અમદાવાદ એરપોર્ટ પર ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડનું ભવ્ય સ્વાગત
એશિયન ગેમ્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર સરિયા ગાયકવાડું અમદાવાદ એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. ડાંગ જિલ્લાના એક પછાત પરિવારમાંથી આવી સરિતાએ અશિયન ગેમ્સમાં ગોલ્ડ અપાવ્યો હતો. અમદાવાદ એરપોર્ટ ખાતે સરિતતાનું સ્વાગત કરવા માટે ઢોલ અને નગારા સાથે મોટી સંખ્યામાં અદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
- એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર સરિતાનું અમદાવાદમાં સ્વાગત
- એરપોર્ટ પર ઢોલ નગારા સાથે કારાયુ ભવ્ય સ્વાગત
- તમામ ગુજરાતના ખેલાડીઓએ એશિયન ગેમ્સ કર્યું સારૂ પ્રદર્શન
Trending Photos
અમદાવાદ: એશિયન ગેમ્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર સરિયા ગાયકવાડું અમદાવાદ એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. ડાંગ જિલ્લાના એક પછાત પરિવારમાંથી આવી સરિતાએ અશિયન ગેમ્સમાં ગોલ્ડ અપાવ્યો હતો. અમદાવાદ એરપોર્ટ ખાતે સરિતતાનું સ્વાગત કરવા માટે ઢોલ અને નગારા સાથે મોટી સંખ્યામાં અદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે, કે એશિયન ગેમ્સ 2018માં 4x400 રિલે દોડમાં મહિલા ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારી સરિતા ગાયકવાડને રાજ્ય સરકારે 1 કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું. સરિતા, અંકિતા રૈના, હરમિત દેસાઇ, માનવ ઠક્કર, અંશુલ કોઠારી, તથા એલાવેનિલ વાલરીવનનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. સાંજે 4 વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી દરેક ખેલાડી સન્માન કરશે.
એકિતાએ પણ અપાવ્યો હતો બ્રોન્ઝ મેડલ
એશિયન ગેમ્સ 2018માં સિંગલ્સ ટેનિસમાં અમદાવાદની અંકિતા રૈનાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ટેનિસમાં સિંગલ્સમાં મેડલ જીતનારી તે સાનિયા મિર્ઝા બાદ ભારતની બીજી અને ગુજરાતની પ્રથમ મહિલા ખેલાડી બની હતી. રાજ્ય સરકાર દ્વારા અંકિતા રૈનાને રૂ.50 લાખનું ઈનામ આપવાની જાહેરાત કરાઈ છે. ટેબલ ટેનિસની ટીમ ઇવેન્ટમાં જાપાનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીતનારા ગુજરાતના હરમિત દેસાઈ અને માનવ ઠક્કરને પણ સરકારે રૂ.30 લાખનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી.
એશિયન ગેમ્સ 2018માં ભાગ લેનારા ગુજરાતના 6 ખેલાડી
સરિતા ગાયકવાડ - એથ્લેટીક્સ
અંકિતા રૈના - ટેનિસ
હરમિત દેસાઈ - ટેબલ ટેનિસ
માનવ ઠક્કર - ટેબલ ટેનિસ
એલાવેનિલ વાલરીવન - શૂટિંગ
અંશુલ કોઠારી - સ્વિમિંગ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે