સૌરાષ્ટ્રના ખેડૂતોનું તીર્થધામ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડ ધાણાથી ઉભરાયું, એટલી ગૂંણી આવી કે નવી આવક કરાઈ બંધ
Gondal Market Yard : રાજકોટના ગોંડલમાં ધાણાની અંદાજે દોઢ લાખથી વધુ ગુણીની આવક.... શેડ બહાર પાક ઉતારવાની પડી ફરજ... નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક કરાઈ બંધ...
Trending Photos
Gondal Market Yard જયેશ ભોજાણી/ગોંડલ : સૌરાષ્ટ્ર નું અગ્રીમ અને ન..1 ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આ વર્ષની સીઝનની સૌથી વધુ આવક નોંધાઈ છે. અંદાજે દોઢ લાખથી વધુ ગુણી ધાણાની આવકના કારણે શેડ બહાર કે દુકાન પાસે ધાણાની પાક ઉતારવાની ફરજ પડી હતી. જેથી માર્કેટયાર્ડ દ્વારા બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવામાં આવી હતી.
1700 થી વધુ ધાણા ભરેલા વાહનોની લાઈનો લાગી હતી
ખેડૂતો દ્વારા તૈયાર કરાયેલ વિવિધ જણસીઓનો મબલખ પાક ગોંડલ યાર્ડમાં ઠાલવવામાં આવે છે. ત્યારે યાર્ડમાં ડુંગળી બાદ હવે ધાણાની આજે મબલખ આવક થઈ છે. ગત રાતે માર્કેટિંગ યાર્ડ બહાર આશરે 1700 થી વધુ ધાણા ભરેલા વાહનોની લાઈનો લાગી છે. હાલ સ્થિતિ એવી છે કે, યાર્ડની બંને તરફ પાંચ થી છ કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી. અનેક જિલ્લાના ખેડૂતો ગઇકાલ રાતથી જ ગોંડલ માર્કેટીંગ યાર્ડ ખાતે ધાણાનો પાક લઈને પહોંચ્યા હતા.
આ પણ વાંચો :
ગત વર્ષની સરખામણીએ ધાણાનો ભાવ ઓછો - ખેડૂત
આ વર્ષે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ગત વર્ષની સરખામણીએ ધાણાનો ભાવ ઓછો મળી રહ્યો હોવાથી ખેડૂતો માં પણ ક્યાંક નારાજગી જોવા મળી હતી. ગત વર્ષે 20 કિલો ધાણાના ભાવ 1500 થી 3200 ભાવ મળિયા હતા. જયારે આ વર્ષે ગુણવતા પ્રમાણે ધાણાનો ભાવ 1100 થી લઇ 2200 સુધી બોલાયા હતા.
આ વર્ષે ધાણાનો પુષ્કળ પાક હજુ અવાક વધશે - વેપારી
ગોંડલ વ્યાપારી અતુલભાઈ શીંગાળાના જણાવ્યા અનુસાર ગત વર્ષ ધાણા નો પાક ઓછો હતો આને આ વખતે ધાણાનો પુષ્કળ પાક થતા ભાવમાં તફાવત મળી રહ્યો છેત. આ વર્ષે ધાણાનું મબલક ઉત્પાદન પણ થયું છે, જેથી હજુ પણ આવક વધશે તેવું જણાવ્યું હતું.
સૌરાષ્ટ્રના ખેડૂતોનું તીર્થધામ ગણાય છે ગોંડલ માર્કેટિંગ યાર્ડ
સૌરાષ્ટ્ર - ગુજરાતમાં પહેલુ સ્થાન ધરાવતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અનેક જિલ્લાના ખેડૂતો અને અન્ય રાજ્યના વેપારીઓ વિવિધ જણસીની ખરીદ-વેચાણ માટે અહીં આવે છે. અહીં યાર્ડના સત્તાધીશો દ્વારા ખેડૂતે પૂરતી સુવિધા અને સલામતી મળી રહે સાથે સાથે ખેડૂતોને પણ પોસણક્ષમ ભાવો મળી રહે તે માટે હંમેશા તત્પર હોઈ છે ખેડૂતોના પરસેવા અને તેમની મહેનતની પુરી દરકાર રખાતી હોઈ આ માટે માર્કેટ યાર્ડને ખેડૂતોનું તીર્થધામ પણ ગણાય છે.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે