar 28, 2021, 11:05 PM IST
સખપર ગામની સગીરાને બે મિત્રોએ બનાવી દીધી ઢીંગલી, ઇચ્છે ત્યારે વાડીઓમાં લઇ જઇને કરતા...

રઘુવીર મકવાણા/ગઢડા : તાલુકાના મોટા સખપર ગામની સગીરાને ગામના જ બે બે શખ્સોએ લલચાવી ફોસલાવીને બંને શખ્સોએ અલગ અલગ સમયે અને અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ સગીરાને દુખાવો થતા તેણે પરિવારને વાત કરી હતી. સગીરાએ બંને શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી તાત્કાલિક બંને શખ્સોની ધરપકડ કરી છે. 

અમદાવાદમાં છેડતી કરનાર યુવકને ઢોર માર મરાયો, સારવાર દરમિયાન નિપજ્યું મોત

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મોટા સખપર ગામે રહેતી ૧૬ વર્ષની સગીરાને તેના બાજુના ગાળા ગામના અનીલ વાઘેલાએ સગીરાને ફોસલાવી લલચાવી પોતાની બાઈક પર બેસાડી ગામની બહાર કાટાની વાડમા લઈ જઈને સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યુ હતું. જો કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ ૧૦ દિવસ બાદ મોટા સખપર ગામનો અને ગામમાં મોબાઈલ ફોનની દુકાન ધરાવતા વિજય મકવાણાએ પણ સગીરાને તેના ઘરેથી લલચાવી ફોસલાવી પોતાની બાઈક પર ગામનાં સીમાડે કોઈની વાડીયે લઈ જઈને સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. 

આધુનિકતા કે વિકૃતી? પત્નીને નોનવેજ ખાવા બિયર પીવા કરતો દબાણ, સંતાનને બિયરના ટીન રમવા આપતો

ત્યારબાદ સગીરા પોતાના ઘરે જતી રહી હતી, જો કે થોડા દિવસો બાદ સગીરા તેના સંબંધી ના ઘરે ગયેલ તે સમયે સગીરાને પેટમાં દુખાવો થતા તે ઘરે પરત આવી તેણે તેના પરિવારને વાત કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. ત્યારબાદ સગીરાએ ગઢડા પોલીસમાં બંને શખ્સો વિરુદ્ધ દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી. જયારે ગઢડા પોલીસે સગીરા પર દુષ્કર્મ કરનારા બંને શખ્સો વિરુદ્ધ અપહરણ, બળાત્કાર અને પોસકો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ગઢડા પોલીસે ગણતરીની કલાકોમાં દુષ્કર્મ કરનારા બંને શખ્સોની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube