અમદાવાદમાં સ્કૂલવર્ધીવાળાઓની હડતાળથી વાલીઓ અટવાયા, સ્કૂલોની બહાર ટ્રાફિક જામ સર્જાયું
Trending Photos
અમદાવાદ :આજે અમદાવાદમાં સ્કૂલમાં વિદ્યાર્થીઓને લઈ જતી વાન અને રીક્ષાના પૈડા થંભી ગયા છે. અમદાવાદમાં વાનમાંથી ત્રણ વિદ્યાર્થીઓ પડી જવાના બનાવ બાદ આરટીઓનું તંત્ર દોડતું થયું હતું, અને મોટાપાયે ચેકિંગ હાથ ધરાયું હતું. ત્યારે વાન અને રીક્ષાચાલકોએ પોલીસ અને આરટીઓ તેમને ખોટી રીતે હેરાનગતિ કરતી હોવાનો આરોપ મૂકીને હડતાળ કરી છે. જેનો ભોગ અમદાવાદના વાલીઓ બન્યા છે.
RTO દ્વારા નવી ગાડીઓનું પાસિંગ ના કરાતું હોવાથી અને પોલીસ અને RTO દ્વારા ખોટી રીતે હેરાન કરાતા હોવાના આક્ષેપ સાથે સ્કૂલ વાન તથા રીક્ષાચાલકો આજે હડતાળ પર ઉતરી આવ્યા છે. તેમણે નવી ગાડીઓને સ્કૂલવાન વરદી મામલે ઝડપથી પરમીટ આપવા માંગ કરી છે. આ હડતાળને પગલે અમદાવાદની 12 હજાર સ્કૂલવાન અને સ્કૂલ રિક્ષાના પૈડાં થંભી ગયા છે. અમદાવાદમાં 6500 સ્કૂલ રીક્ષા અને 5500 સ્કૂલવાન આજે નહીં દોડે, જેને પગલે વાલીઓ અને બાળકોને હાલાકી ભોગવવી પડી રહી છે.
સ્કૂલની બહાર ટ્રાફિક જામ
સ્કૂલ રીક્ષા અને વાનચાલકોની હળતાળને કારણે આજે મોટી સંખ્યામાં વાલીઓ જાતે જ પોતાના સંતાનોને લઈને શાળાએ પહોંચ્યા હતા. ત્યારે અમદાવાદની સ્કૂલની બહાર વાલીઓ અને તેમના વાહનોને કારણે અનેક શાળાઓ બહાર ટ્રાફિકજામ સર્જાયો હતો. વાલીઓએ પોતાના બાળકોને શાળામાં મૂકવા આવવાની ફરજ પડી હતી. આમ, શાળા ચાલુ થયા બાદ પણ વાલીઓ પોતાના બાળકોને શાળાએ મૂકવા આવવા મજબૂર બન્યા હતા.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે