બાલાજી સરકારના દર્શન કરવાની માનતા હોય તો રાજકોટમાં જ થઈ જશે પુરી, મધ્યપ્રદેશ સુધી નહીં થાય ધક્કો
Balaji Sarkar Temple Of Rajkot: ભક્તોનું માનવું છે કે અહીં આવી દર્શન કરનાર વ્યક્તિના જીવનના બધા જ દુ:ખ હનુમાનજી દુર કરે છે. જો કે મધ્યપ્રદેશ સુધી જવું દરેક વ્યક્તિ માટે શક્ય નથી. પરંતુ તેનો અર્થ એ નથી કે તમે બાગેશ્વર બાલાજીના દર્શન નહીં કરી શકો. બાગેશ્વર બાલાજીના દર્શન કરવાની ઈચ્છા રાજકોટમાં પુરી થઈ શકે છે.
Trending Photos
Balaji Sarkar Temple Of Rajkot: છેલ્લા ઘણા સમયથી બાગેશ્વર ધામ મંદિર સતત ચર્ચામાં રહે છે. આ મંદિર મધ્ય પ્રદેશના છત્તરપુર જિલ્લામાં આવેલું છે. દેશમાં આવેલા હનુમાનજીના પ્રસિદ્ધ મંદિરોમાંથી એક બાગેશ્વર બાલાજીનું મંદિર છે. ભક્તોનું માનવું છે કે અહીં આવી દર્શન કરનાર વ્યક્તિના જીવનના બધા જ દુ:ખ હનુમાનજી દુર કરે છે. જો કે મધ્યપ્રદેશ સુધી જવું દરેક વ્યક્તિ માટે શક્ય નથી. પરંતુ તેનો અર્થ એ નથી કે તમે બાગેશ્વર બાલાજીના દર્શન નહીં કરી શકો. બાગેશ્વર બાલાજીના દર્શન કરવાની ઈચ્છા રાજકોટમાં પુરી થઈ શકે છે.
આ પણ વાંચો:
બાગેશ્વર ધામ બાદ બીજું બાગેશ્વર બાલાજી હનુમાનજી રાજકોટમાં આવેલું છે. અહીં શનિવાર અને મંગળવારે મોટી સંખ્યામાં હનુમાનજીના ભક્તો દર્શન કરવા પહોંચે છે. રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર બાગેશ્વર બાલાજી મંદિર આવેલું છે. આ મંદિરની ખાસિયત એ છે કે આ મંદિરના નિર્માણ માટે બાગેશ્વર ધામથી બાલાજી મંદિરની ધુળ અને ભસ્મ પ્રસાદ તરીકે લાવવામાં આવી હતી.
બાગેશ્વર ધામ મધ્યપ્રદેશમાં હોવાથી ભક્તોને દર્શન માટે લાંબો પ્રવાસ કરવો પડે, વળી દરેક વ્યક્તિ માટે આ શક્ય પણ ન હોય. ત્યારે તમે રાજકોટમાં આવેલા આ મંદિરની મુલાકાત લઈ શકો છો. અહીં લોકો માનતા પુરી થતાં નાળીયેરને લાલ કપડામાં બાંધી મંદિરમાં પધરાવે છે. રાજકોટના બાગેશ્વરધામ મંદિરમાં શનિવારે મોટી સંખ્યામાં ભક્તો એકત્ર થાય છે. અહીં બટુક ભોજન, હનુમાન ચાલીસાના પાઠ, રામધુન સહિતના આયોજન કરવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે